AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin care Tips: ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે લીંબૂ, આ રીતે કરો તેનો ઉપયોગ

Skin care Tips : સવારે એક ગ્લાસ લીંબુનું સેવન કરવાથી તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે. તે માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

Skin care Tips: ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે લીંબૂ, આ રીતે કરો તેનો ઉપયોગ
Skin care tipsImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 11:21 PM
Share

Skin care Tips :  ફળ અને શાકભાજી હંમેશા આપણા શરીરને પોષક તત્વોથી યુકત કરતા રહ્યા છે. તેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થતી હોય છે. આ ફળ અને શાકભાજી આપણા સ્વાસ્થ્યની સાથે સાથે આપણી સુંદરતા વધારવામાં ઉપયોગી છે. લીંબુની જ વાત કરીએ તો લીંબુમાં (Lemon) વિટામિન સી હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેની સાથે સાથે ત્વચા માટે પણ તમે લીંબુનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. લીંબુ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે. તમે તેનો ઉપયોગ ત્વચાની સંભાળ માટે ઘણી રીતે કરી શકો છો. લીંબુ ખીલ અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. તમે લીંબુમાં ઘણા કુદરતી ઘટકો મિક્સ કરી શકો છો અને તેનો ઉપયોગ ત્વચા માટે કરી શકો છો. લીંબુના બનેલા ફેસ પેક ત્વચામાં કુદરતી ચમક લાવવાનું કામ કરે છે. ચાલો જાણીએ ત્વચા માટે લીંબૂનો કઈ કઈ રીતે ઉપયોગ કરી શકાય.

લીંબુ અને દહીંનો ફેસ પેક

આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં એક નાની ચમચી દહીં નાખો. તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરો. તેને એક સાથે મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા અને ગળા પર લગાવો. તેને ત્વચા પર 10થી 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

હળદર અને લીંબુનું ફેસ પેક

એક ચપટી હળદર લો. તેમાં લીંબુનો રસ ઉમેરો. તેમાં થોડું સાદું પાણી ઉમેરો. આ વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તમારી આંગળીઓથી મસાજ કરો. આ ફેસ પેકને ત્વચા પર 15થી 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2થી 3 વખત આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.

લીંબુ અને મધનું ફેસ પેક

એક ચમચીમાં મધ અને લીંબુનો રસ મિક્સ કરો. આ વસ્તુઓ મિક્સ કરીને ફેસ પેક બનાવો. હવે આ મિશ્રણને આખા ચહેરા અને ગરદન પર લગાવો. થોડીવાર આંગળીઓથી માલિશ કરો.

લીંબુ અને ગ્લિસરીનનો ફેસ પેક

આ ફેસ પેક બનાવવા માટે સમાન માત્રામાં ગ્લિસરીન અને લીંબુનો રસ, પાણી મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગળા પર લગાવો. તેને ત્વચા પર 10થી 15 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. આ ફેસ પેક ત્વચાને કોમળ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

g clip-path="url(#clip0_868_265)">