AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે ગ્લિસરીન, આ છે તેના ફાયદા

Skin Care Tips : કેટલાક લોકો બજારમાંથી મોંઘી પ્રોડક્ટસ ખરીદીને પોતાની ત્વચાની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે પણ કેટલીકવાર આ સમસ્યાઓ દૂર થવાની જગ્યાએ વધી જાય છે. આવા સમયે ગ્લિસરીન જ એક સારો વિકલ્પ છે.

Skin Care Tips: તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે ગ્લિસરીન, આ છે તેના ફાયદા
Skin care Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 8:25 PM
Share

કેટલાક લોકો બજારમાંથી મોંઘી પ્રોડક્ટસ ખરીદીને પોતાની ત્વચાની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરતા હોય છે પણ કેટલીકવાર આ સમસ્યાઓ દૂર થવાની જગ્યાએ વધી જાય છે. આવા સમયે ગ્લિસરીન (Glycerin) જ એક સારો વિકલ્પ છે. રંગહીન, ગંધહીન અને ચીકણું દેખાતું ગ્લિસરીન તમારી ત્વચા માટે વરદાન સમાન છે. તેનાથી તમારી ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે. જો તમે ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરવા માટે વિવિધ ઉપાયો અજમાવીને કંટાળી ગયા હોવ તો તમારે એકવાર ગ્લિસરીનનો ઉપયોગ પણ અજમાવો. અહીં જાણો ગ્લિસરીનના તમામ ફાયદાઓ (Glycerin Benefits) વિશે.

વૃદ્ધત્વથી દૂર રાખશે

ગ્લિસરીન એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. જો તમારી ત્વચા પર અકાળે કરચલીઓ છે તો ગ્લિસરીન તમારા માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. તે તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. આ સિવાય તે તૂટેલી ત્વચાને ટોન કરે છે અને બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદરૂપ છે.

ત્વચાની કાળાશ દૂર કરે છે

ગ્લિસરીન બળી ગયેલી ત્વચાને સારી કરવા માટે પણ કામ કરે છે. તે ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે, ત્વચાને હાઈડ્રેટ કરે છે, પિગમેન્ટેશન ઘટાડે છે અને ત્વચાની ચમક પાછી લાવે છે. આ રીતે ત્વચાની કાળાશ દૂર થાય છે અને ત્વચામાં ચમક આવે છે.

શુષ્કતા દૂર કરે છે

કેટલાક લોકોની ત્વચા એટલી શુષ્ક એટલે કે ડ્રાય હોય છે કે તેઓ મોંઘા મોઈશ્ચરાઈઝર અને લોશનનો ઉપયોગ કરે તો પણ તેની અસર થોડા સમય માટે જ રહે છે. ત્વચા પર શુષ્કતાને કારણે ખેંચાણ આવે છે. જો તમારી સાથે પણ આવી કોઈ સમસ્યા છે તો ગ્લિસરીન આ સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ગ્લિસરિન ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ કરે છે અને શુષ્કતા દૂર કરવાનું કામ કરે છે.

ગ્લિસરીન ટોનર તરીકે કામ કરે છે

જે લોકોની ત્વચાના છિદ્રો જરૂર કરતાં વધુ હોય, ત્વચામાં ઢીલાપણું હોય, તેમણે નિયમિતપણે ગ્લિસરીનનો ઉપયોગ કરવો જોઈએ. ગ્લિસરીન ત્વચા માટે ટોનર તરીકે કામ કરે છે અને છિદ્રોને સંકોચાય છે અને અશુદ્ધિઓ સામે રક્ષણનું સ્તર બનાવે છે. આ ત્વચાને ટાઈટ કરે છે અને ચહેરાનું દેખાવ સારો રાખે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

g clip-path="url(#clip0_868_265)">