Chanakya Niti: આ વાતોને લગ્નજીવનમાં આવવા ન દો, પતિ-પત્નીના સંબંધમાં પડી શકે છે તિરાડ

|

Feb 05, 2022 | 7:12 PM

આચાર્ય ચાણક્યના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં દાંપત્ય જીવન (married life) માટે ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આજના સમયમાં પણ સમાન જ જોવા મળે છે. અમે તમને ચાણક્યએ જણાવ્યા મુજબ કંઈ રીતે દાંપત્ય જીવન વિતાવવું જોઈએ તેના વિશે જણાવશું.

Chanakya Niti: આ વાતોને લગ્નજીવનમાં આવવા ન દો, પતિ-પત્નીના સંબંધમાં પડી શકે છે તિરાડ
Chanakya Niti (Symbolic Image)

Follow us on

આચાર્ય ચાણક્ય (Chanakya Niti) એક મહાન જીવનના કોચ તરીકે ઓળખાય છે. આચાર્ય ચાણક્ય જેને “કૌટિલ્ય”ના (kautilya) નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ પોતાની નીતિઓને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે મહાન વ્યૂહ રચનાકાર ગણાતા ચાણક્યની નીતિઓને કારણે નંદ વંશનો નાશ થયો હતો અને તેની પોતાની નીતિઓની મદદથી એક સાદો બાળક ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya) મગધનો સમ્રાટ બન્યો હતો.

ચાણક્ય પાસે માત્ર રાજકારણ જ નહીં પરંતુ સમાજના દરેક વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન અને સૂઝ હતી. આચાર્ય ચાણક્યએ એક નીતિ પણ બનાવી છે. જેમાં તેમણે સમાજના લગભગ દરેક વિષય સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.

તેમને આપેલા નિયમો અનુસાર લોકો આજે પણ જીવનશૈલીની રીત (tips of lifestyle) અપનાવી રહ્યા છે. આચાર્ય ચાણક્યના પુસ્તક નીતિ શાસ્ત્રમાં વિવાહિત જીવન માટે ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આજના સમયમાં પણ જોવા મળે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારે ચાણક્ય અનુસાર વિવાહિત જીવન કેવી રીતે પસાર કરવું જોઈએ. જાણો..

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

છેતરપિંડી

ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે છેતરપિંડી એ ઝેર સમાન છે. માત્ર પતિ-પત્ની જ નહીં, કોઈપણ સંબંધમાં છેતરપિંડી ન થવી જોઈએ. જો પતિ-પત્નીનો સંબંધ મજબૂત બનાવવો હોય તો જીવનમાં ક્યારેય એવું કામ ન કરો, જે છેતરપિંડી જેવું હોય.

અસત્ય

ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીના સંબંધોમાં અસત્યને કોઈ અવકાશ નથી. એક વખત સંબંધોમાં જૂઠનું સત્ય બહાર આવી જાય છે, પછી સંબંધ નબળા પડવા લાગે છે અને તેથી જૂઠથી અંતર રાખવું વધુ સારું છે. પતિ-પત્નીએ એકબીજા પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ.

સર્વોપરીતા

ઘણીવાર સંબંધમાં રહેલા લોકો પોતાને એકબીજાથી ઉપર માનવા લાગે છે. ચાણક્ય નીતિ અનુસાર વિવાહિત જીવનમાં આ વર્તન એક મોટી ભૂલ સમાન છે. પતિ-પત્નીએ હંમેશા એકબીજાને સમાન માનવા જોઈએ અને આમ કરવાથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે છે.

ગુસ્સો

આચાર્ય ચાણક્યના મતે ગુસ્સો કોઈપણ સંબંધને એટલો નબળો બનાવી શકે છે કે તેના સામે ટકી રહેવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. વિવાહિત જીવનમાં પતિ કે પત્નીએ હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. હકીકતમાં, ગુસ્સામાં કરવામાં આવેલા દુર્વ્યવહાર વસ્તુઓને સામાન્ય થવા દેતું નથી. તેથી, ગુસ્સે થવાને બદલે કોઈપણ પરિસ્થિતિમાં સમજી વિચારીને વર્તન કરતા શીખો.

નોંધ- આ લેખ અને વિગતો વાચકોનાં જ્ઞાનને વધારવા માટે વિવિધ રેફરન્સનાં આધારે લખવામાં આવ્યો છે. આ તમામ બાબતને લઈ ટીવીનાઈન સંપુર્ણ પણે સંમત જ છે તેમ માનવુ નહી

 

આ પણ વાંચો: Chanakya Niti : તમારે દુશ્મનોને હરાવવા છે ? તો હંમેશા યાદ રાખો આચાર્ય ચાણક્યની આ 3 વાત

આ પણ વાંચો: Chankya Tips: સારા સ્વાસ્થ્ય માટે શું કહે છે ચાણક્ય નીતિ ? શેને તે ગણે છે ઝેર

Next Article