National Toast Day: આજે નેશનલ ટોસ્ટ ડે પર જાણો સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાન કારક છે ટોસ્ટ ?
કેટલાક લોકો એવા હોય છે જે દિવસમાં ચા પીવે તેટલી વખત ટોસ્ટ ખાય છે, પછી તે સવારના નાસ્તામાં હોય કે સાંજનો નાસ્તામાં.

દર વર્ષે રાષ્ટ્રીય ટોસ્ટ દિવસ ફેબ્રુઆરીના છેલ્લા ગુરુવારે ઉજવવામાં આવે છે અને આ વખતે તે 23મી ફેબ્રુઆરી એટલેકે આજે નેશનલ ટોસ્ટ ડે છે. મોટા ભાગના લોકોને ટોસ્ટ ખુબ જ પસંદ હોય છે કારણકે તે ક્રિસ્પી અને સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો ચાની સાથે રસ્ક અથવા ટોસ્ટ ખાવાની આદત હોય છે, જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે દિવસમાં ચા પીવે તેટલી વખત ટોસ્ટ ખાય છે, પછી તે સવારના નાસ્તામાં હોય કે સાંજનો નાસ્તામાં.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટોસ્ટ તમારા સ્વાસ્થ્ય માટે કેટલા નુકસાન કારક છે. ટોસ્ટ મેંદામાંથી બને તેમા પણ તેને બનાવવા માટે ઘણી પ્રોસેસ કરવામાં આવે છે તેમજ તેને બનાવવા માટે એક પ્રકારની યિસ્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.
તેમજ ટોસ્ટ એ બ્રેડનું ડિહાઈડ્રેટેડ અને ખાંડ ભરેલું સંસ્કરણ છે, જે તેને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તે ટ્રાન્સ ફેટ, ખાંડ અને ગ્લુટેનથી ભરેલું છે, જે ધીમે ધીમે મેટાબોલિક સ્વાસ્થ્યને અસર કરે છે. જે જાડાપણાનું કારણ તેમજ કેટલીક ગંભીર બિમારીઓ પણ કરી શકે છે. અક રિપોર્ટ મુજબ તો ટોસ્ટમાં બ્રેડ કરતાં પણ વધુ કેલરી હોય છે. 100 ગ્રામ ટોસ્ટમાં અંદાજે 407 ગ્રામ કેલરી હોય છે. ચાલો જાણીએ શા માટે ટોસ્ટ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ટોસ્ટ ખાવાથી થાય છે આ ગંભીર બિમારી
- ટોસ્ટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. કારણ કે તેમાં મેંદાનો લોટ, તેલ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે, આ વસ્તુઓ ખાવાથી કોલેસ્ટ્રોલનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં રસ્ક હાર્ટ એટેકનું કારણ બની શકે છે. હાર્ટના દર્દીઓએ આવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.
- ટોસ્ટ ખાવાથી આપણી પાચનતંત્રને વધુ કામ કરવું પડે છે કારણ કે ટોસ્ટને એટલે કે મેંદાની વસ્તુને ડાયજેસ્ટ થતા લગભગ 18થી 20 કલાકનો સમય લાગે છે તેમજ તે તમારા પેટમાં ચોટી પણ જાય છે તેથી પાચનતંત્રને મોટું નુકસાન થવાનું જોખમ રહે છે.
- ટોસ્ટમાં સુગર હોવાથી તે લોહીમાં તેલ અને સુગર હોવાને કારણે દરરોજ ટોસ્ટનો ઉપયોગ કરવાથી શુગરનું પ્રમાણ વધવા લાગે છે, જેના કારણે સ્ટ્રોકનો ભય રહે છે.
- ટોસ્ટ સ્થૂળતા વધારે છે અને સ્થૂળતા ઘણા રોગોને આમંત્રણ આપે છે, સ્થૂળતાને કારણે આપણે બીજી ઘણી સમસ્યાઓની ઝપેટમાં આવી શકી છે . મોટાભાગના લોકોના મોટાપણા માટે ટોસ્ટ અને ચા જવાબદાર હોય છે.
- ટોસ્ટ કે મેંદાની વસ્તુ મગજની શક્તિ નબળી પડી દેય છે. ટોસ્ટ ખાવાથી આપણા મગજની શક્તિ ઓછી થવા લાગે છે, તેની અસર યાદશક્તિ પર પણ પડે છે, આપણે આપણી પહેલી વસ્તુઓને સંપૂર્ણ રીતે યાદ રાખી શકતા નથી.
- લોટ, ખાંડ અને ઘી માંથી બનેલ ટોસ્ટ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, તેથી તેને ખાવાથી આપણી થાઈરોઈડ રોગ પણ થઈ શકે છે, જેના કારણે આપણું મેટાબોલિઝમ નબળું પડવા લાગે છે. જો લાંબા સમય સુધી ટોસ્ટનું સેવન સતત કરવામાં આવે તો થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે.
- ટોસ્ટ પાચનમાં ખૂબ જ ભારે હોય છે, તેથી તેને ખાવાથી આપણી પાચન તંત્રને વધુ કામ કરવું પડે છે, કારણ કે તેમાં પ્રોસેસ્ડ મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ લોકો ઘઉંના ટોસ્ટ પણ ખાતા હોય છે અને કહે છે કે આ હેલ્દી છે પણ ઘઉંના લોટને પણ ટોસ્ટ બનાવવા પ્રોસેસ્ડ કરવામાં આવે છે જે તેની પોષ્ટિકતા ગુમાવી દેય છે અને તેટલો જ હાર્મફુલ બને છે કે જેટલા મેંદાના ટોસ્ટ. તો તેને પચવામાં સમય લાગે છે, જેના કારણે પેટમાં ગેસની સમસ્યા શરૂ થાય છે.
- આ કારણે ઉપર સૂચવ્યા મુજબ, ટોસ્ટ પચવામાં મુશ્કેલ છે, જે કબજિયાત તરફ દોરી જાય છે.