AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suji Roll Recipe : ઘર પર જ ટ્રાય કરો સોજીના રોલ, હેલ્થમાં છે બેસ્ટ અને બની જશે ફટાફટ

Home made semolna roll: સોજીથી તમે હલવો અને ઉપમાં તો બનાવ્યા જ હશે, પરંતુ શું તમે સોજીની ખાંડવી ટાઇપ રોલ ટ્રાઇ કર્યા છે ? નાસ્તા અને બ્લેકફાસ્ટમાં ખવાતી આ રેસીપી ન માત્ર બનાવવામાં સરળ છે પરંતુ તે ટેસ્ટમાં પણ બેસ્ટ છે.

Suji Roll Recipe : ઘર પર જ ટ્રાય કરો સોજીના રોલ, હેલ્થમાં છે બેસ્ટ અને બની જશે ફટાફટ
Suji Roll Recipe
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2023 | 5:10 PM
Share

Suji Roll recipe: જો તમે નાસ્તામાં કેટલીક સ્વાદિષ્ટ અને સરળતાથી તૈયાર વસ્તુઓ બનાવવા માંગતા હો, તો સોજીના રોલ બનાવો. તેનો સ્વાદ લીલી ચટણી સાથે સરસ લાગે છે. તેને બનાવવાનું ખૂબ જ સરળ છે. સોજીની પેસ્ટ તૈયાર કરી તેને કઢાઇમાં પાણીની વરાળની મદદથી પકાવો, આવો જાણીએ તેની પુરી પ્રોસેસ.

Suji Roll Ingredients: સામગ્રી

સોજી- 1 કપ મેંદો- 2 મોટી ચમચી આદુ-1 ટુંકડો દહીં- 1/2 કપ નમક- સ્વાદ અનુસાર પાણી- અડધો કપ ચિલી ફ્લેક્સ- 1 મોટી ચમચી લીલા મરચા- 2-3 જીંણા કાપેલા મીઠો લીમડો- 5-6 પાન લીલા ધાણા- બારીક કાપેલા

How to make Suji Roll: સૂજીના રોલ બનાવવાની વીધી :

સોજીના રોલ બનાવવા માટે, સૌ પ્રથમ, સોજીને મિક્સરમાં નાખો અને તેને હળવાશથી ગ્રાઇન્ડ કરો. હવે ઉપરથી આદુ, પાણી, મીઠું, દહીં ઉમેરો. હવે મિક્સર ચાલુ કરો અને સોજીની પેસ્ટ તૈયાર થશે. એક બાઉલમાં કાઢીને પછી તેમા ચીલી ફ્લેક્સ, બારીક કાપેલા મરચા, લીલા ધાણા, અને લીમડાના પાન મીક્સ કરો.

હવે કઢાઇને ગેસ પર રાખો અને તેમાં પાણી ઉમેરીને તેને ઉકાળો. પાણીની ઉપર એક બાઉલ રાખો અને બાઉલની ઉપર એક પ્લેટ મૂકો. હવે આ પ્લેટ પર સોજીના બેટરને ફેલાવી દો. 4-5 મિનિટ પછી તમે જોશો કે પ્લેટ પર રાખવામાં આવેલું સોજીનું બેટર આપમેળે જ પાકી ગયું છે. હવે તેને કાઢી લો, હલે ચપ્પુની મદદની પ્લેટ પર આંકા પાડી લો, બાદમાં એક એક કરીને દરેક કાપાને રોલ રોલ વાળો, તમારા સોજીના રોલ તૈયાર, લીલી ચટણી કે ટમેટો કેચઅપ સાથે તેને માણો.

સોજીની રેસીપી તો આપણે જાણી પરંતુ શું તમે જાણો છો, તેના ફાયદા ? આવો આજે જાણીએ સોજીના બેનીફિટ વીષે

1. સોજીનો ગ્લાસેમિક ઇન્ડેક્સ ઘણું ઓછું હોય છે. એટલા માટે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ખોરાક છે.

2. જો તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો સોજીનો તમારા ડાયટમાં સમાવેશ કરો. તેમાં ખુબ પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચનતંત્રને સારું રાખવામાં મદદ કરે છે.

3. બોડીમાં એનર્જી બનાવવા માટે વિટામીન. ખનિજ અને અન્ય પોષક તત્વોની જરૂર હોય છે અને આ બધું સોજીમાં ભરપૂપ પ્રમાણમાં હોય છે. સોજી હાર્ટ અને કિડનીની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે.

4. સોજીમાં આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેને ખાવાથી એનીમિયા રોગ શક્યતા રહેતી નથી અને જો તમે આ રોગનો શિકાર છો તો આ ખાવાી લોહીની ખામી પૂરી થાય.

5. સોજીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું ની એટલા માટે તે લોકો માટે સારી છે જેનું કોલેસ્ટ્રોલ વધી જાય છે.

g clip-path="url(#clip0_868_265)">