Mother’s Day 2022: જાણો ક્યારથી ઉજવવામાં આવે છે મધર્સ ડે અને શું છે તેનો ઈતિહાસ

|

May 08, 2022 | 7:00 AM

Mother’s Day 2022: દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને Mother’s Day તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાની માતાને ગીફ્ટ, શુભેચ્છા આપે છે અને માતા પ્રત્યે લાગણી અને પ્રેમ વ્યક્ત કરે છે.

Mother’s Day 2022: જાણો ક્યારથી ઉજવવામાં આવે છે મધર્સ ડે અને શું છે તેનો ઈતિહાસ
Mother's Day 2022

Follow us on

માતા ભગવાનની સૌથી સુંદર રચનામાંની એક છે. મા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના સમગ્ર જીવનકાળ દરમિયાન તેના બાળકને પ્રેમ કરે છે. ચાર્લ્સ બેનેટો નામના લેખકે માતાની સુંદર વ્યાખ્યા આપી હતી અને કહ્યું હતું કે “જ્યારે તમે તમારી માતાને જોઈ રહ્યા છો, ત્યારે તમે શુદ્ધ પ્રેમને જોશો.” માતા વિશે જેટલું પણ લખીએ તે ઓછું જ છે. એક બાળક માટે માતા કરતાં વધારે કોઈ મહત્વનું નથી. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને Mother’s Day તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 મેના રોજ મધર્સ ડે (Mother’s Day 2022)ની ઉજવણી કરવામાં આવશે.

चलती फिरती हुई आखों से अज़ान देखी है, मैंने जन्नत तो नहीं देखी है मान देखी है.- મુનવ્વર રાણા લખેલી આ પંક્તિઓ માતાનું મહત્વ સમજવા માટે પૂરતી તો નથી, પરંતુ તેની સુંદરતા વ્યક્ત કરવામાં યોગ્ય સાબિત થાય છે. આજે મધર્સ ડે છે, મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જો કે માતા માટે કોઈ એક જ દિવસ નક્કી કરવામાં નથી આવતો, પરંતુ તે અલગ વાત છે કે માતા માટે ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસ આપણી તમામ તકલીફોને અવગણીને બાળકોની દરેક ખુશીનું ધ્યાન રાખતી માતા પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે.

આજે આપણે મધર્સ ડેની હિસ્ટ્રી વિશે જાણીશું

આ રીતે શરૂ થયો મધર્સ ડે

મધર્સ ડે વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. તેમાંથી આ એક છે મધર્સ ડેના ખાસ દિવસની શરૂઆત અમેરિકાથી થઈ હતી. વર્જિનિયામાં આના જાર્વિસ નામની એક કાર્યકર મહિલા દ્વારા કરવામાં આવી હતી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. હકીકતમાં એના ન માત્ર પોતાની માતાને પ્રેમ કરતી હતી, પરંતુ તે તેના માટે પ્રેરણા પણ હતી. તે હંમેશાં પોતાની માતા સાથે રહેતી હતી અને ક્યારેય લગ્ન કર્યા નહોતા. માતાના અવસાન બાદ તેમને માન આપવામાં માટે તેમણે 1908માં આ ખાસ દિવસની શરૂઆત કરી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વર્જિન મેરીનો દિવસ મધર્સ ડે

તે ઉપરાંત ક્રિશ્ચિયન સમુદાયના લોકો પણ આ દિવસને વર્જિન મેરીનો દિવસ માને છે. આ દિવસે યુરોપ અને બ્રિટેનમાં મધરિંગ સન્ડે પણ મનાવવામાં આવે છે. મધર્સ ડે સાથે જોડાયેલી એક અન્ય માન્યતા પ્રમાણે તેની શરૂઆત ગ્રીસથી થઈ હતી. અહીં લોકો પોતાની માતાને ખૂબ જ માન આપતા હતા, એટલા માટે માતા પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે આ દિવસે તેમની પૂજા કરે છે. માન્યતાઓ અનુસાર સ્યબેસે ગ્રીસ દેવતાઓની માતા હતી અને મધર્સ ડેના દિવસે તેમની પૂજા કરવામાં આવતી હતી.

9 મે 1914ના રોજ કાયદો પસાર થયો

અમેરિકન પ્રેસિડન્ટ વૂડ્રો વિલ્સને 9 મે 1914માં એક કાયદો પસાર કર્યો હતો, જેના અનુસાર મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. તમામના જીવનમાં એક અતુલ્ય યોગદાન આપનારી માતા આ ધરતી પર ભગવાનનું જ રૂપ નથી પણ દરેક બાળક માટે પ્રથમ શિક્ષક અને મિત્રની ભૂમિકા પણ નિભાવે છે.

Next Article