Monsoon Tips : ચોમાસામાં મચ્છરોને તમારા ઘરથી રાખો દૂર, આ ટિપ્સ કરો ફોલો

|

Jun 22, 2022 | 6:05 PM

Mosquito Problem In monsoon : આપણે જાણીએ છે કે ચોમાસામાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે. આ મચ્છરો પોતાની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. એટલા માટે ચોમાસામાં મચ્છરોને પોતાના ઘરથી દૂર રાખવા કેટલાક ખાસ પગલા લેવા જરુરી છે.

Monsoon Tips : ચોમાસામાં મચ્છરોને તમારા ઘરથી રાખો દૂર, આ ટિપ્સ કરો ફોલો
Awareness is imperative to prevent mosquito-borne fever and epidemics
Image Credit source: file photo

Follow us on

ચોમાસાની શરુઆત થતા લોકોમાં આંનદ છવાઈ જતો હોય છે. જે ખેડૂતો પોતાના ચોમાસા પાક માટે વરસાદની રાહ જોતા હોય છે, તેવા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળે છે. ચોમાસાનો આ વરસાદ આકરી ગરમીથી રાહત આપે છે. પરંતુ આ ઋતુ તેની સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. વરસાદ અને હવામાનમાં ઠંડકનો અહેસાસ શ્રેષ્ઠ હોય છે, પરંતુ આ ઋતુમાં આપણા શરીરને અનેક બીમારીઓ પણ અસર કરે છે. આ રોગો પાછળનું મુખ્ય કારણ મચ્છરોની સમસ્યા છે. મચ્છરોના (Breathing Problem) કરડવાથી લોકોને તાવ, શ્વાસ (Mosquito Problem) લેવામાં તકલીફ અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આપણે જાણીએ છે કે ઘરની અંદર કે આસપાસ ચોખ્ખું પાણી સ્થિર ન થવા દેવું જોઈએ અથવા ત્યાં કોઈ ગંદકી હોવી જોઈએ નહીં.

કેટલાક ખાસ પગલાની મદદથી આપણે આ ખતરનાક મચ્છરોને પોતાના ઘરથી દૂર રાખી શકીએ છે. ચાલો જાણીએ એવા અસરકારક ઉપાય જેનાથી આપણે ચોમાસામાં મચ્છરોમા ત્રાસથી બચી શકીએ છે.

કૂપર

કપૂરથી સંબંધિત ઉપાય એક કુદરતી ઉપચાર છે, જેનો ઉપયોગ મચ્છરોથી છુટકારો મેળવવા માટે લાંબા સમયથી કરવામાં આવે છે. બજારમાં કપૂરના ઘણી રીતે ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને તમે મચ્છરોને મારી શકો છો. જો તમે ઈચ્છો તો બજારમાં મળતી ગોળીઓનો ઉપયોગ કરીને પણ રાહત મેળવી શકો છો. આ માટે કપૂર લો , તેને ગરમ પાણીમાં નાખો અને તેને ઘરમાં રાખો. આ પદ્ધતિથી મચ્છરો દૂર થઈ શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેલ

લવંડર અને ટી ટ્રી ઓઇલની સુગંધ મચ્છરોને ખૂબ પરેશાન કરે છે. ચોમાસામાં મચ્છર મોટી સંખ્યામાં ઘરમાં આવે છે, તેથી તમે આ તેલને ત્વચા પર લગાવીને તેનાથી તમે પોતાને બચાવી શકો છો. તમારે સાંજે આ તેલનો ઉપયોગ જરુરથી કરવો જોઈએ.

છોડ

મચ્છરોને ઘરમાં પ્રવેશતા અટકાવવા માટે તમે ઘરેલું ઉપાય અપનાવી શકો છો. તમારે ઘરમાં કેટલાક એવા છોડ લગાવવા પડશે જેની ગંધ મચ્છરોને બિલકુલ પસંદ નથી હોતી. કહેવાય છે કે તુલસીનો છોડ મચ્છરોને ખૂબ પરેશાન કરે છે. એટલું જ નહીં, તે મચ્છરોને મારવામાં પણ ઉપયોગી છે. તમે તેને ઘરના મુખ્ય દરવાજા પર અથવા જ્યાંથી મચ્છર વારંવાર આવે છે ત્યાં રાખી શકો છો. આ સિવાય તમે લેમન ગ્રાસ, લેમન બામ, રોઝમેરી અને લવંડર પ્લાન્ટની પણ મદદ લઈ શકો છો.

Next Article