ચોમાસાની એન્ટ્રી સાથે જ ગુજરાતમાં દૂર્ઘટના, ડૂબી જવાના કારણે બે સગીર સહિત ચાર લોકોના મોત

સુરત જિલ્લાની (Surat District) કોસંબા પોલીસે ડૂબી જવાથી મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સાથે જ પોલીસે બંને બાળકોના મૃતદેહને માંગરોળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા છે.

ચોમાસાની એન્ટ્રી સાથે જ ગુજરાતમાં દૂર્ઘટના, ડૂબી જવાના કારણે બે સગીર સહિત ચાર લોકોના મોત
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 9:00 AM

ગુજરાતના સુરત (Surat) અને વલસાડ જિલ્લામાં(Valsad District)  બે અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી બે સગીર સહિત ચારના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના રહેવાસી મહેન્દ્ર મલેક અને તેનો પિતરાઈ ભાઈ રેહાન પઠાણ રવિવારે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યાં બંને બાળકો તળાવ પાસે ફરવા ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ. જે બાદ પરિવારજનોએ રેહાન અને મહનૂરના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. આ મામલે કોસંબા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે પોલીસે બંને બાળકોના મૃતદેહને માંગરોળના (Mangrol taluka) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપ્યા છે.

બે બાળકો સહિત ચાર લોકોના મોત

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સુરત જિલ્લાના મૃતક રેહાન પઠાણના પિતા ઈલ્યાસ પઠાણે(ilyas Paythan)  જણાવ્યું કે, મેહનુર માંગરોળ તાલુકાના મોતી નરોલી ગામમાં રહેતી મારી બહેનની પુત્રી છે. જ્યાં મહનૂર અને તેનો મોટો ભાઈ ફરહાન થોડા દિવસ મારા ઘરે રહેવા આવ્યા હતા. રવિવારે સાંજે મહનૂર, ફરહાન અને રેહાન તળાવ પાસે ન્હાવા ગયા હતા. જ્યાં મહનૂર અને રેહાન તળાવના ઉંડા પાણીમાં લપસી ગયા હતા. આ દરમિયાન ફરહાન (Farhan) ઘરે આવ્યો અને પરિવારને જાણ કરી, પરંતુ ત્યાં સુધીમાં બંને બાળકો ડૂબી ગયા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

મૃતદેહને શોધવાના પ્રયાસ

બીજા બનાવમાં વલસાડ તાલુકાના ડુંગરા ગામના રહેવાસી અજીત ચૌહાણ અને બાબુ વાલ્મીકી રવિવારે સાંજે તેમના ગામ નજીક દમણગંગા નદીમાં તરવા દરમિયાન ડૂબી ગયા હતા.અકસ્માતની માહિતી મળતા ડુંગરા પોલીસ(Dungara Police)  અને વલસાડ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત પડોશી ગામ ચંદ્રપુરના લાઈફ સેવર ગ્રુપના સ્વયંસેવકો પણ ઘટનાસ્થળે તાબડતોડ પહોંચ્યા હતા. જ્યાં રવિવારે મોડી સાંજે અજીતનો મૃતદેહ મળી આવ્યો હતો.પરંતુ હજુ સુધી બાબુની લાશ મળી શકી નથી. હાલમાં ડાઇવર્સ તેના મૃતદેહને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">