Lifestyle: જો ઘરઆંગણે છે પારિજાતનું વૃક્ષ તો તમે છો નસીબદાર, આરોગ્ય માટે આ કરાવે છે ફાયદા

|

Oct 12, 2021 | 9:20 PM

પારિજાતના પાંદડાનો ઉપયોગ તાવ, ખાંસી, સિયાટિકા તેમજ કબજિયાત જેવા રોગોને દૂર કરવા માટે થાય છે. તેના પાંદડાની પેસ્ટ બનાવીને અથવા તેમાંથી રસ કાઢવાથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે અને પાચન શક્તિ પણ વધે છે.

Lifestyle: જો ઘરઆંગણે છે પારિજાતનું વૃક્ષ તો તમે છો નસીબદાર, આરોગ્ય માટે આ કરાવે છે ફાયદા

Follow us on

પારિજાતના(Parijat) ફૂલો માત્ર દેખાવમાં જ સુંદર નથી પણ તે આરોગ્ય (Health) માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફૂલની સુગંધ મન પર એક જાદુઈ અસર કરે છે. તેને સૂંઘ્યા પછી મન શાંત થઈ જાય છે અને તમે તણાવમુક્ત અનુભવો છો. આ ફૂલ હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પારિજાતના 15-20 ફૂલો અથવા તેમાંથી બનાવેલા રસનું સેવન કરવાથી હૃદયને લગતી ઘણી બિમારીઓથી બચી શકાય છે.

 

ફૂલોનો ઉપયોગ

પારિજાતના ફૂલોમાંથી તૈયાર કરેલા તેલમાં એલર્જી વિરોધી ગુણધર્મો છે, જે વિવિધ ફંગલ અને બેક્ટેરિયલ ચેપને અટકાવવામાં મદદ કરે છે. તેના તેલનો ઉપયોગ ઘણા બધા બ્યુટી પ્રોડક્ટ્સમાં થાય છે, જેમ કે બોડી સીરમ અને ફેસ ક્રિમ. તે તમને દોષરહિત ત્વચા મેળવવા માટે પણ મદદ કરે છે. સંધિવા અને ડેન્ગ્યુ પછી હાડકામાં થતા દુખાવામાં રાહત મેળવવા માટે તેના તેલથી માલિશ કરવાથી પણ રાહત મળે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

પેટ સંબંધિત બિમારીઓ જેવી કે ગેસ અપચોને ઓછો કરવા ઉપરાંત આ ફૂલોનો સીધો ઉપયોગ પેટની બીજી બિમારીઓ દૂર કરવા માટે પણ કરી શકાય  છે. પારિજાતના ફૂલો સિવાય તેના વૃક્ષના દરેક ભાગને આયુર્વેદમાં ઔષધ માનવામાં આવે છે. પારિજાતના ફૂલો, પાંદડા, દાંડી અને બીજનો ઉપયોગ કરીને તેમાંથી વિવિધ બ્યુટી પ્રોડક્ટો પણ બનાવવામાં આવે છે. તે મન, હૃદય, પેટ અને શરીરના દરેક ભાગ માટે ફાયદાકારક છે.

 

પાંદડાઓનો ઉપયોગ

પારિજાતના પાંદડામાંથી તૈયાર કરાયેલી હર્બલ ચા, એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર છે, તે થાક દૂર કરવામાં અને મનને શાંત કરવામાં મદદરૂપ થાય છે. પારિજાતના પાંદડાનો ઉપયોગ તાવ, ખાંસી, સિયાટિકા તેમજ કબજિયાત જેવા રોગોને દૂર કરવા માટે થાય છે. તેના પાંદડાની પેસ્ટ બનાવીને અથવા તેમાંથી રસ કાઢવાથી ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે અને પાચન શક્તિ પણ વધે છે.

 

દાંડીનો ઉપયોગ

પારિજાતની છાલમાંથી તૈયાર કરેલા પાઉડરનો ઉપયોગ સાંધાનો દુખાવો અને મેલેરિયામાં રાહત માટે થાય છે. જો લાંબા સમયથી તાવ આવતો હોય તો પારિજાતની થોડી છાલ લઈને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને તાવમાં રાહત મળે છે.

 

બીજનો ઉપયોગ

જો તમને પાઈલ્સની સમસ્યા હોય તો રોજ પારિજાતના બેથી ત્રણ બીજ ખાવાથી રાહત મળે છે.

 

નોંધ: પારિજાત ફૂલો અને તેનો કોઈપણ ભાગ કોઈપણ રોગમાં ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો.

આ પણ વાંચો : Health : ઘરના મસાલાના ડબ્બામાં છુપાયેલો છે વજન ઘટાડવાનો નુસખો, વાંચો કયો છે એ મસાલો ?

 

આ પણ વાંચો : તમારા વાળ જણાવશે તમારા આરોગ્યની સ્થિતી, આ સંકેતોને ઓળખો અને જાણો તમારા આરોગ્ય વિશે

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article