માસ્કના કારણે લિપસ્ટિક થઇ રહી છે ખરાબ? આ ટિપ્સ લિપસ્ટિકને ખરાબ થતા બચાવશે

|

Nov 17, 2021 | 1:53 PM

માસ્કના કારણે મેકઅપ અને ખાસ કરીને લિપસ્ટિકની શોખીન મહિલાઓને મુશ્કેલીઓ પડે છે પરંતુ કેટલીક મેકએપ કિટમાં જ રહેલી વસ્તુઓ સાથે ટ્રીક્સ અપનાવવાથી જ લિપસ્ટિકને ખરાબ થતા રોકી શકાય છે.

માસ્કના કારણે લિપસ્ટિક થઇ રહી છે ખરાબ? આ ટિપ્સ લિપસ્ટિકને ખરાબ થતા બચાવશે
Lipstick Tips

Follow us on

મહિલાઓ(Women)ને કોઇ લગ્ન સમારોહ કે અન્ય ફંકશનમાં જવાનું હોય અને સાથે માસ્ક(Mask) પણ પહેરવુ ફરજીયાત(Mandatory) હોય ત્યારે મહિલાઓને મેકઅપ ખરાબ થવાની સમસ્યા સતાવતી હોય છે. ખાસ કરીને માસ્ક પહેરવાથી લિપસ્ટિક(Lipstick) ફેલાઇ જવાનો, ઝાંખી થઇ જવાનો અને ચહેરા પર ફેલાઇ જવાનો ડર રહે છે ત્યારે અમારી કેટલીક ટિપ્સ(Tips) તમને ખૂબ જ ફાયદાકારક નીવડશે

મેકઅપ કરવાનું અને લિપસ્ટિક લગાવવાનું પસંદ કરતી મહિલાઓ માટે માસ્ક મુશ્કેલીઓ સર્જે છે. માસ્કને કારણે ઘણા લોકોને ત્વચા પર ફોલ્લીઓ પણ થઇ જાય છે ત્યારે કઇ રીતે લિપસ્ટિકને માસ્ક સાથે પણ યોગ્ય રીતે રાખી શકીએ તેની ટિપ્સ તમને જણાવીએ

1. લિપસ્ટિક પહેલા લિપ બામ લગાવવું

લિપસ્ટિક લગાવવાની 10 મિનિટ પહેલા લિપ બામ લગાવો. લિપસ્ટિક લગાવવાના 10 મિનિટ પહેલા લિપ બામ લગાવવાથી તે હોઠ પર સંપૂર્ણ રીતે સેટ થઈ જાય છે. આ લિપસ્ટિકને યોગ્ય રીતે જાળવી રાખવા માટે સંપૂર્ણ આધાર તરીકે કામ કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

2. લિપ લાઇનરના મહત્વપૂર્ણ

ઘણી મહિલાઓ ઘણીવાર લિપ લાઇનરના મહત્વની અવગણના કરે છે. પરંતુ લિપ લાઈનર હોઠ પરની તિરાડને ભરે છે અને હોઠને સંપૂર્ણ દેખાવ આપે છે અને લિપસ્ટિક સેટ કરે છે. લિપ લાઇનર લિપ બોર્ડરની તિરાડોને ભરવાનું કામ કરે છે અને લિપસ્ટિક બોર્ડરની બહાર ફેલાવાની શક્યતા ઘટી જાય છે.

3. મેટ લિપસ્ટિક લગાવવી

ક્રીમી લિપસ્ટિક લગાવવાથી તે માસ્ક પર ખૂબ જ જલ્દી ફેલાઇ જાય છે. મેટ લિપસ્ટિક માસ્કથી ભુંસાઇ જવાની શક્યતા ખૂબ જ ઓછી રહે છે. મેટ લિપસ્ટિક હોઠ પર સુકાઇ જાય છે જેથી તે ફેલાતી નથી. લિપ બામ લગાવ્યા પછી તમારા હોઠ હાઇડ્રેટ રહેશે અને તે પછી સારી સ્મજ પ્રૂફ લિપસ્ટિક લગાવવી યોગ્ય રહેશે.

4. છૂટક પાવડરનો ઉપયોગ કરો

જો તમારી પાસે ક્રીમી લિપસ્ટિક હોય, તો તમે તેને ઘરેલુ ઉપાયથી ડ્રાય કરી શકો છો. જેથી તે ફેલાતા અટકશે. લિપસ્ટિક લગાવ્યા પછી કોઇ લૂઝ પાવડર તેના પર લગાવવો. જો કે પાવડર ખૂબ જ ઓછી માત્રામાં લગાવવો જેથી તે લિપસ્ટિકના પિગમેન્ટેશન પર અસર ન કરે. પાવડર છાંટ્યા પછી 5-7 મિનિટ પછી જ માસ્ક પહેરવુ જેથી લિપસ્ટિકની ડ્રાયનેસ રહી શકે.

5. લિપ બેઝ તૈયાર કરો

બજારમાં ઘણા લિપ પ્રાઈમર પણ ઉપલબ્ધ છે અને તમે તેના પર ફાઉન્ડેશન પણ વાપરી શકો છો. તમે પ્રાઈમર તરીકે નોર્મલ એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો અને પછી તમે તેના પર સ્કિન ફાઉન્ડેશન લગાવી શકો છો. લિપ બેઝ તૈયાર કરવાની આ એક સરળ રીત છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો, CRPFના બે જવાન ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?

 

Next Article