જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો, CRPFના બે જવાન ઇજાગ્રસ્ત

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પલ્હલાન ચોક પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. જે બાદ બે CRPF અર્ધલશ્કરી દળના જવાનો અને એક નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા.

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડથી હુમલો, CRPFના બે જવાન ઇજાગ્રસ્ત
Two CRPF personnel injured in grenade attack in Jammu and Kashmir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:48 PM

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)માં આતંકની કહાની પુરી થવાનું નામ જ નથી લઇ રહી. સરહદ પર પાકિસ્તાન તરફથી વારંવાર આતંકી હુમલાની ઘટનાઓ યથાવત રહે છે.  ફરી એક વાર આતંકવાદીઓએ(Terrorists) જમ્મુ-કાશ્મીરમાં હુમલો(Attack) કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પલ્હાલન પાટણમાં ગ્રેનેડ હુમલો(Grenade attack) કર્યો છે. જેમાં સીઆરપીએફ(CRPF)ના 2 જવાન ઇજાગ્રસ્ત થયા છે.

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પલ્હલાન ચોક પર શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. જે બાદ બે CRPF અર્ધલશ્કરી દળના જવાનો અને એક નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા.

પોલીસ અધિકારીનું નિવેદન એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ CRPF પાર્ટી પર ગ્રેનેડ ફેંક્યો. આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને શ્રેપનલ લાગી હતી. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.

વિસ્તારને કોર્ડન કરાયો ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. કમલ કોટ ઉરી વિસ્તારમાં સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ જોયા બાદ ભારતીય સેનાએ ફાયરિંગ કર્યુ હતું. ભારતીય સેનાના જવાનોએ ઉરી સેક્ટરમાં પાકિસ્તાની સેના સમર્થિત આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

બે આતંકવાદીઓને ઠાર કર્યા બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદનો સફાયો કરવાની કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સેના સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસઓજીએ ચોક્કસ માહિતીને આધારે હાઇપરપોરા નજીક રહેણાંક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અહીં બે આતંકવાદીઓ ફસાયા હોવાનું માનવામાં આવતું હતું, હવે બંનેને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.

હાલમાં જ ગુપ્તચર એજન્સીઓએ ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. જે 38 આતંકવાદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં 27 લશ્કરના અને બાકીના 11 જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. સેના હવે તેમને શોધી તેમનો સફાયો કરવામાં લાગી ગઇ છે.

આ પણ વાંચોઃ મચ્છરોનું બ્રીડિંગ રોકવા માટે પહેલી વારનો ડ્રોનનો થશે ઉપયોગ, દિલ્હીમાં ડેન્ગ્યૂને કાબુમાં લેવા થશે પ્રયોગ

આ પણ વાંચોઃ JUNAGADH : ગિરનારની ગોદમાં લીલી પરિક્રમામાં 1 લાખથી વધુ ભાવિકો ઉમટયાં, ભાવિકો કેમ થયા નારાજ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">