AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?

Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 12:54 PM
Share

Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર મળી ગયા છે. ચાલો જાણીએ આ બેંકનો કોને શું લાભ મળશે?

Rajkot: ગુજરાતની (Gujarat) પ્રથમ સ્કિન બેંકને (Skin Bank) પહેલા સ્કિન ડોનર (Skin Donor) મળી ગયા છે. પ્રોજેકટના ચેરમેન અમિત રાજાના 81 વર્ષીય પિતા નંદલાલ રાજાનું અવસાન થતા તેમને સ્કિન બેંકને જાણ કરી હતી. અને રાજા પરિવાર પહેલા સ્કીન ડોનર બન્યા હતા. સ્કિન બેંક દ્રારા મૃત્યુના 6 કલાક વિત્યા પહેલા ખાસ ટ્રિટમેન્ટ કરીને સ્કિન લેવામાં આવી હતી.

નંદલાલ રાજાના સ્કિન ડોનેશનથી બેંકને 18 યુનિટ જેટલી સ્કિન મળી છે. જે આગામી દિવસોમાં અનેક દાઝેલા દર્દીઓ માટે આર્શિવાદરૂપ સાબિત થશે. મહત્વનું છે કે હાલ સ્કિન બેંક દ્વારા નંદલાલભાઇએ ડોનેટ કરેલી સ્કિનને ક્વોરન્ટાઇન રાખવામાં આવી છે. આ સ્કિનનો કલ્સટર રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે જે રિપોર્ટ કર્યા બાદ તેને લોંગટાઇમ સ્ટોરેજ કરવામાં આવશે.

જણાવી દઈએ કે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા આ બેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્કિન બેંક દેશની 18મી સ્કિન બેંક છે. આ બેંક દાઝી ગયેલા દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. આ બેંકમાં ડેડબોડીમાંથી સ્કિન લીધા પછી ફ્રિઝમાં માઇનસ 80 ડિગ્રી તાપમાનમાં રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે સ્કિન લીધાના 5 વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાશે. જેનાથી દાઝી ગયેલા દર્દીઓને ડ્રેસિંગ અને દર્દમાંથી મુક્તિ મળશે.

 

આ પણ વાંચો: Rajkot: પ્રધાન પદ ગયા બાદ કુંવરજી બાવળિયા આક્રમક મૂડમાં, એક સાથે જનતાના 50 થી વધુ પ્રશ્નોનો કર્યો મારો

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

g clip-path="url(#clip0_868_265)">