AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Nepal Tour Package : સસ્તા પેકેજમાં નેપાળનો કરો પ્રવાસ, IRCTC આપી રહી છે મોટી તક

ભારતનો પાડોશી દેશ નેપાળ ફરવા માટે ખૂબ જ સારી જગ્યા છે. તમને અહીં એક કરતાં વધુ ધાર્મિક સ્થળો અને કુદરતી નજારો જોવા મળશે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) નેપાળ માટે સસ્તા ટૂર પેકેજ લઈને આવ્યું છે.

IRCTC Nepal Tour Package : સસ્તા પેકેજમાં નેપાળનો કરો પ્રવાસ, IRCTC આપી રહી છે મોટી તક
સસ્તા પેકેજમાં નેપાળનો પ્રવાસ કરો
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 3:17 PM
Share

નેપાળ કુદરતી સૌંદર્યની સાથે ધાર્મિક સ્થળો માટે પણ પ્રખ્યાત છે. દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં મુલાકાત લેવા આવે છે. આ દેશમાં હિમાલયના સુંદર નજારાનો આનંદ માણી શકાય છે. તમે અહીં તળાવના કિનારે બેસીને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો છો. જો તમે ઓછા બજેટમાં નેપાળની મુલાકાત લેવા માંગો છો, તો IRCTC લાવ્યું છે એક શાનદાર ઓફર. ચાલો જાણીએ તમામ મહત્વની વિગતો.

પેકેજ વિગતો

પેકેજનું નામ– Best of Nepal Ex Delhi

પેકેજ સમય – 5 રાત અને 6 દિવસ

મુસાફરીનો પ્રકાર – ફ્લાઇટ

સ્થળો – કાઠમંડુ, પોખરા

મળશે આ સુવિધાઓ

1. રહેવા માટે હોટલની સુવિધા ઉપલબ્ધ રહેશે.

2. બ્રેકફાસ્ટ અને ડિનરની સુવિધા ઉપલબ્ધ રહેશે.

3. તમને પ્રવાસ વીમાની સુવિધા પણ મળશે.

પ્રવાસ માટે આટલો ચાર્જ લેવામાં આવશે

1. જો તમે આ ટ્રિપ પર એકલા મુસાફરી કરો છો તો તમારે 40,000 રૂપિયા ચૂકવવા પડશે.

2. જ્યારે બે વ્યક્તિએ 31,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ફી ચૂકવવી પડશે.

3. ત્રણ લોકોએ પ્રતિ વ્યક્તિ 31,000 રૂપિયા ફી ચૂકવવી પડશે.

4. બાળકો માટે તમારે અલગ ફી ચૂકવવી પડશે. બેડ સાથે 30,000 અને બેડ વગર 24,000 આપવાના રહેશે.

આ પણ વાંચો :  IRCTC લઈને આવ્યુ ચારધામ યાત્રા માટે સ્પેશિયલ ટૂર પેકેજ, પરિવાર સાથે બનાવો પ્લાન

IRCTCએ ટ્વિટ કરીને માહિતી આપી

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે નેપાળના સુંદર સ્થળોની મુલાકાત લેવા માંગતા હોવ તો IRCTCના આ શાનદાર ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

આ રીતે તમે બુક કરાવી શકો છો

તમે આ ટૂર પેકેજ માટે IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકો છો. આ ઉપરાંત, બુકિંગ IRCTC પ્રવાસી સુવિધા કેન્દ્ર, ઝોનલ ઓફિસો અને પ્રાદેશિક કચેરીઓ દ્વારા પણ કરી શકાય છે. પેકેજ સંબંધિત વધુ માહિતી માટે, તમે IRCTC સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">