Independence Day 2022: સ્વતંત્રતા દિવસે તમારા ઘરે પરિવાર સાથે ટ્રાય કરો આ Snacks

|

Aug 14, 2022 | 10:17 PM

આ નાસ્તાનો (Snacks) આનંદ લેતા લેતા તમે આઝાદીનો ઉત્સવ ધામધૂમથી ઉજવી શકો છો.નીચે જણાવેલા નાસ્તા તમે આ અવસરે બનાવી શકો છો.

Independence Day 2022: સ્વતંત્રતા દિવસે તમારા ઘરે પરિવાર સાથે ટ્રાય કરો આ Snacks
Independence Day 2022
Image Credit source: file photo

Follow us on

15 ઓગસ્ટના રોજ આખો દેશ 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આખા દેશમાં અનેક સ્થળે આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi ka Amrit Mohotsav) કાર્યક્રમનું આયોજન થશે. સોસાયટીઓ અને શાળા-કોલેજમાં ધ્વજવંદનના કાર્યક્રમો થશે. આ દરમિયાન આ પર્વને યાદગાર બનાવવા માટે તમે કેટલાક સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો. આ નાસ્તો બનાવવામાં વધારે સમય નહીં લાગે. આ નાસ્તો મોટાથી લઈને નાના બાળક સુધી દરેકને ભાવશે અને પસંદ પણ આવશે. આ નાસ્તાનો (Snacks) આનંદ લેતા લેતા તમે આઝાદીનો ઉત્સવ ધામધૂમથી ઉજવી શકો છો. નીચે જણાવેલા નાસ્તા તમે આ અવસરે બનાવી શકો છો.

પનીર ચીઝ સેન્ડવીચ – પનીર સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા પનીર ભુર્જી તૈયાર કરો. હવે બ્રેડ લો. તે બ્રેડ પર સ્ટફિંગ ફેલાવો. તેની ઉપર બીજી બ્રેડ સ્લાઈસ મૂકો. હવે એક વાસણમાં ઘી ગરમ કરો. આ સેન્ડવીચ બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યારબાદ લીલી ચટણી સાથે પ્લેટ સર્વ કરો. આ સેન્ડવીચ ટેસ્ટી હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. તમારા પરિવાર આ સેન્ડવીચ ખૂબ જ ગમશે.

કોર્ન ચાટ- કોર્ન ચાટ બનાવવા માટે મકાઈને ઉકાળો. તેને ઠંડુ થવા દો. પછી બાઉલમાં નાખો. તેમાં મીઠું, મરચું પાવડર, ચાટ મસાલો અને જીરું પાવડર ઉમેરો. તેમાં સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચા, કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. તે બધુ બરાબર મિક્સ કરો. મકાઈની ચાટ તૈયાર છે, હવે તેને સર્વ કરો.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

સૂકી ભેલ – એક વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં 2 ચમચી મગફળી ઉમેરો. તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તેમાં થોડી કઢી પત્તા, થોડી હળદર અને મીઠું ઉમેરો. આ પછી તેમાં 2 કપ મમરા ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેને એક મોટા બાઉલમાં કાઢી લો. પાપડીના નાના-નાના ટુકડા કરી મિશ્રણમાં નાંખો. તેમાં સમારેલી ડુંગળી, સમારેલા ટામેટાં અને બાફેલા બટેટા, સમારેલો ચાટ મસાલો અને 2 ચમચી સેવ ઉમેરો. આ બધી વસ્તુઓ મિક્સ કરીને સર્વ કરો.

શક્કરિયાની ટિક્કી – 1/2 કપ બાફેલા શક્કરીયા લો. તેને છુદી લો. તેમાં ઝીણી સમારેલા લીલા ધાણા, 1 ટેબલસ્પૂન હળદર અને 1 ટેબલસ્પૂન મરચું પાવડર ઉમેરો. તેમાં ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો. 1/2 ચમચી મકાઈનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બધી સામગ્રીને હાથ વડે સારી રીતે મિક્સ કરો. હવે તેમાંથી થોડું મિશ્રણ લઈને નાના-નાના ગોળા બનાવી લો. તેમને ડીપ ફ્રાય કરો. હવે આને મીઠી ચટણી સાથે સર્વ કરો.

Next Article