પરિવાર સાથે આ રીતે ઉજવો Independence Day, વર્ષો સુધી યાદ રહેશે આ દિવસ

આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) ભાગ રુપે જ દેશમાં હર ઘર ત્રિરંગા અભિયાનની (Har Ghar Triranga Campaign) શરુઆત થઈ, જેથી દેશનો દરેક પરિવાર આ આઝાદી કા અમૃત મહોત્સવનો ભાગ બને.

પરિવાર સાથે આ રીતે ઉજવો Independence Day, વર્ષો સુધી યાદ રહેશે આ દિવસ
Independence Day 2022
Image Credit source: file photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Aug 13, 2022 | 10:44 PM

15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. ભારતના એ તમામ ક્રાંતિકારીઓ, નેતોઓ અને સ્વતંત્રસેનાનીઓની મહેનત અને બલિદાનના કારણે આપણે આજે સ્વતંત્ર છે. આ વર્ષે ભારત તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. ભારતમાં આ તહેવાર માટે મોટા આયોજન કરવામાં આવી રહ્યા છે. 15 ઓગસ્ટ 2022ના 75 અઠવાડિયા પહેલા 12 માર્ચમા રોજ દાંડીયાત્રાના પ્રસંગે  દેશના વડાપ્રધાન મોદીએ દેશના 75માં આઝાદી દિવસની ઉજવણી માટે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની જાહેરાત કરી હતી. તેના માટે આજે દેશના ખૂણે ખૂણે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) ભાગ રુપે જ દેશમાં હર ઘર ત્રિરંગા અભિયાનની (Har Ghar Triranga Campaign) શરુઆત થઈ, જેથી દેશનો દરેક પરિવાર આ આઝાદી કા અમૃત મહોત્સવનો ભાગ બને.

તમે પણ તમારા પરિવાર સાથે મળીને આ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી શકો છો. તેના માટેના કેટલાક આઈડિયાઝ તમને આ અહેવાલમાં જાણવા મળશે. તેને કારણે તમારા પરિવાર સાથેનો આ દિવસ તમને વર્ષો સુધી યાદ રહેશે. આ ટિપ્સની મદદથી તમે ઘરમાં બેઠા બેઠા આઝાદીનો ઉત્સવ ઉજવી શકો છો.

ઘરમાં આ રીતે કરો ઉજવણી

સ્વતંત્રતા દિવસે તમારા ઘરને ત્રિરંગાના રંગથી ડેકોરેટ કરો. નાના ઝંડા અને ત્રિરંગાના રંગના ફૂગ્ગાથી તમે તમારા ઘરને ખુબ સારી રીતે ડેકોરેટ કરી શકશો. તમે તમારા ઘરે પાર્ટીનું આયોજન કરી શકો છો. તમે આ પાર્ટીમાં તમારા મિત્રોને પણ આંમત્રિત કરી શકો છો. દેશભકિતના ગીતો પર અંતાક્ષરી અને ડાન્સ કરીને તમે તમારા દિવસે યાદગાર બનાવી શકો છો.

દેશભક્તિની  ફિલ્મો જુઓ

તમે તમારા પરિવાર અને મિત્રો સાથે ધ લેજેન્ડ ઓફ ભગત સિંહ, ગાંધી, રંગ દે બસંતી અને લગાન જેવી દેશભક્તિની ફિલ્મો જોઈ શકો છો. આ ફિલ્મો જોતા જોતા તમે તમારી આવનારી પેઢીને આવા વીરો પુરુષોનો પરિચય કરાવી શકો છો.

સ્વાદિષ્ટ ત્રિરંગાવાળી વાનગીઓ બનાવો

આ પ્રસંગે તમે તમારા પરિવાર માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. તમે ત્રિરંગાના રંગોમાં ઢોકળા, સેન્ડવિચ, પનીર ટિક્કા અને બિરયાની બનાવીને પોતાના પરિવારને સરપ્રાઈઝ આપી શકો છો.

પરિવાર સાથે પતંગ ઉડાવો

જો આ બધા આયોજન વચ્ચે પરિવારને ઘરની બહાર જવાનું મન થાય તો તમે પરિવાર સાથે ઘરની અગાસી પર પંતગ ચગાવી આ તહેવાર ફજવી શકો છો. આ પ્રસંગે તમે ત્રિરંગાના રંગના પંતગો ચગાવી આકાશને ત્રિરંગાના રંગે રંગી શકો છો. આ રીતે તમે આ સ્વતંત્ર દિવસને યાદગાર બનાવી શકો છો.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati