Independence Day : સ્વતંત્રતા દિવસ પર ટ્રાય કરો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તિરંગા ઢોકળા

|

Aug 15, 2021 | 12:41 PM

આજે દેશભરમાં 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ દિવસે ઘરોમાં ખાસ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. જો તમને ઢોકળા ખાવા ગમે છે, તો સ્વતંત્રતા દિવસે આ ખાસ તિરંગા ઢોકળાનો ટ્રાય કરો.

Independence Day : સ્વતંત્રતા દિવસ પર ટ્રાય કરો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તિરંગા ઢોકળા
Tiranga Dhokla

Follow us on

Independence Day : આજે દેશભરમાં 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1947 માં આ દિવસે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી હતી. આ દિવસે વડાપ્રધાન લાલ કિલ્લા (Red Fort) પર તિરંગો (Flag) ફરકાવે છે. આ દિવસ માટે ઘણા વીર જવાનોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.

સ્વતંત્રતા દિવસના દિવસે દરેક ભારતીય આ તહેવારને પોતાની રીતે ઉજવે છે. આ ખાસ દિવસે લોકો દેશભક્તિના રંગમાં ડૂબેલા જોવા મળે છે. આ ખાસ દિવસે વિવિધ પ્રકારની વાનગી (Recipe)ઓ તૈયાર કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસે તિરંગા (Flag) ઢોકળા (Dhokla)ની ટ્રાય કરો. ચાલો તેને બનાવવાની રેસીપી વિશે જાણીએ.

તિરંગા ઢોકળા બનાવવા માટેની સામગ્રી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

3 કપ ઢોકળાનું ખીરું
1/4 પાલકની પ્યુરી
2 થી 3 લીલા મરચાં
ગાજરની પ્યુરી
આદુ 1 ઇંચનો ટુકડો
1 ચમચી નારંગી રંગ
લાલ મરચું પાવડર
એક ચમચી તેલ
1 ચમચી બારીક સમારેલી કોથમીર
રાઈ અને સફેદ તલ

તિરંગા ઢોકળા કેવી રીતે બનાવવા

સૌ પ્રથમ ઢોકળાના બેટરને ત્રણ અલગ અલગ બાઉલમાં સમાન માત્રામાં નાંખો. ત્યારબાદ આદુ અને લીલા મરચાંને મિક્સરમાં પીસી લો. લીલા રંગ માટે, એક વાટકીમાં, પાલકની પ્યુરી અને આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરો.

કેસરી રંગ માટે, એક બાઉલમાં ગાજરની પ્યુરી અને કાશ્મીરી મરચાંનો પાવડર નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. સફેદ રંગ માટે ત્રીજા બાઉલમાં કંઈ પણ મિક્સ ન કરો.

ઇડલીના કૂકરમાં એક કપ પાણી મૂકો, ત્રણે વાટકીઓ મૂકો અને તેના પર ઢાંકણ મૂકો અને તેને મધ્યમ તાપ પર રંધાવા દો. લગભગ 2 સીટી વાગે પછી, કૂકર બંધ કરો અને તેને બરાબર ઠંડુ થવા દો.

ત્રણેય બાઉલના ઢોકળા (Dhokla) ને અલગ સ્લાઇસમાં કાપો. ઢોકળાને તિરંગાની જેમ રાખો. ગરમ તેલમાં સફેદ તલ ઉમેરો અને વધાર કરો. તેના પર કોથમીર અને નાળિયેર પાવડર છાંટીને ગાર્નિશ કરો.

હવે તમારા તિરંગા ઢોકળા (Dhokla) તૈયાર છે. તેને તમારી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

 

આ પણ વાંચો : Vinesh Phogat : માફી માંગ્યા બાદ પણ વિનેશ ફોગાટની મુશ્કેલીઓ વધી, રેસલિંગ ફેડરેશન વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે મોકલવાના મૂડમાં નથી

આ પણ વાંચો : Skin Care : તમે ચેહરા પર ખીલના ડાઘથી પરેશાન છો, અપનાવો આ ઘરેલું ઉપાયો

Next Article