Alcohol Use: શું તમે દારૂ પીવો છો? જાણો મહિલાઓ અને પુરુષોએ કેટલી માત્રામાં લેવું જોઇએ આલ્કોહોલ

|

Feb 19, 2024 | 3:10 PM

આલ્કોહોલનું જો ચોક્કસ માત્રામાં પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબીત થાય છે, પરંતુ કહેવત છે ને કે 'અતિની કોઇ ગતિ નથી' એ પ્રમાણે વધારે માત્રામાં આલ્કોહોલ શરીર માટે નુકસાન કારક છે.

Alcohol Use: શું તમે દારૂ પીવો છો? જાણો મહિલાઓ અને પુરુષોએ કેટલી માત્રામાં લેવું જોઇએ આલ્કોહોલ
How much alcohol is safe to drink?

Follow us on

How Much Alcohol Is Safe to Drink: આલ્કોહોલ પીવા માટે કેટલું સલામત છે? દરેક વસ્તુનો વધુ પડતો ઉપયોગ ખરાબ છે. જો તમે તેનું વધુ પડતું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, પરંતુ જો તમે ઝેરી વસ્તુઓનું ચોક્કસ માત્રામાં સેવન કરો છો, તો તે ફાયદાકારક સાબિત થાય છે. આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવું ખૂબ જ નુકસાનકારક છે, આલ્કોહોલ વિશે વાત કરીએ તો, ઘણા લોકો એ જાણીવા માટે ઉત્સુક હશે કે આલ્કોહોલ (Alcohol)ના શું ફાયદા હોઈ શકે છે અને તેનું સેવન કરવું કેટલું યોગ્ય છે. આ અહેવાલ દ્વારા અમે તમને જણાવીશું કે, સ્ત્રીઓ અને પુરુષો માટે દારૂના સેવનની યોગ્ય માત્રા અલગ છે અને તે વય પર પણ આધાર રાખે છે.

કેટલું આલ્કોહોલ પીવું સલામત છે

આમ તો શરાબ પીવા માટે સપ્તાહમાં 7 પેગ સ્ત્રીઓ માટે અને 14 પેગ પુરુષો માટે યોગ્ય ગણવામાં આવે છે. ઉપરાંત પુરુષો માટે 2 કલાકની અંદર 4 થી વધુ પેગ હાનિકારક છે, જ્યારે સ્ત્રીઓ માટે આ સંખ્યા 3 છે. જો આ માત્રાથી વધારે શરાબ પીવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક છે.

દારૂ પીવાથી શરીરમાં કેવા-કેવા ફેરફાર થાય છે?

-ડિપ્રેશનથી અસરગ્રસ્ત અથવા દુ:ખી છો, તો દારૂ પીવાથી આ લાગણીઓની તીવ્રતા વધી શકે છે.
– ચામડીને શુષ્ક કરે છે અને સમય જતાં તેને બગાડે છે, જેથી દારૂ પીનાર વ્યક્તિ તેમની ઉંમર કરતાં વધુ વૃદ્ધ દેખાય છે.
-ભારે માત્રામાં દારૂ પીવાથી ચેપનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂદ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. સાઇટોકિન પ્રોટિન્સ ચેપ સામે લડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અમેરિકાના નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍલકોહૉલ અબ્યૂઝ ઍન્ડ ઍલકોહૉલિઝમનો એક અહેવાલ જણાવે છે કે દારૂ પીવાના 24 કલાક બાદ શરીરમાં સાઇટોકિનનું નિર્માણ ધીમું થઈ જાય છે.
-સ્ત્રીઓમાં ગર્ભાધાનની ક્ષમતા ઘટે છે અને મીસકેરેજ થવાના જોખમ ખુબ વધી જાય છે

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

રમ, વ્હિસ્કી, વોડકા, બીયર, બ્રાન્ડી, વાઇન અને શેમ્પેઈન વચ્ચે શું તફાવત છે ? જાણો ક્યા દેશમાં ક્યા પ્રકારનો બને છે દારૂ

દારૂ પીવાના ફાયદા (Benefits of drinking alcohol)

  • ઘણા સંશોધકો દાવો કરે છે કે ચોક્કસ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી હીટ સ્ટ્રોક અને હાર્ટ એટેકથી બચી શકાય છે.
  • યોગ્ય માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી લોહીમાં સારા HDL કોલેસ્ટ્રોલ વધે છે.
  • ફાઈબ્રિનોજેન જેવા ઘટકોને ઘટાડે છે, જે નસોમાં લોહી ગંઠાઈ જવાને કારણે હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું કારણ બને છે.
  • ઘણા સંશોધનોએ બતાવ્યું છે કે આલ્કોહોલનું સેવન ટાઇપ 2 ડાયાબિટીસ અને પિત્તાશયનું જોખમ ઘટાડે છે.

શું શરાબની પણ એક્સપાયરી ડેટ હોય છે ? આજે તમને આ સવાલનો જવાબ મળશે, વાંચો આ સમગ્ર અહેવાલ

દારૂ પીવાના ગેરફાયદા

  • આલ્કોહોલની સીધી અસર યકૃત અને કિડની પર થાય છે.
  • હાઈ બ્લડ પ્રેશર અને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાતા લોકોએ વધુ પડતા દારૂના સેવન ટાળવું જોઇએ.
  • હૃદય રોગના દર્દીઓએ આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ.

નોંઘ : આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે.

Published On - 3:33 pm, Sat, 11 June 22

Next Article