શું શરાબની પણ એક્સપાયરી ડેટ હોય છે ? આજે તમને આ સવાલનો જવાબ મળશે, વાંચો આ સમગ્ર અહેવાલ

શું આલ્કોહોલ (Alcohol) ખરાબ થાય છે? શું wine ક્યારેય એક્સપાયર થાય છે અને બોટલ ખોલ્યા પછી તે કેટલા સમય સુધી સારી રહી શકે છે? આજે તમને આ બધા પ્રશ્નોના જવાબો મળશે.

શું શરાબની પણ એક્સપાયરી ડેટ હોય છે ? આજે તમને આ સવાલનો જવાબ મળશે, વાંચો આ સમગ્ર અહેવાલ
Does Alcohol Expire?
Follow Us:
| Updated on: Dec 15, 2023 | 11:35 AM

મદિરા કહો કે શરાબ (Liquor) એક વાર પીધા પછી તેનો નશો ઉતરતા થોડો સમય તો લાગે જ છે આવામાં સવાલ થાય છે, આ નશીલો પદાર્થ દારૂ શું એક્સપાયર થતો હશે ? આ માટે એક અંગ્રેજી કહેવત ખુબ પ્રખ્યાત છે, OLD bottle new wine, ઘણા લોકો એવું કહેતા સાંભળ્યા હશે કે શરાબ જેટલી જુની તેટલી વધારે મોંઘી, ત્યારે સવાલ થાય કે જુની હોય તો શરાબ ખરાબ નહીં થતી હોય, આજે અમે તમને જણાવીશુ કે શરાબ ખરાબ થાય કે નહીં, શરાબ ખરાબ થવી તે તેના પ્રકાર પર આધારિત છે. ઉદાહરણ તરીકે, કેટલીક વાઇન એવી હોય છે કે, બનાવ્યા પછી, તમે લગભગ એક વર્ષ સુધી પી શકો છો. પરંતુ તે પછી તેઓ એક્સપાયર થઇ જાય છે. કેટલાક શરાબને થોડા વર્ષો સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે, જેથી તે સમયાંતરે વધુ સારી થઈ જાય. આ રીતે, તેઓ લાંબા સમય સુધી તેને સાચવી શકાય. દારૂ કે જેની એક્સપાયરી ડેટ નથી

વાઇન શેલ્ફ લાઇફ-માનવામાં આવે છે કે જો તે ખોલવામાં ન આવે, તો તે લાંબા સમય સુધી સારી રહે છે. આમાં આલ્કોહોલ સ્પિરિટ કેટેગરીમાં આવે છે. ઉદાહરણ તરીકે, જિન, વોડકા, વ્હિસ્કી,રમનો સમાવેશ થાય છે. તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. ઉપરાંત, તે નિસ્યંદિત પધ્ધતિ બનાવવામાં આવે છે. આ જ કારણ છે કે તે લાંબા સમય સુધી સારી રહે છે.

જ્યાં સુધી બોટલ ખોલવામાં ન આવે ત્યાં સુધી આ વાઈન ઓક્સિજનના સંપર્કમાં આવતી નથી. આ રીતે તે લાંબા સમય સુધી તે સારી રહે છે. જો કે, ખોલ્યા પછી પણ, તે બગડતી નથી, ફક્ત તેમના રંગ અને સ્વાદમાં થોડો ફેરફાર થાય છે. હા, પરંતુ જો બોટલમાં ખૂબ જ ઓછો વાઇન બચી હોય, તો તેને ન પીવી જોઈએ. કારણ કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઘટી જાય છે અને તે વધુ ઓક્સિજનના સંપર્કમાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, વાઇનમાં આલ્કોહોલનું પ્રમાણ જેટલું વધારે હશે, તેટલી તેની શેલ્ફ લાઇફ વધશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

શરાબના ખરાબ થવાના લિસ્ટમાં બિયર અને દારૂનો સમાવેશ થાય છે. કારણ કે, તે નિસ્યંદિત પધ્ધતિથી નથી બનતી, જેના કારણે તેમની સમાપ્તિ તારીખ છે. આવી સ્થિતિમાં, તેની બનાવતની તારીખ જોઇને જ તે પીવું જોઇએ. સીલબંધ બીયરની શેલ્ફ લાઇફ માત્ર 6 થી 8 મહિના છે. જ્યારે તેને નીચા તાપમાને એટલે કે ફ્રિજમાં રાખવામાં આવે ત્યારે તેનું આયુષ્ય થોડું વધે છે. તે જ સમયે, જે બીયરમાં આલ્કોહોલનું પ્રમાણ 8% થી વધુ હોય છે, તે પણ થોડા સમય માટે પીવાલાયક રહે છે. ઉપરાંત, જો બીયર ખુલી ગઈ હોય, તો તે થોડા કલાકોમાં પીવી પડે નહીં તો તે ખરાબ થઇ જાય છે.

તે જ સમયે, જો આપણે વાઇન વિશે વાત કરીએ, તો સારા વાઇનના સ્વાદને ઉત્તમ બનાવવા માટે તેને થોડા વર્ષો સુધી બેરલમાં રાખવામાં આવે છે. આનાથી તેના ટેસ્ટમાં સુધારો સુધારો આવે છે.શેલ્ફ લાઇફ પણ વધે છે.ઉલ્લેખનીય છે કે બોટલિંગના 2 વર્ષની અંદર સસ્તી વાઇન પીવી જોઈએ. સલ્ફાઇટ્સ જેવા પ્રિઝર્વેટિવ્સ વિના ઉત્પાદિત ઓર્ગેનિક વાઇન્સ ખરીદીના 3-6 મહિનાની અંદર ખરાબ થઇ જાય છે. ખરેખર, વાઇનમાં પાણીનું પ્રમાણ પણ વધારે છે, તેથી તે બગડવાની સંભાવના છે.

રમ, વ્હિસ્કી, વોડકા, બીયર, બ્રાન્ડી, વાઇન અને શેમ્પેઈન વચ્ચે શું તફાવત છે ? જાણો ક્યા દેશમાં ક્યા પ્રકારનો બને છે દારૂ

જ્યારે વાઇનની બોટલ ખોલવામાં આવે છે, ત્યારે તે ઓક્સિજનના સંપર્કમાં આવે છે. આવી સ્થિતિમાં, તેના બગાડવાનો દર પણ ઝડપી બને છે. જો તમને સારો સ્વાદ જોઈતો હોય તો તમારે બોટલ ખોલ્યાના 3 થી 7 દિવસની અંદર પીવી જોઈએ. ફક્ત ધ્યાનમાં રાખો કે તે ઓછા તાપમાને એટલે કે ફ્રિઝમાં તેને સાચવીને રાખો.

નોંઘ : આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">