AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Stroke: ઉનાળામાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ, જાણો કેવી રીતે બચવું

Heat Stroke: ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ હોય છે. જેના કારણે ઘણા લોકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં, કોઈપણ વ્યક્તિને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે.

Heat Stroke: ઉનાળામાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ, જાણો કેવી રીતે બચવું
Heatwave
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2023 | 4:38 PM
Share

Heat Stroke: ભારતમાં રેકોર્ડબ્રેક ગરમીની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. ભારતના ઘણા રાજ્યોમાં એપ્રિલ મહિનામાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. સતત વધી રહેલી ગરમી વચ્ચે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકનું જોખમ સૌથી વધુ હોય છે. જેના કારણે ઘણા લોકો ગંભીર રીતે બીમાર થઈ શકે છે. હીટ સ્ટ્રોકના કિસ્સામાં કોઈપણ વ્યક્તિને તાત્કાલિક તબીબી સહાયની જરૂર હોય છે.જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે તમારા મગજ, હૃદય, કિડની અને સ્નાયુઓને ખરાબ રીતે નુકસાન પહોંચાડે છે. અહીં અમે તમને હીટ સ્ટ્રોકના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવીશું.

હીટ સ્ટ્રોક શું છે

હીટ સ્ટ્રોકમાં, શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી. આ દરમિયાન શરીરનું તાપમાન 10થી 15 મિનિટમાં 106 ડિગ્રી સુધી શરીરનું તાપમાન પહોંચી જાય છે. જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુનું જોખમ પણ છે.

જાણો હીટ સ્ટ્રોકના લક્ષણો

હૃદયના ધબકારા માથાનો દુખાવો ઉબકા હાંફ ચઢવી સ્નાયુઓની જડતા ચક્કર આવવા થાક લાગવો

હીટ સ્ટ્રોકના કિસ્સામાં શું કરવું

  1. જો શક્ય હોય તો, હીટ સ્ટ્રોકથી અસરગ્રસ્ત વ્યક્તિને સીધા સૂર્યપ્રકાશથી દૂર ઠંડી અને શાંત જગ્યાએ લઈ જાઓ.
  2. જો કોઈ વ્યક્તિ જાડા કે વજન વાળા કપડા પહેરે છે, તો તેને દૂર કરવા.શક્ય હોય તો હલકા કપડા પહેરો, ભારે કપડા પહેરવાથી શરીરની અંદર હવા પસાર થતી નથી.
  3. અસરગ્રસ્ત વ્યક્તિની ત્વચા પર નરમ કપડા વડે બરફ અથવા ઠંડુ પાણી લગાવો. આઇસ પેક અથવા કોલ્ડ કોમ્પ્રેસ પણ ગરદન અને જંઘામૂળ વિસ્તાર પર મૂકી શકાય છે.
  4. આવી વ્યક્તિને હાઇડ્રેટેડ રાખવાનો પ્રયાસ કરો.સતત પાણી, નાળીયેર પાણી, શિકંજી જેવા પીણા પીતા રહો.
  5. જો કોઈ વ્યક્તિની સ્થિતિમાં સુધારો થતો નથી અથવા જો તે બેભાન થઈ જાય, તો તાત્કાલિક તબીબી સહાય માટે કૉલ કરો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">