AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips : વાળમાં કેરાટિન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ આ વાતોનું ધ્યાન રાખો, વાળ હેલ્ધી ચમકદાર રહેશે

હાલના દિવસોમાં વાળમાં કેરાટિન કરાવવાનો ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. તેનાથી તમારા વાળ ચમકદાર અને રેશમી દેખાય છે. આ ટ્રીટમેન્ટ કર્યા બાદ વાળની ​​ખાસ કાળજી જરૂરી છે.

Hair Care Tips : વાળમાં કેરાટિન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ આ વાતોનું ધ્યાન રાખો, વાળ હેલ્ધી ચમકદાર રહેશે
hair care tips follow these instruction after keratin treatment
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 4:14 PM
Share

Hair Care Tips : દરેક સ્ત્રી રેશમી અને ચમકદાર વાળ ઈચ્છે છે. કેટલીક મહિલાઓના વાળ (Hair) કુદરતી રીતે સ્ટ્રેટ હોય છે, તેમને સ્ટ્રેટ કરવાની જરૂર નથી. તે જ સમયે, કેટલાક મહિલા (Women)ઓના વાળ સ્ટ્રેટ કરવા માટે હેર સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરે છે. વાળ સ્ટ્રેટ કરાવવાને કારણે વાળની ​​ગુણવત્તા બગડે છે. આ કિસ્સામાં, વાળને સ્ટ્રેટ અને ચમકતા રાખવા માટે કેરાટિન કરી શકાય છે.

કેરાટિન (Keratin)તમારા વાળ (Hair)ને નુકસાન થતા બચાવે છે. આ સિવાય તમારા વાળ હંમેશા સેટ લાગે છે. આજકાલ છોકરીઓમાં કેરાટિન ખૂબ જ લોકપ્રિય બની છે. જો કે, જો તમે ટ્રીટમેટ બાદ વાળની ​​સારી સંભાળ ન રાખો તો વાળ જલ્દીથી ડેમેજ થવા લાગે છે.

કેરાટિન ટ્રીટમેન્ટ (Keratin treatment)એક પ્રકારની પ્રોટીન ચેઇન છે જે વાળના ટેક્સચરને ઠીક કરવામાં મદદ કરે છે. હંમેશા નિષ્ણાત દ્વારા આ સારવાર કરાવવાનું કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ કર્યા પછી પણ વાળની ​​ખાસ કાળજી લેવી પડે છે. ચાલો આ ટિપ્સ વિશે જાણીએ

પહેલા અઠવાડિયામાં આ બાબતોનું ધ્યાન રાખો

કેરાટિનની ટ્રીટમેટ પછી ઓછામાં ઓછા બે થી ત્રણ દિવસ સુધી તમારા વાળ ધોશો નહીં. આમ કરવાથી વાળમાં ટ્રીટમેન્ટ ઓછી થાય છે. સારવાર પછી 48 કલાક સુધી, વાળમાં કોઈપણ પ્રકારની ગાંઠ કે ચોટલો ન બનાવો. આમ કરવાથી ટ્રીટમેટ બગડી શકે છે કારણ કે તે પરમાનેટ નથી.

કેરાટિન ઉત્પાદનોનો ઉપયોગ કરો

તમે કેરાટિન ટ્રીટમેટ (Keratin treatment)ના 4 કે 5 દિવસ પછી શેમ્પૂ કરી શકો છો. આ દરમિયાન, કેરાટિન પ્રોટીન શેમ્પૂ, કન્ડિશનર અને કેરાટિન હેર સ્ટાઇલ પ્રોડક્ટ્સનો (Keratin Hair Styling Products) ઉપયોગ કરવો જોઈએ. જો તમે આ ઉત્પાદનોનો ઉપયોગ કરતા નથી, તો વાળ ખરવાનું શરૂ થાય છે.

હેર સ્પા જરૂરી

કેરાટિન સારવાર પછી સમય સમય પર હેર સ્પા (Hair spa) જરૂરી છે. તેના કારણે વાળની ​​ગુણવત્તા બગડતી નથી. આ સારવાર પછી, વાળને ઓછા ફોલ્ડ કરો.

કન્ડિશનરનો ઉપયોગ કરશો નહીં

કેરાટિન ટ્રીટમેન્ટ પછી વાળ વધુ તૈલી અને ચીકણા બને છે, તેથી વાળ ધોયા પછી કન્ડિશનરનો ઉપયોગ ન કરવો જોઇએ. કેરાટિન કરાવતા પહેલા, તમારા હેરસ્ટાઇલિસ્ટ સાથે આ વિશે વાત કરો. કેરાટિન મેળવ્યા બાદ આ ટિપ્સનું પાલન કરવું જરૂરી છે, અન્યથા વાળને સરળતાથી નુકસાન થઈ શકે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Kabul International Stadium : તાલિબાન શાસન બાદ પ્રથમ વખત ક્રિકેટ મેચનું આયોજન, મેચ જોવા તાલિબાનો રાઈફલ લઈને પહોંચ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">