Hair Care : વાળની સમસ્યા દુર કરવા એલોવેરાની મદદથી ઘરે જ બનાવો હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પુ

ઘણીવાર વાળ તૂટવા, અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓનું કારણ આપણા કેમિકલયુક્ત શેમ્પૂ હોય છે. જો તમે તેનાથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને એક ઓર્ગેનિક શેમ્પૂ વિશે જણાવી રહ્યા છીએ.

Hair Care : વાળની સમસ્યા દુર કરવા એલોવેરાની મદદથી ઘરે જ બનાવો હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પુ
Homemade Organic Shampoo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 3:05 PM

વાળની (Hair) સુંદરતા વધારવા માટે બજારમાં ઘણા પ્રકારના શેમ્પુ (Shampoo) અને બ્યુટી પ્રોડક્ટ (Beauty Product) ઉપલબ્ધ છે, પણ ઘણીવાર તે વાળને ફાયદો કરાવવાની જગ્યાએ નુકશાન વધારે પહોંચાડે છે. જોકે આજે અમે તમને એક એવા શેમ્પુ વિષે બતાવવા જઈ રહ્યા છે, જેને તમે ઘરે જ બનાવી શકો છો અને તે વાળને બિલકુલ પણ નુકશાનકારક સાબિત થતું નથી. 

ઘણીવાર વાળ તૂટવા, અકાળે સફેદ થવા અને ડેન્ડ્રફ વગેરે સમસ્યાઓનું કારણ આપણા કેમિકલયુક્ત શેમ્પૂ હોય છે. જો તમે તેનાથી બચવા માંગતા હોય તો અહીં અમે તમને એક ઓર્ગેનિક શેમ્પૂ વિશે જણાવી રહ્યા છીએ. જો તમને ગ્રીન ટી પીવાનું પસંદ છે અને તમારા બગીચામાં એલોવેરા છે, તો તમે તમારા રોજિંદા જીવનમાં પણ આ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુઓની મદદથી તમે ઘરે જાતે જ શેમ્પૂ બનાવી શકો છો. આ શેમ્પૂની સારી અને ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે અને સલ્ફેટ જેવા રસાયણોથી મુક્ત છે. તેથી તમે તમારા વાળને નુકસાન પહોંચાડ્યા વિના હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે ઓર્ગેનિક શેમ્પૂ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પૂ કેવી રીતે બનાવવું વપરાયેલી ગ્રીન ટી બેગને પાણીમાં મૂકો અને તેને લગભગ 25 મિનિટ સુધી ઉકાળો.

હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થઈ જાય, હવે તેમાં 200 મિલી લિક્વિડ સાબુ, થોડું એલોવેરા જેલ અને એક ચમચી ઓલિવ તેલ ઉમેરો.

જો તમે તેમાં થોડી સુગંધ ઉમેરવા માંગો છો, તો તમે લવંડર અથવા ગુલાબના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

હોમમેઇડ ઓર્ગેનિક શેમ્પૂનો ઉપયોગ કેવી રીતે કરવો તમે જ્યારે આ શેમ્પૂનો ઉપયોગ કરીને તમારું માથું ધોશો, ત્યારે તમારે કોઈ કન્ડિશનરનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે આ શેમ્પૂ કેમિકલયુક્ત નથી.

આ શેમ્પૂને ફક્ત તમારા વાળમાં લગાવો અને પછી તમારા માથાની ચામડીને પાણીથી ધોઈ લો.

તમને આ શેમ્પૂ બજારમાં મળતા શેમ્પૂ કરતાં પણ વધુ ગમશે કારણ કે તે તમારા વાળને કોઈપણ રીતે નુકસાન પહોંચાડશે નહીં અને તમને સિલ્કી અને સુંદર વાળ મેળવવામાં પણ મદદ કરશે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Mental Health Tips: મનની ગંદકીને દૂર કરવા દિનચર્યામાં સામેલ કરો આ બે મિનિટની કસરત

આ પણ વાંચો : Men Health : ફક્ત મહિલાઓ માટે જ નહીં પુરુષો માટે પણ અળસીના બીજ અને તેલ છે ગુણકારી

g clip-path="url(#clip0_868_265)">