Friendship Day Gift: ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્રોને આપો શેર્સ અને સોવરિન ગોલ્ડ બોન્ડની ગિફ્ટ
તમે મિત્રોને તમારા ડીમેટ એકાઉન્ટમાંથી સ્ટોક્સ ગિફ્ટ કરી શકો છો. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ, ETF, ગોલ્ડ બોન્ડ પણ ગિફ્ટ કરી શકાય છે. ભવિષ્ય માટે આ એક અદ્ભુત ભેટ સાબિત થશે. આ એક એવી ભેટ હશે જેની કિંમત સમય સાથે વધશે.
જીવનની સારી અને ખરાબ દરેક ક્ષણમાં તમારો સાથ આપનારા મિત્રો ખૂબ જ કિંમતી હોય છે. ફ્રેન્ડશીપ ડે એ આવા મિત્રોની મિત્રતા માટે આભાર માનવાનો દિવસ છે. આ વખતે ફ્રેન્ડશીપ ડે (Friendship Day 2023) 6 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જો તમે આ દિવસે તમારા મિત્રને કોઈ ભેટ (Friendship Day Gift) આપવા માંગો છો, તો તમે તમારા બજેટ અનુસાર સારી કંપનીના શેર્સ મિત્રોને ગિફ્ટ કરી શકો છો. ચાલો જાણીએ કે કઈ કંપનીના શેર્સ તમે ભેંટ તરીકે આપી શકો છો.
તમે મિત્રોને તમારા ડીમેટ એકાઉન્ટમાંથી સ્ટોક્સ ગિફ્ટ કરી શકો છો. આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ, ETF, ગોલ્ડ બોન્ડ પણ ગિફ્ટ કરી શકાય છે. ભવિષ્ય માટે આ એક અદ્ભુત ભેટ સાબિત થશે. આ એક એવી ભેટ હશે જેની કિંમત સમય સાથે વધશે. ભેટ જેટલી જૂની, તેટલી કિંમત વધારે. ડીમેટ એકાઉન્ટમાંથી શેર અથવા ETF ભેટ આપવાની પ્રક્રિયા ઓફલાઈન અને ઓનલાઈન બંને છે.
તમારા બજેટ અનુસાર અમે જણીવીશું કે તમે કઈ કંપનીના શેર્સ ગિફ્ટ તરીકે આપી શકો છો. NIFTY SmallCap 100 Stocks માંથી આ યાદી તૈયાર કરવામાં આવી છે.
1000 રૂપિયા સુધીની ગિફ્ટ માટેના શેર
1. SUZLON ENERGY – 18.40 રૂપિયા
2. INFIBEAM AVENUES – 15.10 રૂપિયા
3. IRB INFRA – 25.95 રૂપિયા
4. DISH TV – 17.45 રૂપિયા
5. MMTC – 37.85 રૂપિયા
2000 રૂપિયા સુધીની ગિફ્ટ માટેના શેર
1. TRIDENT – 31.90 રૂપિયા
2. JM FINANCIAL – 75.05 રૂપિયા
3. OMAXE – 46.80 રૂપિયા
4. LEMON TREE HOTELS – 94.70 રૂપિયા
5. INDIABULLS REAL EST – 69.25 રૂપિયા
5000 રૂપિયા સુધીની ગિફ્ટ માટેના શેર
1. HINDUSTAN COPPER – 154 રૂપિયા
2. WELSPUN INDIA – 115.55 રૂપિયા
3. ASHOKA BUILDCON – 102.85 રૂપિયા
4. DCB BANK – 118.90 રૂપિયા
5. RAIL VIKAS NIGAM – 122.65 રૂપિયા
(નોંધ: શેરના ભાવ 4-8-2023 ના બંધ બજાર ભાવ મૂજબ છે.)
ઓફલાઈન શેર્સ ટ્રાન્સફર કેવી રીતે કરવા?
જો તમે આ કામ ઓફલાઈન કરવા માંગતા હોવ તો તમારે બ્રોકરેજ ફર્મની ઓફિસની મુલાકાત લેવી પડશે. ત્યાં ડીઆઈએસ ફોર્મ એટલે કે ડિલિવરી ઈન્સ્ટ્રક્શન સ્લિપ સબમિટ કરવાની રહેશે. તેમાં તમારી સંપૂર્ણ માહિતી અને પ્રાપ્તકર્તાની સંપૂર્ણ માહિતી સામેલ છે. ફોર્મ ભર્યા બાદ તેને બ્રોકરેજ હાઉસની ઓફિસમાં જમા કરાવવાનું રહેશે. આ પછી શેર તમારા ડીમેટ ખાતામાંથી પ્રાપ્તકર્તાના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ માટે બ્રોકર નજીવી ફી વસૂલે છે. આ સિવાય તમે શેર ઓનલાઇન પણ ટ્રાન્સફર કરી શકો છો.
આ પણ વાંચો : Friendship day Shayari : ફ્રેન્ડશીપ ડેના દિવસે તમારા મિત્રોને મોકલો આ ખાસ શાયરી અને કરો વિશ
સોવરિન ગોલ્ડ બોન્ડની પણ ભેંટ આપી શકો
આ ઉપરાંત તમે સોવરિન ગોલ્ડ બોન્ડની પણ ભેંટ આપી શકો છો. સોવરિન ગોલ્ડ બોન્ડ નવેમ્બર 2015માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ સોનામાં રોકાણનો વિકલ્પ છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં પાકતી મુદત 8 વર્ષની છે. હાલમાં 1 ગ્રામ સનાનો ભાવ 5,926 રૂપિયા છે. જે મૂજબ તમે તમારા બજેટ અનુસાર ગિફ્ટ આપી શકો છો.