Skin Care : સ્કિનને ગ્લોઈંગ રાખવા માટે અપનાવો આ ટીપ્સ, સ્કિનની સમસ્યાને કહો અલવિદા

|

Jul 19, 2021 | 2:17 PM

દરેક વ્યક્તિને સુંદર અને ખુબસુરત ત્વચા જોઈએ છે. આ માટે અનેક પ્રોડક્ટ્સ (Products) નો ઉપયોગ કરવામાં આવે છે. 20 વર્ષની ઉંમરમાં છોકરી (Girl)ઓ સુંદર લાગવા માટે અનેક કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું. જેનો ઉપયોગ કરી ગ્લોઈંગ ત્વચા (Glowing skin)મેળવી શકો છો.

Skin Care : સ્કિનને ગ્લોઈંગ રાખવા માટે અપનાવો આ ટીપ્સ, સ્કિનની સમસ્યાને કહો અલવિદા
Follow these tips to get glowing and healthy skin

Follow us on

Skin Care : 20 વર્ષની ઉંમરમાં તમારા શરીર (Body)માં અનેક ફેરફાર થાય છે. આ દરમિયાન તમારી ત્વાચા (Skin)ની વિશેષ કાળજી લેવી જોઈએ. ચમકતી ત્વચા તમારા આત્મવિશ્વાસને વધારવા માટે મદદ કરશે. આવો જાણીએ ત્વચાની વિશેષ કાળજી કઈ રીતે રાખી શકો છો.

દરેક વ્યક્તિને સુંદર અને ખુબસુરત ત્વચા જોઈએ છે. આ માટે અનેક પ્રોડક્ટ્સ (Products) નો ઉપયોગ કરવામાં આવે છે. 20 વર્ષની ઉંમરમાં છોકરી (Girl)ઓ સુંદર લાગવા માટે અનેક કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આના કારણે ત્વચા (Skin)માં પિગમેન્ટેશન, ડાર્ક સ્પૉટસ થઈ જાય છે. જો તમે આ પ્રકારની ત્વચાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું. જેનો ઉપયોગ કરી ગ્લોઈંગ ત્વચા (Glowing skin)મેળવી શકો છો.
ત્વચાને હાઈડ્રેટેડ રાખો

પાણી પીવાથી માત્ર શરીર જ નહિ ત્વચા પણ હાઈડ્રેટેડ રહે છે. તમારી ત્વચામાં ઈલાસ્ટિસિટી જાળવવામાં મદદ કરે છે. દરરોજ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. તમારા ચહેરામાં ઈલાસ્ટિસિટી જળવાઈ રહે સાથે તમારી ઉંમર પણ વધુ દેખાતી નથી.

સનસ્ક્રીનનો ઉપયોગ કરો

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

તડકાના કારણે એનર્જી, હાઈપર પિગમેન્ટેશન અને ડાર્ક સ્પોટ્સ થઈ જાય છે. આ સિવાય વધુ સમય સુધી તડકામાં રહેવાના કારણે સનબર્નની સમસ્યા થઈ શકે છે. આ સિવાય ત્વચાના કેન્સરનો ભય રહે છે. આ તમામ મુશ્કેલીઓમાંથી દુર રહેવા માટે દરરોજ સન સ્કીન લગાવો, તડકાના હાનિકારક કિરોણોથી બચવા માટે દરરોજના એસપીએફ 30 સનસ્ક્રીન (Sunscreen) લગાવો.

પુરતી ઊંધ લો

તંદુરસ્ત લાઈફસ્ટાઈલ (Lifestyle) માટે ખુબ ફાયદાકારક છે. રાત્રે પુરતી ઊંધ લેવાથી તણાવ ઓછો થાય છે. જેનાથી આંખોની નીચે થતા કાળા કુંડાળા થતા નથી. જેનું કારણ સામાન્ય રીતે પુરતી ઊંધ ન લેવાના કારણે થાય છે. આ સિવાય પૌષ્ટિક આહાર પણ તમારી ત્વચાની રંગત નિખારવામાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. માટે જરુરી છે કે, સંતુલન ડાઈટ (Diet) લો જેનાથી શરીરમાં કોઈ પણ રીતના પોષક તત્વોની કમી ન રહે.

દરરોજ તમાચા ચહેરા (Face)ને દિવસમાં બે વખત ધોઈ લો. એક વખત સવારે ઉઠીને અને બીજી વખત રાત્રે સુતી વખતે ચહેરાને સાફ કરો. આમ કરવાથી ત્વચામાં જામેલી ગંદકી, ડેડ સ્ક્રીન અને ધૂળ સાફ થઈ જાય છે. ત્વચા સુંદર દેખાશે.

સ્ક્રિનને જોઈ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો

તમારી ત્વચા (Skin)ના પ્રકારે પ્રોડ્કટ ખરીદવી જોઈએ. કોઈપણ પ્રોડક્ટ (Products)ને ચેહરા પર લગાવતા પહેલા એક વખત પૈચ ટેસ્ટ જરુર કરો. જેથી તમને કોઈ પણ પ્રકારની એલર્જી ન થાય. તમારી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઈંગ રાખવા માટે વિટામીન સી પ્રોડ્ક્ટનો ઉપયોગ કરો. જે તમારી ત્વચાને મોઈશ્ચરાઈઝર (Moisturizer) કરવાની સાથે સાથે ગ્લો લાવવામાં પણ મદદ કરે છે.

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો : Health Tips : હીમોગ્લોબિનને જાળવી રાખવા ડાયટમાં સામેલ કરો આ ફુડ, રહેશો હેલ્ધી અને ફીટ

Next Article