Lifestyle : શિયાળામાં સૂર્યસ્નાન કરવાના આ છે પાંચ અદભુત ફાયદા

|

Dec 20, 2021 | 8:39 AM

વિટામિન ડી ફક્ત આપણા શરીરની કામગીરી માટે જ જરૂરી નથી, પરંતુ તે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને ખબર નહીં હોય, પરંતુ નિયમિતપણે તડકામાં બેસવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

Lifestyle : શિયાળામાં સૂર્યસ્નાન કરવાના આ છે પાંચ અદભુત ફાયદા
Benefits of Sun bath in winter

Follow us on

જેમ તમે જાણતા હશો કે જેમ છોડ(Plants ) અને વૃક્ષોને(Trees ) ઉગવા માટે સૂર્યપ્રકાશની(Sunlight ) જરૂર હોય છે, તેવી જ રીતે મનુષ્યને પણ તંદુરસ્ત અને યોગ્ય રીતે વિકાસ કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર હોય છે. ભલે ઉનાળામાં તડકો તમને તામસી બનાવે છે, પરંતુ શિયાળામાં તમને રાહત મળે છે અને સૂર્યસ્નાન કરવાથી ઘણો આનંદ થાય છે. ભલે તમે તેના ફાયદા ન સમજતા હોય, પરંતુ શિયાળામાં સૂર્યસ્નાન કરવાથી તમને આવા ઘણા ફાયદા મળે છે. જેના વિશે તમે કદાચ જાણતા ન હોય.

આ લેખમાં, અમે તમને શિયાળામાં સૂર્યસ્નાન કરવાના 5 અદ્ભુત ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ, જે તમે આ શિયાળામાં મેળવી શકો છો.

શરીરમાં વિટામિન ડીનું સ્તર વધારે છે
શરીરને તેના ઘણા કાર્યો કરવા માટે વિટામિન ડીની પુષ્કળ જરૂર હોય છે. સૂર્યપ્રકાશ માત્ર શરીરમાં બળતરા ઓછી નથી કરતું પણ કોષોને નવી ઉર્જા પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. જો તમને લાગે છે કે ખોરાક ખાવાથી વિટામિન ડી મળી શકે છે તો તમે બિલકુલ ખોટા છો. જાણો કે સૂર્ય એ વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત છે અને શરીરની વિટામિન ડીની જરૂરિયાત પૂરી કરવા માટે, તમે માત્ર 5 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસી શકો છો. હા, જો તમારે 15 મિનિટથી વધુ સૂર્યપ્રકાશમાં બેસવું હોય તો સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં.

RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો

રોગપ્રતિકારક શક્તિને વેગ મળે છે
વિટામિન ડી ફક્ત આપણા શરીરની કામગીરી માટે જ જરૂરી નથી, પરંતુ તે તમારી રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને ખબર નહીં હોય, પરંતુ નિયમિતપણે તડકામાં બેસવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે રોગોના જોખમથી દૂર રહો છો. જો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત છે, તો તે તમને રોગો અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે, સર્જરી પછીની ગૂંચવણોમાંથી રાહત મેળવી શકે છે.

હાડકાં મજબૂત બને છે
હાડકાંને મજબૂત કરવા માટે વિટામિન ડીની પણ જરૂર હોય છે, જેને તમે થોડો સમય બહાર બેસીને પૂરી કરી શકો છો. વાસ્તવમાં, જ્યારે તમે તડકામાં રહો છો, ત્યારે શરીર વિટામિન ડી ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. જો તમારી ત્વચા સ્વચ્છ હોય તો તમે દરરોજ 15 મિનિટ તડકામાં રહો, જે પર્યાપ્ત સાબિત થશે. વિટામિન ડી ફક્ત તમારા શરીરને કેલ્શિયમ શોષવામાં જ મદદ કરતું નથી પરંતુ તે નબળા, પાતળા અથવા હાડકાની કોઈપણ ખામીને પણ અટકાવે છે.

ડિપ્રેશન સામે લડવામાં મદદ કરશે
જો તમે કોઈ બાબત વિશે વધુ પડતું વિચારો છો, તો તમારે થોડું સૂર્યસ્નાન કરવાની જરૂર છે. વૈજ્ઞાનિકોએ પણ સાચું કહ્યું છે કે બહારના પ્રકાશમાં રહેવાથી તમને સારું લાગે છે. વાસ્તવમાં, તડકામાં રહેવાથી તમારા શરીરમાં સેરોટોનિનનું સ્તર ઘણી હદ સુધી વધે છે. સેરોટોનિન, એક પ્રકારનો હોર્મોન, તમારા મૂડને સુધારવામાં મદદ કરે છે અને તમને હળવા અને શાંત રહેવામાં પણ મદદ કરે છે.

તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
2014ના અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે જો તમે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે માત્ર 30 મિનિટ માટે બહાર જાવ તો તમે વજન ઘટાડવામાં મદદ કરી શકો છો. હા, આ માટે માત્ર આ એક જ પરિબળ જવાબદાર નથી અને તમારે અન્ય બાબતો પણ કરવી પડશે. પરંતુ એવું લાગે છે કે સવારના સૂર્યપ્રકાશ અને વજન ઘટાડવા વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે છે.

 

આ પણ વાંચોઃ Pushpa: The Rise : અલ્લુ અર્જુનના પુત્રએ ‘પુષ્પા’ માટે પાઠવી ખાસ શુભેચ્છા, એક્ટરએ કહ્યું, ‘તે તો મારા દિવસને સ્પેશિયલ બનાવી દીધો

આ પણ વાંચોઃ  Papaya Farming : ખેડૂતો માટે એલર્ટ! જો પપૈયામાં બિલાડી- કુતરા જેવું બનવા લાગે તો સમજવું કે તમારી કમાણીથી ધોવા પડશે હાથ

Next Article