મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી

અહીં અમે તમને એક એવી ખાસ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખાતરની ગુણવત્તા વિશે જાણી શકશો. આ પદ્ધતિની મદદથી તમે જાણી શકશો કે કયું ખાતર અસલી છે અને કયું નકલી.

મોટાપાયે ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતર અસલી છે કે નકલી? જાણો આ રીતથી
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2021 | 6:55 PM

ભારત (India)માં ખેતી(Farming)ની ઉપજ વધારવા ખાતરનો વ્યાપક ઉપયોગ થાય છે. જો કે દેશના કેટલાક ભાગોમાં ખાતરની નોંધપાત્ર અછત છે. જેના કારણે ખેડૂતો (Farmers)ને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને રાસાયણિક ખાતર (Chemical Fertilizer)ખરીદવા પડે છે. ઘણી વખત અછતને કારણે તેઓ ખાતર મેળવી શકતા નથી, જેની સીધી અસર તેમની ખેતીની ઉપજ પર પડે છે. જો કે આનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો રાસાયણિક ખાતરમાં ભેળસેળ કરી નકલી ખાતર ખેડૂતોને વેચે છે.

જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવતો હોય છે. અહીં અમે તમને એક એવી ખાસ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે ખાતરની ગુણવત્તા વિશે જાણી શકશો. આ પદ્ધતિની મદદથી તમે જાણી શકશો કે કયું ખાતર અસલી છે અને કયું નકલી.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

આજકાલ તમામ વસ્તુમાં બનાવટી કે ભેળસેળ થવા લાગી છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસે તેમના દરોડામાં એવી અનેક ફેક્ટરીઓ પણ પકડી છે, જેમાં નકલી ખાતર બનાવવામાં આવતું હોય છે. આ કારણથી જ્યારે પણ ખેડૂતો બજારમાં ખાતર ખરીદવા જાઓ છો, ત્યારે તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

તમે અસલી અને નકલી ખાતર વિશે સરળતાથી જાણી શકો છો. ખાતર ખરીદતી વખતે તેના દાણા હાથમાં લઈને તેના વિશે ઘણું જાણી શકાય છે. આ માટે તમારે DAP વિશે સમજવું પડશે. DAP સખત, દાણાદાર, કથ્થઈ અને કાળા રંગનું હોય છે. જો તમે તેને તમારા નખ વડે તોડવાનો પ્રયત્ન કરશો તો તે સરળતાથી તૂટતું નથી અને જો તૂટી જાય તો તે નબળી ગુણવત્તાનું હોઈ શકે છે.

ત્યારે ખાતર અસલી છે કે નકલી તેની ઓળખ માટે તમારે તેના દાણા હાથમાં લઈને ચૂનાથી ઘસવું જેમાં ચૂનાથી ઘસવા પર ખૂબ જ દુર્ગંધ આવે તો તેનો મતલબ તે અસલી છે. બીજી રીત છે જેમાં તમે તેના દાણાને પ્લેટમાં ગરમ ​​કરવામાં આવે તો ડીએપીના દાણા ફૂલી જાય છે. જો દાણા ના ફુલે તો સમજવું કે તેમાં ભેળસેળ અથવા નકલી છે. આ પ્રક્રિયાની મદદથી તમે ખાતરની ગુણવત્તા વિશે જાણી શકો છો.

આ પણ વાંચો: Success Story: પાકમાં જંતુનાશક તરીકે હોમિયોપેથી દવાઓનો કર્યો સફળ પ્રયોગ, લોકોએ નામ આપ્યું પાકના ડોક્ટર

આ પણ વાંચો: India’s Biggest IPO: દેશના સૌથી મોટા IPO નું શેર બજારમાં થયું લિસ્ટીંગ, ઈશ્યુ પ્રાઈઝ રુ. 2150 ના બદલે રુ.1955 પર લિસ્ટ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">