Valentine’s Day Beauty: ડેટ પર લિપસ્ટિક ભુંસાવાથી પરેશાન છો ? તો અપનાવો આ ટીપ્સ અને થઈ જાવ નિશ્ચિત

|

Feb 11, 2022 | 11:20 AM

Beauty tips : મેકઅપની વાત આવે છે, તો દરેક સ્ત્રીની પ્રથમ પસંદગી લિપસ્ટિક હોય છે. વિવિધ બ્રાન્ડની લિપસ્ટિક્સ હોઠ પર લાંબા સમય સુધી રહેવાનો ક્લેમ કરે છે. લિપસ્ટિક સામાન્ય રીતે ખાવા-પીવાથી નીકળી જાય છે, જેના કારણે વારંવાર ટચઅપ કરવું પડે છે

Valentine’s Day Beauty: ડેટ પર લિપસ્ટિક ભુંસાવાથી પરેશાન છો ? તો અપનાવો આ ટીપ્સ અને થઈ જાવ નિશ્ચિત
Valentine's Day Beauty tips (symbolic image )

Follow us on

વેલેન્ટાઈન વીકમાં ક્યાંક ડેટ પર જવા માટે આ દિવસોમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને મહિલાઓ આ દિવસે પોતાના કપડાં અને મેક-અપ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. જો કે વેલેન્ટાઈન ડેટ( Valentine’s Date) પર મેકઅપ આખા લુકને ખાસ લુક આપે છે. તે જ સમયે, જ્યારે મેકઅપની વાત આવે છે, તો દરેક સ્ત્રીની પ્રથમ પસંદગી લિપસ્ટિક હોય છે. વિવિધ બ્રાન્ડની લિપસ્ટિક્સ (Lipstick )  હોઠ પર લાંબા સમય સુધી રહેવાનો ક્લેમ કરે છે. લિપસ્ટિક સામાન્ય રીતે ખાવા-પીવાથી નીકળી જાય છે, જેના કારણે વારંવાર ટચઅપ કરવું પડે છે.

આવી સ્થિતિમાં, જો તમે ચિંતિત છો કે તમે ડેટ પર તમારી લિપસ્ટિકને ખરાબ થવાનો ડર છે.,તો તમારો દેખાવ બગડવો જોઈએ નહીં અને આ માટે તમે તમારી લિપસ્ટિકને લાંબા સમય સુધી રાખવા માટે બ્યુટી હેક્સ શોધી રહ્યા છો. તો અમે તમને કેટલીક એવી રીતો જણાવીશું જેને અપનાવીને તમારી લિપસ્ટિક લાંબા સમય સુધી હોઠ પર ટકી રહેશે.

તમારા લિપ પ્રોડક્ટને લાગુ કરવાની શ્રેષ્ઠ રીત જાણો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 લિપ સ્ક્રબ
એક્સ્ફોલિયેશન માત્ર ડ્રાય ફ્લેક્સને જ દૂર કરતું નથી, તે ક્રિઝને સ્મૂથ કરવામાં પણ મદદ કરે છે. જો તમે તમારા હોઠ પર લાઇનર લગાવો છો, તો તમારા હોઠને એક્સફોલિએટ કરવાથી મદદ મળી શકે છે. તે તમારા પાઉટને એક્સ્ફોલિએટ કરીને રક્ત પ્રવાહને પણ ઉત્તેજિત કરે છે, જે કોલેજનનું ઉત્પાદન વધારે છે અને તેને ભરે છે, તેથી લિપસ્ટિક ટકી રહેશે અને લાઇનમાં ફેલાશે નહીં.

 લિપ બામ
તમારા હોઠ પર લિપસ્ટિક લગાવતા પહેલા તમારે સારી ક્વોલિટીનો લિપ બામ જરૂર લગાવવો જોઈએ. તમારા હોઠ બામ લગાવેલા છે તો હોઠની ખાલી જગ્યાઓ ભરવાનું પણ કામ કરે છે જેથી લિપસ્ટિક સ્પ્રેડ થઇ જાય. આ સાથે તે કલરને ડ્રાય પેચ થતા અટકાવે છે અને લોન્ગલાસ્ટીંગ થવામાં પણ મદદ કરે. યાદ રાખો કે તમે હોઠ પર લિપસ્ટિક લગાવ્યાના 15 મિનિટ પહેલાં પણ બામ લગાવી શકો છો.

ટીસ્યુ પેપર

જો તમે મેટને બદલે સામાન્ય લિપસ્ટિક લગાવવાનું પસંદ કરો છો, તો તે ભુંસાઇ જવાની શક્યતાઓ વધુ છે. તેથી, લિપસ્ટિક લગાવ્યા પછી, તમે તમારા હોઠને ટીશ્યુ પેપરથી હળવેથી રબ કરો,જેથી લિપસ્ટિકને આકર્ષિત લાગશે અને પછી બાકીની લિપસ્ટિક હોઠ પરથી ઝડપથી દૂર થશે નહીં.

લિપ બ્રશ

લિપ બ્રશ વડે લિપસ્ટિક લગાવવાથી લિપસ્ટિક હોઠ પર આરામથી લાગી જાય છે અને તે દેખાવમાં પણ ખૂબ સારી લાગે છે. લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે તે માટે જરૂરી છે કે તમે વધુ પડતી લિપસ્ટિક ન લગાવો, કારણ કે તેનાથી તમને કોઈ ફાયદો થશે નહીં. તમે બ્રશ સાથે માત્ર એક કોટ લાગાવો.

બ્લોટિંગ

લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે અને ફેલાઈ ન જાય તે માટે બ્લોટિંગ ખૂબ જ જરૂરી છે. આ માટે સૌપ્રથમ હોઠ પર ટિશ્યુ પેપર લગાવો, પછી લિપ બ્રશ પર ટ્રાન્સલ્યુસન્ટ પાવડર અથવા કોઈપણ પાવડર લગાવો અને તેને ટીશ્યુ પેપર પર સારી રીતે ફેલાવો, જેથી પાવડર તમારી લિપસ્ટિકની વધારાની ચમક દૂર કરી લિપસ્ટિક મેટ દેખાડશે. લિપસ્ટિક થોડો જમ્યા પછી પણ ભુંસાતા નથી.

આ પણ વાંચો :Electric Scooter: માત્ર 14 પૈસામાં એક કિલોમીટરની એવરેજ ! આ ઇલેક્ટ્રિક સ્કૂટર સોલીડ છે, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર

આ પણ વાંચો :Vastu Tips : અપનાવો આ વાસ્તુ ટીપ્સ, બદલાવ એવો આવશે જે તમે કલ્પ્યો પણ નહીં હોય

Published On - 11:20 am, Fri, 11 February 22

Next Article