Vastu Tips : અપનાવો આ વાસ્તુ ટીપ્સ, બદલાવ એવો આવશે જે તમે કલ્પ્યો પણ નહીં હોય

Vastu Tips: જો ઘર વાસ્તુપુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ (Vastu Shastra) મુજબ ઘરમાં ઈશાન ખૂણાને પૂજવા માટે ભગવાનની મુર્તિ સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા માટે સૌથી ઉત્તમ ખૂણો માનવામાં આવે છે.

Vastu Tips : અપનાવો આ વાસ્તુ ટીપ્સ, બદલાવ એવો આવશે જે તમે કલ્પ્યો પણ નહીં હોય
Vastu Tips (Symbolic Image)
Follow Us:
Dhinal Chavda
| Edited By: | Updated on: Feb 11, 2022 | 10:01 AM

વાસ્તુ મુજબ આપણું આખુ ઘર વાસ્તુ પુરૂષ મુજબ હોવુ જોઈએ. જો ઘર વાસ્તુ પુરૂષના અનુરૂપ નથી હોતુ તો ઘરવાળાને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ (Vastu Shastra) મુજબ ઘરમાં ઈશાન ખૂણાને પૂજવા માટે ભગવાનની મુર્તિ સ્થાપના માટે કે ભગવાનનો ફોટો લગાડવા માટે સૌથી ઉત્તમ ખૂણો માનવામાં આવે છે. ઘરમાં પાણીનો બગાડ, ઘરની ટાંકીમાંથી પાણીનો બિનજરૂરી લીકેજ, પાણીનો વધુ પડતો ઉપયોગ પણ યોગ્ય નથી, તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, માનસિક નબળાઈ આવે છે. ઘરમાં જૂના કપડાં (Cloth) અને જૂતાં રાખવાથી કે જૂની નકામી વસ્તુઓ ઘરમાં જમા રાખવાથી રાહુ ખરાબ થાય છે, ઘરમાં બીમારીઓ અને ચિંતાઓ વધે છે આથી આજે અમે તમને ઘરના વાસ્તુ વિશે કેટલીક જાણકારી આપી રહ્યા છીએ.

વાસ્તુમાં પ્રકાશને ખુબ મહત્વ આપવામાં આવ્યુ છે,વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ સવારે સાંજે બલ્બ શરૂ કરો. ખાસ કરીને રસોડામાં બલ્બ (Darkness) અગ્નિ ખૂણામાં લગાવવો જોઈએ. જેનાથી ઘરમાં સુખ શાંતિનું આગમન થાય છે. ઘરમાં અગ્નિથી સંબંધિત ઉપકરણો દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવા જોઈએ.

-વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘોડાની નાળને લગાવવી લાભદાયી છે. ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવી જોઈએ. જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

-વાસ્તુ અનુસાર ઘરમાં પર્વનું ચિત્ર હંમેશા બેસવાની જગ્યાની પાછળની દિવાલ પર લગાવવું જોઈએ. જેનાથી આપણે બળ મળે છે અને આત્મવિશ્વાસની કમી દૂર થાય છે.

-વાસ્તુ અનુસાર ઘરમાં બેડરૂમ એવી રીતે બનાવો કે જેમાં સુવાનું દક્ષિણ દિશામાં હોય. જેનાથી આપણો સ્વભાવ ઉત્તમ થાય છે.

-વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ટોયલેટ પૂર્વ દિશામાં રાખો જેથી ટોયલેટમાં તમારું મોઢું ઉત્તર અથવા દક્ષિણ દિશાની તરફ આવે. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને તમને સફળતા મળે છે.

-પાર્કિંગ માટે ઉત્તર-પશ્ચિમ દિશાનું સ્થાન પસંદ કરવું જોઈએ. -માન્યતા છે કે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. આ સિવાય સૂતી વખતે અરિસાને ઢાંકી દેવો જોઈએ.

– ઘરમાં કાંટેદાર છોડ ના લગાવવા જોઈએ. આનાથી ઘરમાં પૈસાની હાનિ થઇ શકે છે. ઘરમાં છોડને રોજે પાણી પાવું જોઈએ અને કોઈ છોડ સુકાય તો એેને તરત જ કાઢી નાંખો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો : Share Market : નબળાં વૈશ્વિક સંકેત સાથે ભારતીય બજાર પણ તૂટ્યાં, Sensex 700 અને Nifty 212 અંક પછડાયા

આ પણ વાંચો :IND vs WI, 3rd ODI, LIVE Streaming: આજે ત્રીજી અને સિરીઝની અંતિમ વન ડે, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકો છો મેચ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">