અલગ અલગ છે હાઈડ્રેશન અને મોઈશ્ચરાઈઝેશન, પ્રોડક્ટ ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન

|

Sep 29, 2022 | 3:47 PM

તમે પણ નથી જાણતા કે હાઈડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ વચ્ચેનો (Healthy Skin Care Tips) ફર્ક શું છે? અંગ્રેજી વેબસાઈટ હેલ્થલાઈન ડોટ કોમમાં આ જણાવવામાં આવ્યું છે. તેના આધારે અમે તમને આ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ.

અલગ અલગ છે હાઈડ્રેશન અને મોઈશ્ચરાઈઝેશન, પ્રોડક્ટ ખરીદતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન
Skin care tips

Follow us on

સ્કીન કેર રૂટિનને ફોલો કરે છે તે લોકો મોઈશ્ચરાઇઝિંગ અને હાઈડ્રેશનનું મહત્વ જાણે છે. હાઇડ્રેશનના અભાવે સ્કીન હેલ્થી રહેતી નથી અને ન તો યોગ્ય રીતે ગ્લો કરી શકે છે. કહેવાય છે કે જેમ શરીરને હાઈડ્રેટ કરવાની જરૂર છે, તેવી જ રીતે આપણી સ્કિન પણ હાઈડ્રેટેડ (Healthy Skin Care Tips) હોવી જોઇએ. તેવી જ રીતે મોટાભાગના લોકો સ્કીન કેરમાં મોઈશ્ચરાઇઝિંગ અને હાઇડ્રેશન વચ્ચેના તફાવતને જાણતા નથી. તેઓ સ્કીન કેરમાં હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગની ભૂલ કરે છે. માર્કેટમાં આવી ઘણી કંપનીઓ છે, જે એક પ્રોડક્ટમાં હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણ (Moisturiser Benefits) હોવાનો દાવો કરે છે.

શું તમે પણ નથી જાણતા કે હાઈડ્રેટિંગ અને મોઇશ્ચરાઈઝિંગ વચ્ચેનો ફર્ક શું છે? અંગ્રેજી વેબસાઈટ હેલ્થલાઈન ડોટ કોમમાં આ જણાવવામાં આવ્યું છે. તેના આધારે અમે તમને આ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જણાવવા જઈ રહ્યા છીએ.

જાણો તેમની વચ્ચે શું છે ફર્ક

હાઈડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ એ માર્કેટમાં મળતા પ્રોડક્ટ્સના પ્રમોશન માટેની એક ટર્મ છે. તેનો ઉપયોગ બ્રાન્ડ વેચવા માટે થાય છે. એક્સપર્ટે જણાવ્યું હતું કે મોઇશ્ચરાઇઝર્સ ઓયલ બેસ્ડ હોય છે. પેટ્રોલિયમ અને મિનરલ ઓયલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે. જ્યારે હાઈડ્રેટરને હ્યુમેક્ટન્ટ કહેવામાં આવે છે, જે ગ્લિસરીન અને હાઇડ્રોલિક એસિડ બેસ્ડ હોય છે. તેઓ પાણીને શોષી લે છે અને તેને સ્કિનને હેલ્થી રાખે છે. હાઈડ્રેશનમાં સ્કિનમાં ભેજ એટલે કે પાણી રહે છે અને તે ગ્લો કરી શકે છે. જ્યારે મોઈશ્ચરાઈઝેશન સ્કિનને સોફ્ટ રાખે છે, પરંતુ આ પદ્ધતિ સ્કિનને ગ્લોઈંગ કરી શકે છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

હાઈડ્રેટિંગ અને મોઇશ્ચરાઈઝિંગના રૂટિન માટે રાખો આ બાબતોનું ધ્યાન

– સ્કિન સ્પેશિયાલિસ્ટ્સનું કહેવું છે કે જો તમે રૂટીનમાં આ બંને પદ્ધતિઓ અપનાવો છો, તો તમારે પહેલા યોગ્ય જાણકારી ભેગી કરવી જોઈએ. કારણ કે શરીરની જેમ ત્વચા પણ શ્વાસ લે છે.

– મોઇશ્ચરાઇઝેશન અને હાઈડ્રેશનને ધ્યાનમાં રાખીને સ્કિન કેર રૂટિન ફોલો કરો છો, તો તમારી સ્કિન ટાઈપનું પણ ખાસ ધ્યાન રાખો. તમારી ત્વચાના પ્રકારને જાણ્યા વિના કોઈપણ વસ્તુનો ઉપયોગ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

– ડ્રાય સ્કિન ધરાવતા લોકોએ મોઇશ્ચરાઇઝેશનનું ધ્યાન રાખવું જોઈએ. આ સ્કિન ટાઈપના લોકો પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિનનો ઉપયોગ કરી શકે છે. જો તમને તે પસંદ ન હોય તો તેના બદલે શિયા બટર, સોયાબીન ઓયલનો પણ ઉપયોગ કરી શકાય છે.

– જો તમારી ત્વચા ડીહાઇડ્રેટેડ રહે છે, તો તમે બજારમાં મળતા હાઇડ્રેટિંગ સીરમને રૂટીનમાં સામેલ કરી શકો છો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Next Article