કેળા જ નહીં તેની છાલ પણ છે ગુણકારી, આ પ્રયોગથી થોડા જ દિવસમાં ચમકી ઉઠશે ચહેરો

કેળાને એક સુપર ફુડ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે સ્કિનની ખીલ સમસ્યાથી પરેશાન છો તો કેળાની છાલનો ઉપયોગ કરો.

  • Updated On - 2:03 pm, Tue, 8 June 21 Edited By: Gautam Prajapati
કેળા જ નહીં તેની છાલ પણ છે ગુણકારી, આ પ્રયોગથી થોડા જ દિવસમાં ચમકી ઉઠશે ચહેરો
કેળાની છાલ છે ગુણકારી

કેળાને આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ શું તમે જાણો છો કે કેળાની છાલથી પણ ત્વચાને ચમકદાર બનાવી શકાય છે ? કેળાની છાલનો ઉપયોગ તમારી સ્કિનને હેલ્ધી રાખવા માટે કરી શકો છો.

વાસ્તવમાં કેળાને એક સુપર ફુડ માનવામાં આવે છે. તેમાં પોટેશિયમ, વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે સ્કિનની ખીલ સમસ્યાથી પરેશાન છો તો કેળાની છાલનો ઉપયોગ કરો. તેમાં વિટામિન બી,સી, ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે ખીલની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

કેળાની છાલનો ઉપયોગ કરીને તમે સ્કિનને હેલ્ધી રાખી શકો છો. કેળામાં મળનાર પોષક તત્વો સ્કિન સંબંધી તમામ સમસ્યાઓને છૂટકારો આપવામાં મદદ કરે છે. તો આવો જાણીએ ત્વચાના દાગ ધબ્બાથી છુટકારો મેળવવા માટે કેવી રીતે કેળાની છાલનો ઉપયોગ કરશો ?

દાગ ધબ્બા માટે

કેળાની છાલમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જે ત્વચાના ડાઘ ધબ્બાથી છુટકારો આપવામાં મદદ કરે છે. અને ત્વચામાં ચમક આપવામાં મદદ કરે છે. ડાઘ ધબ્બા દૂર કરવા માટે તમે ઈચ્છો તો સીધી જ રીતે કેળાની છાલને ગાલ પર ઘસી શકો છો. અથવા કેળાની છાલને ઘસીને અંદરની બાજુ મધ લગાવીને તેનાથી ચહેરા પર મસાજ કરો. અને પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો. તેનાથી ચહેરો ચમકદાર અને ડાઘ ધબ્બા રહિત બની જશે.

કરચલીઓ માટે

કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે કેળાની છાલને ગ્રાઈન્ડરમાં પીસી લેવી. તેમાં એક ઈંડુ નાંખવું અને એક ચમચીથી તેને સારી રીતે ભેળવી દેવું. આ પેસ્ટને ચહેરા પર 15-20 મિનિટ સુધી રહેવા દો. અને પછી ઠંડા પાણીથી ચહેરાને સાફ કરી લો. તેનાથી ચહેરાની કરચલીઓ ઓછી કરી શકાય છે.

ડાર્ક સર્કલ માટે

આંખોની નીચે કાળા કુંડાળાના કારણે ચહેરાની ચમક ઓછી થઇ જાય છે. જે લોકોને આ સમસ્યા છે તેઓ કેળાની છાલ નો ઉપયોગ કરી શકે છે. કેળાની છાલના સફેદ રેશાની સાથે એલોવેરા જેલ મિક્સ કરો અને આંખોની નીચે લગાવો. થોડા સમય પછી તેને ધોઈ લો. થોડા દિવસ સુધી આ પ્રયોગ કરી જુઓ. તમને ડાર્ક સર્કલની સમસ્યાથી છુટકારો મળી જશે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: કોરોનાના કારણે બાળકોમાં ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી, થઈ શકે છે આ સમસ્યાઓ

આ પણ વાંચો: PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ