શું તમે પણ મુંઝવણમાં છો કે નવા વર્ષમાં કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ ? તો વાંચો આ લેખ

|

Dec 30, 2022 | 5:52 PM

સામાન્ય રીતે મહિલાઓને તેમના કપડાંની સાથે તેમના મેકઅપ Makeup માટે તે વધારે સજાગ રહે છે. જો તમે પણ 2023 માં તમારા લુકને બીજાથી અલગ કરવા માંગો છો તો આ મેકઅપ લુક ટ્રાય કરો.

શું તમે પણ મુંઝવણમાં છો કે નવા વર્ષમાં કેવા પ્રકારનો મેકઅપ કરવો જોઈએ ? તો વાંચો આ લેખ
Makeup Tips

Follow us on

મહિલાઓ સામાન્ય રીતે તેમના આઉટફિટ અને મેક-અપને વધારે મહત્વ આપે છે. 2023મા કેવા પ્રકારના મેક-અપ તમારા આઉટફિટ સાથે ટ્રાય કરી શકો, તેને લઈને મહિલાઓમાં મુંઝવણ અનુભવતા હોય છે. મહિલોઓ પોતાનાં ચહેરાને સુંદર અને આકર્ષિત લુક મેળવવા માટે મેકઅપ કરે છે. સેલેબ્રિટી મેકઅપ આર્ટિસ પ્રિયા ગુલાટીનાએ 2023માં કેવા પ્રકારનાં મેકઅપનો ટ્રેડ કરશે તે અંગેની ટીપ્સ આપી હતી. જેમા તેણે સલાહ આપી હતી કે ચહેરાં પર કોઈ પણ મેકઅપ કરતા પહેલા ચહેરાને પાણીથી સાફ કર્યા પછી સ્કીન પર મોસ્ચ્યુરાઇઝ લગાવવ્યા પછી જ ચહેરા પર મેકઅપ લગાવવો જોઈએ. તેમની વધુ ટીપ્સ જાણવા માટે આ લેખ વાંચો.

નેચરલ મેકઅપ

અત્યારે મહિલાઓ ખાસ કરીને નેચરલ મેકઅપ કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. નેચરલ મેકઅપ કરવા માટે તમારે હેવી ફાઉંડેશનનો ઉપયોગ ન કરવો જોઈએ.

આંખ માટે બ્રાઈટ અને બોલ્ડ લુક

2023માં આંખના મેકઅપ માટે બ્રાઈટ અને બોલ્ડ આઈશેડો ટ્રેન્ડમાં રહેશે. જો રંગની વાત કરવામાં આવે તો લોકોને વાદળી, લીલો અને જાંબલી રંગ સૌથી વધુ પસંદ આવે છે. વર્ષ 2023માં પણ બ્રાઈટ અને બોલ્ડ આઈશેડોનો ઉપયોગ કરવો જોઈએ.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બોલ્ડ લીપ કલર

2023માં બોલ્ડ લિપ કલર્સ ટ્રેન્ડમાં હશે. 2022માં પણ લોકોને બોલ્ડ લિપ કલર સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. તમારે પણ આ વર્ષે લિપસ્ટિકનો બ્રાઈટ કલર કોઈપણ વેડિંગ ફંક્શન અથવા પાર્ટી માટે પણ પરફેક્ટ રહેશે છે.

કોન્ટૂરિંગ ટ્રેન્ડમાં છે

મેકઅપની દુનિયામાં કોન્ટૂરિંગને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. 2022માં આ સાથે મેકઅપને વધુ અનોખો બનાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ટ્રેન્ડમાં અલગ-અલગ પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તમારા ચીકબોન્સ અને નોઝને પરફેક્ટ શેપમાં દેખાડી શકાય છે. કોન્ટૂરિંગ દરમિયાન ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો ભારે લાગુ પડતા નથી પરંતુ તેને અંતિમ સ્પર્શ તરીકે જોઈ શકાય છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Next Article