જો તમે પણ તમારા વાળ અને ત્વચાને તંદુરસ્ત રાખવા માંગો છો? તો આ ટીપ્સ અજમાવો

|

Dec 28, 2022 | 6:12 PM

કેટલાક લોકોની ત્વચા ઠંડા વાતાવરણના કારણે ચહેરાની ચમક દૂર થતી જોવા મળે છે અને વાળમાંથી પણ તેની ચમક દૂર થાય છે અને બરછટવાળ થવાના કારણે વાળ ખરવાની સાથે કેટલાક કિસ્સામાં વાળ તૂટતા હોય છે.

જો તમે પણ તમારા વાળ અને ત્વચાને તંદુરસ્ત રાખવા માંગો છો? તો આ ટીપ્સ અજમાવો
If you also want to keep your hair and skin healthy, try these tips

Follow us on

શિયાળાની સિઝનમાં સામાન્ય રીતે ત્વચા અને વાળની સમસ્યામાં વધારો જોવા મળે છે. ઠંડી હવાના કારણે વાળમાં અને ત્વચા પર અનેક અસરો થાય છે. જેમાં વાળ અને ત્વચામાં ખંજવાળ, શુષ્કતા અને વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. કેટલાક લોકોની ત્વચા ઠંડા વાતાવરણના કારણે ચહેરાની ચમક દૂર થતી જોવા મળે છે અને વાળમાંથી પણ તેની ચમક દૂર થાય છે અને બરછટવાળ થવાના કારણે વાળ ખરવાની સાથે કેટલાક કિસ્સામાં વાળ તૂટતા હોય છે તો આવી સમસ્યાથી દૂર રહેવા માટે તમારે તમારા રોજિંદા જીવનમા કેટલીક આદતોની ટેવ પાડવી જોઈએ.

ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો

તમારે ખાસ કરીને શિયાળમાં રોજ ત્વચાને યોગ્ય રીતે મોઇશ્ચરાઇઝ કરવી જોઈએ. ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાથી સ્કીન હેલ્ધી અને હાઈડ્રેડ રહે છે.

 પુષ્કળ પાણી પીવું

જો તમારે તમારી ત્વચાને હેલ્ધી રાખવી હશે તો તમારે વધુ પ્રમાણમા પાણી પીવું જોઈએ. આમ કરવાથી તે તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવામાં મદદ રુપ થશે. શરીરને હાઇડ્રેટેડ રાખવાથી તે તમારી ત્વચાની સાથે શરીરના અન્ય અંગોને પણ સ્વસ્થ રાખે છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

વાળમાં તેલ લગાવવું

જે લોકો વાળમાં નિયમિત તેલ છે તેમની માથાની ચામડી અને વાળના વિકાસ માટે તે ઘણુ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં વાળને કુદરતી તેલ મળવું ખૂબ જ જરૂરી બની જાય છે. નિયમિત તેલ લગાવવાથી વાળના મૂળને પોષણ મળે છે અને વાળ તૂટવામાં રાહત મળે છે.

ધોયા પછી હંમેશા વાળ સુકવો

વાળને ધોયા પછી તેને ડ્રાયર કે પંખાનાની હવાથી વાળને કોરા પાડવા જોઈએ. કેટલાક લોકો વાળને ટુવાલમા બાંધીને વાળ સુકવતા હોય છે.આમ કરવાથી વાળ ખરાબ થઈ જાય છે.

વધુ શેમ્પુ કરવાનું ટાળો

જો તમે વારંવાર વાળમા શેમ્પૂનો ઉપયોગ કરો છો તો તે તમારા વાળને ડ્રાય કરે છે જેના કારણે વાળ ખરવાની અને ખંજવાળની સમસ્યાઓ જોવા મળે છે. તમારે અઠવાડિયામાં મર્યાદિત સંખ્યામાં શેમ્પૂ કરવું જોઈએ.

કંડિશનરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

તમારા વાળને ધોયા પછી તેને મોઇશ્ચરાઇઝ કરવા અને તમારા વાળના સૌથી બહારના પડને સુરક્ષિત રાખવા માટે તમારે કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઈએ. કંડિશનરનો ઉપયોગ કરવાથી તે વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામા મદદ રુપ થાય છે.

ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો

Next Article