સુંદરતા : ઓઇલી સ્કીન માટે ઉત્તમ છે મુલતાની માટી, આ ફેસપેક બનાવીને લગાવવાથી સ્કીનની સમસ્યાઓથી મળશે છૂટકારો
જે લોકોના ચહેરા ઉપર ડાઘના નિશાન હોય છે, તે લોકોને મુલતાની માટીનું ફેસપેક લગાવવું જોઈએ. મુલતાની માટીનું ફેસપેક લગાવવાથી ડાઘની સમસ્યા દૂર થઈ જાય છે.
હાલના સમયમાં બદલાયેલી લાઇફ સ્ટાઇલ અને ખાનપાનને કારણે લોકોને સ્કીનની ઘણી બધા સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોને ફરિયાદ હોય છે કે તેમના ફેસ પર ખૂબ પિમ્પલ આવે છે અને ડાઘા પડી જાય છે. કેટલાક લોકોને વાળની સમસ્યાઓ સતાવે છે. આ બધી જ સમસ્યાઓમાં મુલતાની માટી તમને ફાયદો કરી શકે છે. મુલતાની માટી ખૂબ ગુણકારી છે અને સુંદરતાને વધારવા માટે પહેલાના સમયથી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ જુઓ તેના ફાયદા
ત્વચા માટે ઉત્તમ છે મુલતાની માટી
મુલતાની માટી ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે અને તેને ચહેરા પર લગાવવાથી અનેક પ્રકારના લાભ મળે છે જે આ પ્રકારે છે.
આ રીતે બનાવો ફેસપેક
મુલતાની માટીના પાવડરની અંદર થોડું પાણી મેળવી પેસ્ટ તૈયાર કરી લેવી. ત્યારબાદ તે પેસ્ટમાં મધ મિક્સ કરી લેવું. આ પેસ્ટને પોતાના ચહેરા ઉપર લગાવી લેવું. જ્યારે તે સુકાઈ જાય ત્યારે નોર્મલ પાણીથી ચહેરાને સાફ કરી લેવું. આ પેકને અઠવાડિયામાં બે વખત લગાવી શકાય છે. આ પેકને ચહેરા ઉપર લગાવવાથી શુષ્ક સ્કિન એકદમ દૂર થઈ જાય છે અને ત્વચા મુલાયમ બની જાય છે.
તૈલીય ત્વચા પર ખીલ ખૂબ જ હોય છે. તૈલીય ત્વચાને લીધે ચહેરા ઉપર બ્લેક હેડ્સની સમસ્યા પણ થાય છે. વાસ્તવમાં તૈલીય ત્વચા હોવાથી ચહેરા પર સરળતાથી ધૂળ અને માટી જામી જાય છે, જેના લીધે ચહેરા પર બ્લેકહેડ થઈ જાય છે. જો તમારી ત્વચા તૈલીય હોય તો તમે પણ આ ફેસ પેકને લગાવો. આ ફેસપેક લગાવવાથી તૈલીય ત્વચામાં આરામ મળી જશે.
ખીલની સમસ્યા માટે પણ છે ફાયદાકારક
મુલતાની માટીના ફાયદા ખીલ સાથે પણ જોડાયેલા છે. જે લોકોને વધારે ખીલ થાય છે, તે લોકોને મુલતાની માટે જરૂરથી લગાવવી જોઈએ. મુલતાની માટી લગાવવાથી ખીલની સમસ્યામાં તમને રાહત મળી જશે.
આ સિવાય જે લોકોના ચહેરા ઉપર દાગ-ધબ્બા નિશાન હોય છે, તે લોકોને મુલતાની માટીનું ફેસપેક લગાવવું જોઈએ. મુલતાની માટીનું ફેસપેક લગાવવાથી દાગ-ધબ્બાની સમસ્યા દૂર થઈ જાય છે અને ચહેરો એકદમ સાફ થઈ જાય છે.
મુલતાની માટીના ફાયદા વાળ સાથે પણ જોડાયેલા છે અને મુલતાની માટીને વાળ પર લગાવવાથી વાળ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
આ પણ વાંચો –
KBC 13 : શાળાના આચાર્ય ન આપી શક્યા 6 લાખ 40 હજાર ના આ પ્રશ્નનો જવાબ, શું તમે જાણો છો સાચો જવાબ?
આ પણ વાંચો –