AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશી ઘી માથી બનાવો બદામનો હલવો, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે રહેશે ઉત્તમ, જાણીલો રેસીપી

શુદ્ધ દેશી ઘી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ શુદ્ધ ઘીથી તમે ઘરે મહેમાનો માટે બદામની ખીર બનાવી શકો છો, જેનો સ્વાદ બજારની ખીર કરતાં વધુ સ્વાદિષ્ટ હશે. બદામ હવાલાની સરળ રેસિપી અહીં જાણો.

દેશી ઘી માથી બનાવો બદામનો હલવો, સ્વાદ અને સ્વાસ્થ્ય માટે રહેશે ઉત્તમ, જાણીલો રેસીપી
Almond halwa
| Updated on: Nov 11, 2023 | 9:09 AM
Share

ભારતીય રસોઇમાં ઘીનું વિશેષ મહત્વ છે. જ્યારે કોઈ પણ ખાદ્યપદાર્થમાં શુદ્ધ તાજા દેશી ઘી બને છે, ત્યારે તેનો સ્વાદ તરત જ બમણો થઈ જાય છે. ઘીનો ઉપયોગ વધારથી લઈને લાડુ કે મીઠાઈ બનાવવા સુધીની દરેક વસ્તુમાં થાય છે. દેશી ઘી માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ગુણવત્તા અને પોષણથી ભરપૂર છે. આટલું જ નહીં, આયુર્વેદમાં ઘીનો ઉપયોગ અમુક પ્રકારના રોગોની સારવારમાં પણ થાય છે. જો તમે પણ ઘીનો પૂરેપૂરો ફાયદો મેળવવા માંગતા હોવ તો અહીં અમે તમને સ્વાદિષ્ટ બદામનો હલવો બનાવવાની રીત શીખવીશું જે શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી

બદામનો હલવો રેસીપી

સામગ્રી

1/2 કિલો બદામ ખાંડ – 250 ગ્રામ કેસર – 5 તાંતણા (થોડા દૂધમાં પલાળી) પિસ્તા – 10 ગ્રામ સમારેલા બદામ – 10 ગ્રામ સમારેલી એલચી પાવડર – 1/2 ચમચી દૂધ – 1/2 ગ્લાસ પાણી – 1/2 ગ્લાસ લોટ – 2 ચમચી દેશી ઘી – 250 ગ્રામ

બદામનો હલવો કેવી રીતે બનાવવો

સૌ પ્રથમ એક બાઉલમાં બદામ નાખીને આખી રાત પલાળી દો. સવારે તેને ગાળી લો અને તેની છાલ કાઢી લો.

દૂધનો ઉપયોગ કરીને બદામને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો. યાદ રાખો કે બદામને બારીક પીસેલી હોવી જોઈએ.

એક તવો લો, તેમાં ઘી નાખીને ગરમ કરો

ઘી ગરમ થાય એટલે તેમાં બે ચમચી લોટ નાખી થોડી વાર પકાવો.

જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે તેમાં વાટેલી બદામ ઉમેરો અને સતત હલાવતા રહો.

બદામ ઘેરા રંગની થઈ જાય અને શેકાઈ જાય એટલે તેમાં ખાંડ નાખો.

ખાંડ નાખ્યા પછી થોડી માત્રામાં પાણી ઉમેરતા રહો. ધ્યાન રાખો કે હલવો પાતળો થઈ જાય એટલું પાણી ન નાખો.

હલવાને કડાઈમાં મિક્સ કરતી વખતે થોડીવાર પાકવા દો અને પછી તેમાં પલાળેલું કેસર ઉમેરો.

કેસર ઉમેર્યા પછી, સતત હલાવતા રહીને હલવાને મધ્યમ તાપ પર રાંધો.

હવે છેલ્લે એલચી પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.

છેલ્લે, તેને સર્વિંગ બાઉલમાં કાઢીને ઉપર બદામના ટુકડાથી ગાર્નિશ કરો.

હવે દેશી ઘી વડે બનાવેલ હલવાનો લુફ્ત ઉઠાવો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">