AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચંદનના ફાયદા, નુકશાન અને તેના ઉપયોગ વિશે જાણો આ પોસ્ટમાં

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

ચંદનના ફાયદા, નુકશાન અને તેના ઉપયોગ વિશે જાણો આ પોસ્ટમાં
Benefits and disadvantages of sandalwood (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 8:19 AM
Share

ચંદન(Sandal ) એ ખૂબ જ સુખદ સુગંધ(Smell ) ધરાવતું વૃક્ષ છે અને તેની સૌથી મહત્વની બાબત એ છે કે તેના લાકડામાંથી મળતી સુગંધ ઘણી સદીઓ સુધી રહે છે. ચંદનના પાન અને પાંદડા વિવિધ પ્રકારના ફાયદાઓ પ્રદાન કરે છે અને સદીઓથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટે ઘરેલું ઉપચાર(Remedies ) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી મળતા સ્વાસ્થ્ય લાભોને કારણે તેને ઔષધિ તરીકે પણ ઓળખી શકાય છે. ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે અને આજે પણ ચંદન અને તેની બનાવટો બજારમાં સરળતાથી મળી રહે છે.

ચંદનના લાકડા અને પાંદડામાં ઘણા સ્વાસ્થ્યપ્રદ તત્વો જોવા મળે છે, જેના ઉપયોગથી નીચેના સ્વાસ્થ્ય લાભો મળી શકે છે.

1. ચંદન ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે

ચંદનમાં ચોક્કસ પ્રકારનાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે ચહેરા પર સોજો, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. સોરાયસીસ, ખરજવું અને એટોપિક ડર્મેટાઈટીસ જેવી પરિસ્થિતિઓમાં ચંદનનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

2. ચંદન પેટના રોગોને દૂર કરવામાં મદદગાર છે

ચંદનના પાન અને લાકડાના રસમાં ખાસ પ્રકારના તત્વો જોવા મળે છે જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચંદનમાં કેટલાય સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

3. ચંદન તાવ ઘટાડવામાં મદદ કરે છે

ચંદન પર કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણધર્મો પણ છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. જેમને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

4. ચંદનની સુગંધથી માનસિક તણાવ ઓછો થાય છે

ચંદન એક સુખદ સુગંધ ધરાવે છે, જેની ગંધ મગજના રાસાયણિક સ્તરની અસામાન્ય હિલચાલને ઘટાડે છે અને તમને સારું લાગે છે. આયુર્વેદ અનુસાર ચંદનની સુગંધ માનસિક શાંતિ પ્રદાન કરવામાં મદદ કરે છે. જો કે, ચંદનના ઉપરોક્ત ફાયદા સામાન્ય રીતે પ્રાચીન તબીબી પ્રણાલીઓ અથવા અભ્યાસો પર આધારિત છે અને દરેક વ્યક્તિના શરીર પર તેની અસર અલગ અલગ હોઈ શકે છે.

ચંદનની આડ અસરો

પેટ દુખાવો ઉલટી અથવા ઝાડા હાર્ટબર્ન આ સિવાય ચંદનની સુગંધ કેટલાક લોકો માટે માથાનો દુખાવો પેદા કરી શકે છે અને કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.

ચંદનનો ઉપયોગ કેવી રીતે કરવો

ચંદન પાવડરની પેસ્ટ લગાવી શકો છો ચંદનના પાનને પીસીને લગાવો તેની સુગંધ એરોમાથેરાપી તરીકે લઈ શકાય છે દૂધ સાથે ચંદન પાવડરનો ઉપયોગ કરી શકાય છે જો કે, જો તમે ચંદનનું સેવન કરવા જઈ રહ્યા છો, તો તે પહેલાં તમારે એકવાર ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

આ પણ વાંચો: Health : જમ્યા પછી પેટમાં દુઃખાવાની કાયમી સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો

આ પણ વાંચો: Health Tips : શરીરના દુઃખાવાથી છુટકારો મેળવવા પેઈનકિલર ન ખાઓ, આ 8 કુદરતી વસ્તુઓથી મળશે છુટકારો

Follow Us
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">