Homemade Face Pack: આ હોમમેઇડ ફેસ પેકની મદદથી ગ્લોંઈગ સ્કિન મેળવો

|

May 29, 2022 | 5:32 PM

ઉનાળામાં ત્વચાની ચમક જાળવી રાખવા માટે તમે ઘણાં પ્રકારના ઘરે બનાવેલા ફેસ પેક (Homemade Face Pack)નો ઉપયોગ કરી શકો છો. તે સન ટેન અને પિગમેન્ટેડ ત્વચાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

Homemade Face Pack: આ હોમમેઇડ ફેસ પેકની મદદથી ગ્લોંઈગ સ્કિન મેળવો
Homemade Face Packs To Fade Dark Spots

Follow us on

Homemade Face Pack: કાળઝાળ ગરમીમાં વધુ પડતા સૂર્યપ્રકાશને કારણે ત્વચા નિર્જીવ અને નિસ્તેજ બની જાય છે. હાનિકારક યુવી કિરણો ત્વચાને ખૂબ નુકસાન પહોંચાડે છે. સૂર્યના વધુ પડતા સંપર્કમાં હાઈપરપીગ્મેન્ટેશન (Hyperpigmentation) અને સનટેન થઈ શકે છે. ટેનિંગથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ ઉપાયો અજમાવતા હોય છે. આવી સ્થિતિમાં, તમે કેમિકલયુક્ત ઉત્પાદનોનો ઉપયોગ કરવાને બદલે, તમે ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. આવો જાણીએ કે તમે કયા પ્રકારના ફેસ પેક (Face Pack) બનાવી શકો છો.

લીંબુનો રસ અને મધ

લીંબુનો રસ કુદરતી બ્લીચિંગ તરીકે કામ કરે છે. તેના માટે એક લીંબુના રસમાં એક ચમચી મધ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ મૃત કોષોને દૂર કરવાનું કામ કરે છે. તમે આ મિશ્રણથી ત્વચાને હળવા હાથે સ્ક્રબ કરી શકો છો. તેને ત્વચા પર 20 થી 30 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને ધોઈ લો.

ચણાનો લોટ, હળદર અને દહીં પેક

ચણાનો લોટ ત્વચાને નિખારવાનું કામ કરે છે. હળદર ત્વચાને ચમકદાર બનાવવાનું કામ કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે. તેનાથી ત્વચા કોમળ બને છે. આ માટે ચણાનો લોટ, દહીં અને હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ત્વચા પર 15 મિનિટ સુધી રહેવા દો. પછી ચહેરો પાણીથી ધોઈ લો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

પપૈયા, ટામેટા, તરબૂચ, બટેટા અને કાકડીનું પેક

પપૈયું એક્સ્ફોલિએટિંગ ગુણોથી ભરપૂર છે. તેમાં કુદરતી ધટકો હોય છે. બટાકાના રસમાં બ્લીચિંગ એજન્ટ હોય છે. તે આંખોની આસપાસના ડાર્ક સર્કલને પણ હળવા કરે છે. ટામેટા તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતું છે. તે ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. કાકડી ત્વચાને ઠંડક આપવાનું કામ કરે છે. આ પેક બનાવવા માટે, પાકેલા પપૈયા, તરબૂચ, બટેટા, ટામેટા અને કાકડીના 4-5 ક્યુબ્સ લો. તેને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. તેને ત્વચા પર લગાવો અને તે સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ તેને ધોઈ લો.

દાળ, હળદર અને દૂધનું પેક

મસૂરને કાચા દૂધમાં આખી રાત પલાળી રાખો. પલાળેલી દાળને હળદર સાથે પીસીને પેસ્ટ બનાવો. તેને ત્વચા પર લગાવો અને તે સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ તેને ધોઈ લો.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Published On - 5:29 pm, Sun, 29 May 22

Next Article