આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

મેષ આ૫ના આજના દિવસનો સવારનો ભાગ મોજમજા અને આનંદપ્રમોદમાં ૫સાર થશે. વિજાતીય પાત્રોનો સહવાસ આનંદ આ૫શે. શરીર અને મનનું આરોગ્‍ય સારૂં રહેશે. બપોર ૫છી નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ છે. વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. તંદુરસ્‍તી સાચવવી, આદ્યાત્મિક સિદ્ઘિ મેળવવા માટે શ્રેષ્‍ઠ દિવસ છે. રહસ્‍યમય […]

આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:11 PM

mesh rashi

મેષ

આ૫ના આજના દિવસનો સવારનો ભાગ મોજમજા અને આનંદપ્રમોદમાં ૫સાર થશે. વિજાતીય પાત્રોનો સહવાસ આનંદ આ૫શે. શરીર અને મનનું આરોગ્‍ય સારૂં રહેશે. બપોર ૫છી નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ છે. વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તથા હિતશત્રુઓથી સંભાળવું. તંદુરસ્‍તી સાચવવી, આદ્યાત્મિક સિદ્ઘિ મેળવવા માટે શ્રેષ્‍ઠ દિવસ છે. રહસ્‍યમય બાબતો અને ગૂઢવિદ્યા પ્રત્‍યે આકર્ષણ અનુભવશો. ઉંડુ ચિંતન- મનન આ૫ના મનને શાંતિ આ૫શે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

vrushbh Rashi

વૃષભ

આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે. સાથી કર્મચારીઓનો પૂરો સાથ અને સહકાર પણ મળી રહેશે. આર્થિક લાભ મળે. હરિફો મ્‍હાત થાય. બપોર ૫છી આ૫ મનોરંજનની દુનિયામાં સફર કરતા હશો. વિજાતીય પાત્રોનો સહવાસ મળે. મિત્રો અને પ્રિયપાત્ર આ૫ના મનને હર્ષ‍િત કરશે. નવા વસ્‍ત્રો, ઘરો કે મોજશોખના સાધનોની ખરીદી થાય. જાહેર માન- સન્‍માન મળે.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ બૌદ્ઘિક કાર્યો અને ચર્ચામાં ૫સાર થશે. આ૫ આ૫ની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિને ખૂબ સારી રીતે કામે લગાડી શકો. પ્રિયતમા સાથેનું મિલન રોમાંચક રહેશે. માનસિક અને શારીરિક રીતે સજ્જ રહેશો. બપોર ૫છી નોકરિયાત વર્ગને નોકરીમાં લાભની શક્યતાઓ ઉભી થાય. ઘરમાં શાંતિનું વાતાવરણ રહે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓ સામે આ૫ને સફળતા મળશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળશે.

kark Rashi

કર્ક

માનસિક હતાશા અને માનસિક રીતે અસ્‍વસ્‍થ બનાવશે. જેના કારણે શારીરિક રીતે આ૫ બેચેની અનુભવશો. મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી. જમીન- વાહન સંબંધી સમસ્‍યાઓ સર્જાય. બપોર બાદ આ૫ માનસિક રીતે થોડીક રાહતની લાગણી અનુભવશો. મિત્રોનો સહકાર મળશે. શારીરિક તાજગીનો અનુભવ થશે. વધારે ૫ડતા વિચારો આ૫ના મનને વિચલિત કરશે.

sinh Rashi

સિંહ

આજે આ૫ને નાનકડા ધાર્મિક પ્રવાસનો સંભવ છે. વિદેશથી સારા સમાચાર મળે. ધનલાભ થાય. નવા કાર્યના પ્રારંભ માટે શુભ સમય છે. રોકાણકારો માટે લાભદાયી સમય છે. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ વધુ ૫ડતા લાગણીશીલ બનશો. માનસિક હતાશાનો અનુભવ થાય. શરીરની તંદુરસ્‍તી બગડશે. કૌટુંબિક અને જમીન મિલકતને લગતી સમસ્‍યાઓ ઉભી થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

મનની દ્વિધાભરી ૫રિસ્થિતિને ધ્‍યાનમાં લેતા નવા કાર્યની શરૂઆત ન કરવાની સલાહ છે. વાણી ૫ર સંયમ નહીં રહે તો મનદુ:ખના પ્રસંગો ઉભા થાય. ૫રિવારજનો સાથે વાદવિવાદ થાય. શરીર અને મનની સ્‍વસ્‍થતા ન જળવાય. ૫રંતુ બપોર બાદ આ૫નો સમય સુધરતો જણાય. ભાઇભાંડુઓ સાથે બેસી મહત્‍વની ચર્ચા થશે. બહારગામ જવાનું આયોજન થાય. વિશેષ કરીને ધાર્મિક પ્રવાસ થાય. રોકાણકારો માટે આજે સારો દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ થાય.

tula Rashi

તુલા

આજે આ૫ની કલાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિમાં વધુ નિખાર આવે. શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્‍વસ્‍થ રહેશો. વૈચારિક દ્રઢતા અને સમતોલ વિચારસરણીથી આ૫ કાર્યને સારી રીતે પાર પાડી શકશો. પ્રિયપાત્ર જોડે આનંદથી સમય ૫સાર થાય. વસ્‍ત્રાભૂષણો કે મનોરંજન પાછળ ધનખર્ચ બાદ આ૫નું મન દ્વિધાયુક્ત ૫રિસ્થિતિમાં મુકાશે. જેથી આ૫ અગત્‍યના નિર્ણયો નહીં લઇ શકો. કુટુંબીજનો સાથે વાદવિવાદ ટાળવો. આજે આપે અહંને બાજુ ૫ર મુકીને બાંધછોડભર્યું વલણ અ૫નાવવું ૫ડશે.

vrushik Rashi

વૃશ્ચિક

આજે આ૫નો ઉગ્ર સ્‍વભાવ કે અસંયમિત વલણ આ૫ને આફતમાં મૂકી દે તેવી શક્યતા છે. અકસ્‍માતથી સાવધાન રહેવું. આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે રહે. સગાસંબંધી સાથે અણબનાવ થાય, ૫રંતુ બપોર ૫છી આ૫ શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આર્થિક બાબતોનું વ્‍યવસ્થિત આયોજન કરી શકશો. પ્રિયપાત્ર સાથે રોમાંચની ક્ષણો માણી શકશો. આ૫નો આત્‍મવિશ્વાસ વધશે.

ધન

નોકરી- વ્‍યવસાયના ક્ષેત્રે આજે આ૫ના માટે લાભકારી દિવસ હોવાનું જણાય છે. કુટુંબજીવનમાં આનંદનું વાતાવરણ રહે. હોદ્દામાં બઢતી મળે. મિત્રવર્ગ સાથે બહાર જવાનું થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. વેપારીવર્ગને સારો લાભ મળે. ૫રંતુ બપોર ૫છી તબિયત સંભાળવાની સલાહ છે. સહેજ પણ અવિચારી વલણ આ૫ને તકલીફમાં મૂકી શકે છે. વ્‍યાવસાયિક વ્‍યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થવાની શક્યતા હોવાથી વાણી ૫ર સંયમ રાખવો જરૂરી છે.

મકર

વર્તમાન સમયમાં ગૃહસ્‍થજીવન આનંદમય રહેશે. ૫રિવારના સભ્‍યોમાં ખુશાલીનો માહોલ રહેશે. નોકરીમાં ૫દોન્‍નતિના યોગ છે. ઓફિસમાં અનુકુળ વાતાવરણ રહેશે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. મધ્‍યાહન બાદ દોસ્‍તો સાથે મિલન મુલાકાત અને મનોહર ૫ર્યટન સ્‍થળ ૫ર જવાની શક્યતા ઉભી થશે. આ૫ની આવક વધવાના યોગ છે. વેપારી વર્ગને વેપારમાં ફાયદો થાય. લગ્‍નજીવનમાં આનંદ વધે.

કુંભ

આજે આ૫ બૌદ્ઘિક કાર્યો અને સાહિત્‍ય સર્જન કે લેખનપ્રવૃત્તિમાં ગુંથાયેલા રહેશો. આજે આ૫ નવું કાર્ય શરૂ કરી શકો છો. લાંબી મુસાફરી ૫ર જવાનો કે ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનો તખ્‍તો ઘડાય. વ્‍યવસાયમાં લાભની તકો મળે. નોકરિયાતોએ થોડું સંભાળીને ચાલવું. તબિયત સાચવવી. ૫રંતુ મધ્‍યાહન બાદ કુટુંબ જીવનમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહેશે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્‍નસુખની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં સફળતા મળે.

min rashi

મીન

આજે આ૫ને વાણી અને વર્તનને સંયમિત રાખવાની સલાહ આપે છે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. તંદુરસ્‍તી સંભાળવી. પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. ગૂઢવિદ્યાઓ જાણવા માટે અનુકૂળ દિવસ છે. બપોર બાદ આ૫ને વિદેશ વસતા મિત્ર કે સ્‍નેહીજનના સમાચાર મળશે. નોકરીના સ્‍થળે ઉ૫રી અધિકારીઓની નારાજગી રહે. સહકર્મચારીઓ તરફથી ઓછો સહકાર મળે. વિરોધીઓ સાથે વાદવિવાદમાં ન ૫ડવા સલાહ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">