AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મેટ્રોનું કામ શરૂ નથી થયું છતાં રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ

સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ચોકબજારથી સુરત સ્ટેશન વચ્ચેના ઘણા માર્ગો આવતા એક વર્ષ સુધી બંધ છે. તેમાં ચોકબજાર અને SMC ને નાનપુરાથી જોડતો ગાંધીબાગ તરફનો રસ્તો પણ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Surat : મેટ્રોનું કામ શરૂ નથી થયું છતાં રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ
Road Closed for Metro Project
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 2:13 PM
Share

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ (Metro Rail Project ) માટે કાદરશાની નાળથી ડ્રીમ સિટી (Dream City )વચ્ચેના 11 કિલોમીટરના એલિવેટેડ રૂટ અને ચોક બજારથી સુરત સ્ટેશન વચ્ચે 3 કિલોમીટરના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે રૂટ ડાયવર્ઝન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ, 15 નવેમ્બરથી, એક વર્ષ માટે ચોક બજારના ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેથી મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું કામ શરૂ થઈ શકે.

પરંતુ હવે સ્થાનિક લોકોએ મેટ્રો સ્ટેશન માટે કરવામાં આવેલા ડાયવર્ઝનનો વિરોધ શરૂ કર્યો છે. આ મામલે સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં જ્યાં બેરીકેટ લગાવવામાં આવ્યા છે ત્યાં એક મહિનાથી અહીં કામ શરૂ થયું નથી તો બેરીકેટીંગ કેમ લગાવવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે અહીંના તમામ લોકો સરકાર દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેની તરફેણમાં છે, તે લોકોના ભલા માટે જ છે. પરંતુ જ્યાં સુધી ગાંધીબાગ માર્ગ પર અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઇન શિફ્ટિંગનું કામ શરૂ ન થાય ત્યાં સુધી બેરિકેડિંગ તો હટાવવા જોઇએ.

ચોકબજાર મેટ્રો સ્ટેશનથી ક્રાઈમ બ્રાન્ચ ઓફિસથી એસબીઆઈ બેંક ગાંધીબાગ સર્કલ સુધીના રસ્તાઓ બંધ રહેવાના છે. પરંતુ નાના વાહનોને ચોકબજાર ચાર રસ્તા થઈને નહેરુ બ્રિજ પર અન્ય રસ્તા ખોલીને આવવા-જવાનો રસ્તો આપવામાં આવશે. ગાંધીબાગ, હાઇવેથી વિવેકાનંદ સર્કલ જવા માટે અનસૂયન રોડ (વન વે), ચરા ગલી (વન વે) થઈને જઈ શકાય છે.

વિવેકાનંદ સર્કલથી મુખ્ય રસ્તા પર જવા માટે રંગ ઉપવન રોડ (વન વે),કમાલ ગલી રોડ (વન વે) નો ઉપયોગ કરી શકાય છે. ગાંધીબાગ બાજુથી નેહરુ બ્રિજ પર જવા માટે SBI બેંકના પાછળના રસ્તાનો ઉપયોગ કરી શકાય છે. તેમજ મુગલીસરા અને SMC મુખ્ય કચેરી તરફ જવા માટે નાના વાહનો માટે નાણાવટ રોડનો ઉપયોગ કરી શકાશે. મોટા વાહનો માટે ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)નો ઉપયોગ કરવો પડશે.

સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ચોકબજારથી સુરત સ્ટેશન વચ્ચેના ઘણા માર્ગો આવતા એક વર્ષ સુધી બંધ છે. તેમાં ચોકબજાર અને SMC ને નાનપુરાથી જોડતો ગાંધીબાગ તરફનો રસ્તો પણ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિક રહીશ ઝુબેરભાઈ અલીએ જણાવ્યું કે 15 નવેમ્બરથી મહાનગરપાલિકાએ આ રસ્તો બંધ કરી દીધો હતો અને બેરીકેટ્સ લગાવી દીધા હતા. પરંતુ આજદિન સુધી કામ શરૂ થયું નથી.

તેમનું કહેવું છે કે તમામ સ્થાનિક લોકો મહાનગરપાલિકાને અપીલ કરી રહ્યા છે કે જ્યારે કામ થઈ રહ્યું નથી ત્યારે આ રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવે. લોકોનું કહેવું છે કે એક મહિનાથી રસ્તો બંધ છે. બેરીકેટીંગને કારણે હાઇવેની બાજુમાંથી ગાંધીબાગ સર્કલ થઇ કમાલ ગલી તરફ વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : સુરતમાં દર મિનિટે 133 વ્યક્તિઓને વેક્સિનેશન થઇ રહ્યું છે, આજે 1 લાખને વેક્સીન આપવાનો ટાર્ગેટ

આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિની શાળાઓ બનશે હાઈટેક, શાળાઓમાં લાગશે સીસીટીવી અને સેનેટરી પેડ વેન્ડીંગ મશીન

g clip-path="url(#clip0_868_265)">