AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shefali Jariwala : ‘હું મરુ ત્યાં સુધી…’ આ હતી શેફાલી જરીવાલાની અંતિમ ઈચ્છા, જાણો

'કાંટા લગા ગર્લ' તરીકે પ્રખ્યાત શેફાલી જરીવાલાના મૃત્યુથી ઉદ્યોગ શોકમાં છે. 42 વર્ષીય શેફાલી તેની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખતી હતી, પરંતુ તેમ છતાં તેનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેના મૃત્યુના દસ મહિના પહેલા, અભિનેત્રીએ એક મોટી ઈચ્છા વ્યક્ત કરી હતી.

Shefali Jariwala : ‘હું મરુ ત્યાં સુધી…’ આ હતી શેફાલી જરીવાલાની અંતિમ ઈચ્છા, જાણો
Image Credit source: desi pataka
| Updated on: Jun 28, 2025 | 6:12 PM

શેફાલી જરીવાલા… આ અભિનેત્રીનું માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું. શુક્રવારે રાત્રે, અભિનેત્રીએ હૃદયરોગના હુમલાને કારણે દુનિયાને અલવિદા કહ્યું. ‘બિગ બોસ 13’નો ભાગ રહેલી શેફાલીને ‘કાંટા લગા’ મ્યુઝિક વીડિયોથી મોટી અને ખાસ ઓળખ મળી. ત્યારબાદ તેણીને ‘કાંટા લગા ગર્લ’ તરીકે ઓળખવામાં આવી.

શેફાલી ‘નચ બલિયે’માં પણ જોવા મળી હતી. આ પછી, તે પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ બની. પરંતુ, તેને ક્યાંયથી કાંટા લગા ગીત જેટલી ખ્યાતિ મળી નહીં. શેફાલી જરીવાલાએ પણ ઈચ્છા રાખી હતી કે તે હંમેશા કાંતા લગા ગર્લ તરીકે ઓળખાય. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે, તે ઈન્ટરવ્યુના દસ મહિના પછી, જ્યારે અભિનેત્રી દુનિયા છોડી ગઈ, ત્યારે લોકો ચોંકી ગયા. લોકો સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

10 મહિના પહેલા ઈચ્છા વ્યક્ત કરી હતી

શેફાલી જરીવાલાએ 2024માં બિગ બોસ 13 ના બીજા સ્પર્ધક અને અભિનેતા પારસ છાબરા સાથે વાતચીતમાં ભાગ લીધો હતો. તે પારસના પોડકાસ્ટ પર આવી હતી. ત્યારબાદ અભિનેત્રીએ પારસ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. શેફાલીએ કાંટા લગા ગર્લથી મળેલી ઓળખ વિશે પણ ખુલીને વાત કરી હતી. આવા અનેક ઇંટરવ્યૂ તેના હાલમાં સોશિયાં મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

ઘરમાં વાંદરાનું આવવું કે ખાવાનું ચોરી જવું કઈ વાતનો સંકેત આપે છે?
પગમાં બળતરા કેમ થાય છે? ફક્ત થાક નહીં, આ 5 કારણો હોઈ શકે છે
આજનું રાશિફળ તારીખ : 20-07-2025
પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો

(Video – desi pataka)

પારસે શેફાલીને તેના સુપરહિટ ગીત ‘કાંતા લગા’ વિશે પૂછ્યું હતું. પારસે પૂછ્યું હતું કે, “સૌ પ્રથમ મને કહો કે બધા તને કાંટા લગા ગર્લ, કાંટા લગા ગર્લ કહે છે. તમે જ્યાં પણ જાય છે (યુટ્યુબ પર અને ઈન્ટરવ્યુમાં), જ્યારે તમે બિગ બોસમાં આવ્યા ત્યારે પણ તને કાંટા લગા ગર્લ કહેવામાં આવતી હતી. શું તમે કાંટા લગાથી કંટાળી નથી ગયા?”

શેફાલી જરીવાલાએ શું જવાબ આપ્યો?

શેફાલીએ જવાબ આપ્યો હતો, “પ્રશ્ન એ ઊભો થતો નથી. એક કલાકાર ઓળખ મેળવવા માટે કેટલી મહેનત કરે છે. મને તે મારા પહેલા પ્રોજેક્ટથી જ મળ્યું. દુનિયામાં ફક્ત એક જ કાંટા લગા છોકરી હોઈ શકે છે અને તે હું છું. મને તે ખૂબ ગમે છે અને હું મારા મૃત્યુ સુધી કાંટા લગા છોકરી તરીકે ઓળખાવા માંગુ છું.”

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">