આર્જેન્ટિનામાંથી ડાયનાસોરના 100 ઈંડા મળ્યા, શું ફરી દુનિયા પર ‘રાજ’કરશે આ વિશાળકાય જીવ?

|

Mar 12, 2022 | 3:56 PM

આ ઈંડાના સ્કેનથી જાણવા મળ્યું છે કે તે બધા ડાયનાસોરની એક જ પ્રજાતિના હતા.

આર્જેન્ટિનામાંથી ડાયનાસોરના 100 ઈંડા મળ્યા, શું ફરી દુનિયા પર ‘રાજ’કરશે આ વિશાળકાય જીવ?
Dinosaur Egg (symbolic image )

Follow us on

લાખો વર્ષો પહેલા વિશાળ ડાયનાસોર (Dinosaur) પૃથ્વી પર શાસન કરતા હતા, પરંતુ એસ્ટરોઈડની અથડામણ પછી આ જીવો લુપ્ત થઈ ગયા. લેટિન અમેરિકન દેશ આર્જેન્ટિનામાં અત્યાર સુધીમાં 100થી વધુ ડાયનાસોરના ઈંડા મળી આવ્યા છે. આ પ્રાચીન ઈંડા આર્જેન્ટીનામાં ડાયનાસોરના કબ્રસ્તાનમાં મળી આવ્યા છે. આ ઈંડા હવે વિશ્વમાં પ્રથમ વખત ટોળાના ડાયનાસોરની વર્તણૂકને જાહેર કરે છે. ઉલ્લેખનીય વાત એ છે કે હજુ પણ ગર્ભ આ ઈંડામાં છે.

આ ઈંડાના સ્કેનથી જાણવા મળ્યું છે કે તે બધા ડાયનાસોરની એક જ પ્રજાતિના હતા. આ પ્રજાતિનું નામ મુસોરસ પેટાગોનિકસ (Mussaurus patagonicus) હતું. આ લાંબી ગરદનવાળા ડાયનાસોર શાકાહારીઓ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ડાયનાસોરનો માળો 19.30 મિલિયન વર્ષ જૂનો છે અને તેમાં 100થી વધુ ઈંડા છે. આ ઈંડાની મદદથી પેલેઓન્ટોલોજીસ્ટ હવે શરૂઆતના ડાયનાસોરની પ્રજાતિઓ વિશે માહિતી મેળવી શકશે.

100થી વધુ ઈંડા મળ્યા

આ ચિકન કદના ઈંડા 8થી 30ના જૂથોમાં જોવા મળે છે, જે સૂચવે છે કે તેઓ જુથમાં રહેતા હતા અને આ તેમના બચ્ચાઓની સામાન્ય જગ્યા હતી. વૈજ્ઞાનિકોને ડાયનાસોરના હાડપિંજર પણ મળ્યા છે. આ તમામ પુરાવા સૂચવે છે કે ડાયનાસોર ટોળામાં રહેતા હતા. સંશોધક ડિએગો પોલે કહ્યું ‘હું સુંદર ડાયનાસોર હાડપિંજર માટે આ સાઈટ પર ગયો હતો. અમને ત્યાં 80 હાડપિંજર અને 100થી વધુ ઈંડા મળ્યા છે. આમાંના કેટલાક ઈંડાની અંદર ગર્ભ હજુ પણ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અગાઉના વૈજ્ઞાનિકો માનતા હતા કે જુરાસિક સમયગાળામાં ડાયનાસોર ટોળામાં રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે આ અભૂતપૂર્વ પુરાવા પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ અગાઉ પણ ટોળામાં રહેતા હતા. અત્યાર સુધી લગભગ 15 કરોડ વર્ષ પહેલા સુધી ડાયનાસોર ટોળામાં રહેતા હોવાના પુરાવા મળ્યા હતા. ડાયનાસોરના હાડપિંજર સૌપ્રથમ 1970ના દાયકામાં આર્જેન્ટિનામાં મળ્યા હતા.

આ પણ વાંચો : Tech News: Google લઈને આવી રહ્યું છે ‘Drop’ એન્ડ્રોઈડ યુઝર્સને મળશે શાનદાર ફિચર્સ

આ પણ વાંચો :India-China Talks: ભારત-ચીન વચ્ચે LAC મુદ્દે 15મા રાઉન્ડની મંત્રણા યોજાઈ, ભારતે સમાધાન પર આપ્યુ જોર

Next Article