આ પૃથ્વી પર પ્રાણીઓની લાખો પ્રજાતિઓ છે, જેમાંથી કેટલાક શાંત સ્વભાવના છે અને કેટલાક ખૂબ જ ખતરનાક છે. કેટલાક તો એટલા ખતરનાક છે કે જો કરડે તો વ્યક્તિ પળવારમાં મરી શકે છે. તમે વિચારતા જ હશો કે અમે સાપની વાત કરી રહ્યા છીએ, પરંતુ ના. અમે વાત કરી રહ્યા છીએ એક એવા દરિયાઈ જીવ વિશે, જે જોવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે અને આ જીવ એટલો જ ખતરનાક પણ છે. જો કે આ પ્રકારના જીવની તમામ પ્રજાતિઓ ખતરનાક નથી હોતી, પરંતુ આમાંથી એક પ્રજાતિ અત્યંત જોખમી છે, જે બોક્સ જેલીફિશ તરીકે ઓળખાય છે. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)
બોક્સ જેલીફિશ સામાન્ય રીતે ઓસ્ટ્રેલિયા અને ઈન્ડો-પેસિફિક સમુદ્રમાં જોવા મળે છે. તેમના ટેન્ટેકલ્સમાં ઝેરી ડાર્ટ્સ હોય છે, જે થોડી મિનિટોમાં વ્યક્તિને મારી શકે છે અથવા તો હાર્ટ એટેક પણ લાવી શકે છે. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)
જેલીફિશને ડાયનાસોર કરતાં જૂની માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોને લગભગ 505 મિલિયન વર્ષ જૂના જેલીફિશના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ ડાયનાસોરના યુગ કરતાં વધુ સમયથી પૃથ્વી પર હાજર છે. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)
બોક્સ જેલીફિશની એક પ્રજાતિને ‘અમર પ્રાણી’ પણ કહેવામાં આવે છે, જે ક્યારેય મરતી નથી. આ પ્રજાતિનું નામ ટુરીટોપ્સિસ ડોહરની (Turritopsis dohrnii) છે. જો તેના બે ટુકડા કરવામાં આવે તો પણ આ જેલીફિશ મૃત્યુ પામતી નથી, પરંતુ કપાયેલા શરીરમાંથી બીજી જેલીફિશનો જન્મ થાય છે. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)
તમને જાણીને નવાઈ લાગશે કે જેલીફિશની કેટલીક પ્રજાતિઓ છે જેને લોકો ખાય છે. તેઓ વાનગી તરીકે ઉપયોગમાં લેવાય છે. લોકો તેનો નૂડલ્સ સાથે પણ ઉપયોગ કરે છે. (પ્રતિકાત્મક ફોટો: Pixabay)