સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષકોને લાંબા અરસા બાદ પોતાના મતાધીકારથી ચુંટાયેલા નેતા મળ્યા

|

Sep 09, 2019 | 5:55 AM

આ પણ વાંચો: ગીર સોમનાથ: કપીલા નદીમાં આવેલા ઘોડાપૂરમાં રમકડાની જેમ તણાયો ટ્રક, જુઓ VIDEO સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા સંઘની  શનિવારે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. રવિવારે પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ પદે ગિરીશ પટેલ અને મહા મંત્રી તરીકે રાજેન્દ્ર પ્રજાપતિ નો વિજય થયો હતો. શિક્ષકોના પ્રશ્નોને હલ કરવામાં […]

સાબરકાંઠાના પ્રાથમિક શિક્ષકોને લાંબા અરસા બાદ પોતાના મતાધીકારથી ચુંટાયેલા નેતા મળ્યા

Follow us on

આ પણ વાંચો: ગીર સોમનાથ: કપીલા નદીમાં આવેલા ઘોડાપૂરમાં રમકડાની જેમ તણાયો ટ્રક, જુઓ VIDEO

સાબરકાંઠા જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા સંઘની  શનિવારે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. રવિવારે પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી હાથ ધરાઈ હતી જેમાં પ્રમુખ પદે ગિરીશ પટેલ અને મહા મંત્રી તરીકે રાજેન્દ્ર પ્રજાપતિ નો વિજય થયો હતો. શિક્ષકોના પ્રશ્નોને હલ કરવામાં મહત્વની ભુમીકા શિક્ષક સંઘ દ્રારા નિભાવતુ હોય છે. જેને લઇને શિક્ષક નેતાઓનુ યોગ્ય માળખુ ઉભુ કરવા શિક્ષકો એ પણ 94 ટકા મતદાન કરી પોતાના નેતા ચુંટી કાઢ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ૨૦૦૯ અને ત્યારબાદ પણ સામાન્ય ચુંટણી પ્રક્રિયાને બદલે શિક્ષકોએ બીનહરીફ વરણીની પ્રક્રિયા અપનાવી હતી પરંતુ હવે શિક્ષકોએ બીનહરીફને બદલે ચુંટણી પ્રક્રીયા પર ભાર મુકતા લાંબા અરસા બાદ ચુંટણી પ્રક્રીયાના વડે શિક્ષકોના નેતા ચુંટી નિકાળવા માટે મતદાન યોજાયુ હતુ. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહીતના હોદ્દેદાર પદાધીકારીઓ માટે ચૂંટણીનું મતદાન ગઈ કાલે યોજવામાં આવ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં પ્રમુખ માટે બે ઉમેદવારો, ઉપપ્રમુખ માટે ત્રણ ઉમેદવાર ચુંટણીમાં હરીફાઇમાં સામે આવ્યા હતા. જેમાં પ્રમુખ પદે ગીરીશભાઈ પટેલ ,મહામહામંત્રી  તરીકે રાજેન્દ્ર પ્રજાપતિ,  ઉપપ્રમુખ પદે મહેશ પટેલ અને સહમંત્રી તરીકે સંદીપ પટેલ  નો વિજય થયો હતો. જિલ્લાના તમામ આઠ તાલુકા મંડળોની પણ જિલ્લા મંડળ સાથે ચુંટણી યોજવામા આવી હતી જેના પરિણામો  પણ જાહેર કરાયા હતા. જેમાં  અગાઉ ઇડર તાલુકા સંઘના તમામ હોદ્દેદારો બિનહરીફ થયા હતા.

નવા ચુંટાયેલા પ્રમુખ ગીરીશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આવનારા દીવસોમાં શિક્ષકોના પડતર પ્રશ્નો ને લઇને અવાજ ઉઠાવીશ અને તેમના હિતના કાર્યોને પ્રાધાન્ય આપીશ. જોકે શિક્ષક સામે શિક્ષકોની ચુંટણી અને શિક્ષણ સિવાયની કામગીરી જેવા અનેક પ્રશ્નો પણ પડકાર સમાન બની રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના વિજયી હોદ્દેદારો

પ્રમુખ:ગિરીશ પટેલ
ઉપ પ્રમુખ:મહેશ પટેલ
મહામંત્રી :રાજેન્દ્ર પ્રજાપતિ
સહમંત્રી:સંદીપ પટેલ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article