PM Modi Live: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે આસામની મુલાકાતે છે. તેઓ આજે એક લાખથી વધુ લોકોને જમીનના પટ્ટાની વહેચણી કરવાના છે. જેનો લાભ શિવાસાગર જિલ્લાના 1.06 લાખ લોકોને મળશે. લીઝ મેળવ્યા બાદ આ નાગરીકો જમીનના માલિક બનશે.
જમીનની માલિકી મેળવ્યા બાદ લોકોને અન્ય સરકારી સુવિધા પણ આપવામાં આવશે. તેઓ બેંકમાંથી લોન લઈ શકશે. અને રાજ્યની ભાજપ સરકારે મે 2016 થી લઈને અત્યાર સુધી 2.28 લાખ લોકોને જમીનના પટ્ટાનું વિતરણ કર્યું છે. અને આ કારણોસર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આસામમાં 99% લોકોનાં ઘરમાં ગેસ કનેક્શન પહોચાડવામાં આવ્યુ છે તો સાથે વીજળીનાં કનેક્શનમાં વધારો કરવાનાં પ્રયત્ન ચાલી રહ્યા છે.
આસામનાં શિવસાગર ખાતેથી રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કાજીરંગા પાર્કનાં નિર્માણ માટે કામ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પહેલાની સરકાર આદિવાસીઓ પરત્વે અસંવેદનશીલ હતી, જો કે હવે અમે આત્મનિર્ભર આસામની દિશામાં ઝડપથી કામની શરૂઆત કરી છે.
જંગી જનમેદનીને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પહેલા આદિવાસીઓની આજીવિકા પર સંકટ હતુ અમે આદિવાસીઓને જમીન અપાવી. આત્મનિર્ભર ભારત સાથે આસામ વિકાસ કરી રહ્યો છે. વર્ષ 2020માં સરકારે આસામ લેન્ડ પોલીસી બનાવી નાખી હતી.
વડાપ્રધાન મોદીએ વિરોધીઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આદિવાસીઓને તેમના હિતોથી દુર રાખવામાં આવ્યા છે. ભાજપની સરકારે તેમની ચિંતા કરતા પગલા ઉઠાવીને ગરીબોની મદદમાં આવી છે
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે દેશમાં આજે પરાક્રમની દિવસની ઉજવણી થઈ રહી છે અને નેતાજીનું યોગદાન હંમેશા યાદ રહેશે. સંકલ્પોની સિદ્ધિને પૂર્ણ કરવાનો અવસર છે. અગાઉની સરકારે ગરીબોની ચિંતા કરી નથી
આસામ પહોચેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આસામની સરકારે લોકોની ચિંતાને દુર કરી છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર આસામ પહોચેલા મોદીએ કહ્યું કે આસામ બલિદાનોની ભૂમિ છે