પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

પાકિસ્તાન સામે કેન્દ્ર સરકાર તરફથી કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે પંજાબ સરકાર પણ કડક વલણ અપનાવવા જઇ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ રાવી નદી પર બની રહેલા ડેમનું પાણી પાકિસ્તાનને કેટલીક માત્રામાં ઓછું મળે તેવી તૈયારીઓ કરી રહ્યા છે. પંજાબ સરકારે હાલમાં વર્ષોથી અટકી ગયેલા શાહપુર કાંડી ડેમની કામગીરી શરૂ કરાવી દીધી […]

પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર
Follow Us:
| Updated on: Mar 09, 2019 | 2:48 AM

પાકિસ્તાન સામે કેન્દ્ર સરકાર તરફથી કડક નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે પંજાબ સરકાર પણ કડક વલણ અપનાવવા જઇ રહ્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ રાવી નદી પર બની રહેલા ડેમનું પાણી પાકિસ્તાનને કેટલીક માત્રામાં ઓછું મળે તેવી તૈયારીઓ કરી રહ્યા છે.

પંજાબ સરકારે હાલમાં વર્ષોથી અટકી ગયેલા શાહપુર કાંડી ડેમની કામગીરી શરૂ કરાવી દીધી છે. જેના કારણે પાકિસ્તાન તરફ જતો રાવી નદીના પાણીના વહેણમાં અંશત: ઘટાડો થશે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ જણાવ્યું કે, રૂ. 2073 કરોડના ખર્ચે બનવા જઇ રહેલો આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે એકદમ તૈયાર છે. જે માત્ર રાજ્ય માટે જ પાણીનો સ્ત્રોત નહીં બને, પરંતુ પાકિસ્તાન તરફ પાણીના વહેણને રોકવા માટે પણ કેટલીક હદ સુધી મદદ કરશે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

છેલ્લા ઘણાં સમયથી આ પ્રોજ્કટને લઇને અમુક કારણોસર બંધ કરવામાં આવેલા આ ડેમને જમ્મુ-કાશ્મીર સાથે વાતચીત કરીને જલ્દીથી જલ્દી શરૂ કરી દેવામાં આવશે તેવી પણ મુખ્યમંત્રીએ ખાત્રી આપી છે. જો આમ થશે તો પાકિસ્તાનને પાણી માટે વલખાં મારવા પડશે.

પંજાબ સરકારનું માનવું છે કે હાલમાં પાકિસ્તાન કરતાં પણ પંજાબના ખેડૂતોને પાણીની વધુ જરૂર છે. જેના માટે આ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને પણ સિંચાઇ માટે પ્રમાણસર પાણી મળી રહે તે માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. બીજી તરફ પુલવામાં હુમલા બાદથી પાકિસ્તાનને આર્થિકથી લઇ જળસ્ત્રોત માટે ભારત તરફથી સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">