Pakistan: વિકિપીડિયા પર પાકિસ્તાને 48 કલાક માટે મૂક્યો પ્રતિબંધ, અપમાનજનક કંટેન્ટને દૂર ન કરતા કરી કાર્યવાહી

|

Feb 02, 2023 | 10:22 AM

PTAએ કહ્યું કે, વિકિપીડિયાને અપમાનજનક કંટેન્ટને બ્લોક કરવા અથવા તો દૂર કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. જે બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

Pakistan: વિકિપીડિયા પર પાકિસ્તાને 48 કલાક માટે મૂક્યો પ્રતિબંધ, અપમાનજનક કંટેન્ટને દૂર ન કરતા કરી કાર્યવાહી
Pakistanને વિકિપીડિયા પર 48 કલાક માટે મૂક્યો પ્રતિબંધ
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાને 48 કલાક માટે વિકિપીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે. પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA) એ બુધવારે આ જાણકારી આપી હતી. PTAએ કહ્યું કે દેશમાં 48 કલાક માટે વિકિપીડિયા સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અપમાનજનક કંટેન્ટને બ્લોક ન કરવા અને દૂર કરવા માટે તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.

વિકિપીડિયાને અપમાનજનક કંટેન્ટને  બ્લોક કરવા કહેવામાં આવ્યું હતું

ટેલિકોમ રેગ્યુલેટરે કહ્યું કે, દેશમાં લાગુ કાયદા અને કોર્ટના આદેશો હેઠળ નોટિસ જાહેર કરીને વિવાદિત કન્ટેન્ટને બ્લોક કરવા અને દૂર કરવા માટે વિકિપીડિયાનો સમ્પર્ક કરી દૂર કરવા માટે કહ્યું હતું. PTAએ કહ્યું કે વિકિપીડિયાને અપમાનજનક સામગ્રીને બ્લોક/દૂર કરવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. જે બાદ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાચો: Pakistan Crisis: બાળકોને ભૂખ્યા મારી નાખુ? પાકિસ્તાનમાં આર્થિક તંગીથી પરેશાન મહિલાએ વ્યક્ત કરી પોતાની પીડા, જુઓ Video

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેને દેશમાં બ્લોક કરી દેવામાં આવશે

પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે, જો વિકિપીડિયા કાયદાનું પાલન નહીં કરે તો તેને દેશમાં બ્લોક કરી દેવામાં આવશે. ગેરકાયદે સામગ્રી દૂર કર્યા પછી જ પુનઃસ્થાપન પર પુનર્વિચાર કરવામાં આવશે. PTA સ્થાનિક કાયદાઓ અનુસાર તમામ પાકિસ્તાની નાગરિકો માટે સુરક્ષિત ઓનલાઈન અનુભવ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

વિકિપીડિયા અને Google Incને નોટિસ આપી

આ પહેલીવાર નથી, જ્યારે ઓથોરિટીએ પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીની નોંધ લીધી હોય. અગાઉ ડિસેમ્બર 2020 માં, PTAએ વિકિપીડિયા અને Google Incને અપમાનજનક કન્ટેન્ટ દૂર કરવા માટે નોટિસ આપી હતી.

‘શું બાળકોને ભૂખ્યા મારી નાખુ’

આર્થિક સંકટનો સામનો કરી રહેલી કરાચીમાં રહેતી રાબિયા નામની મહિલાએ સરકારને પૂછ્યું – “શું હું મારા બાળકોને ખાવાનું આપવાનું બંધ કરી નાખુ?” દવા આપવાનું બંધ કરી નાખુ. મહિલાએ બજારમાંથી રાશન ખરીદવાનો ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે તે જે રાશન લાવી છે તેમાં લોટ, દાળ, ચોખા કે ઘી નથી. શું બાળકોને ભૂખ્યા મારી નાખુ?

પાકિસ્તાન સરકારને મહિલાનો સવાલ

મહિલાએ તેનું વીજળીનું બિલ પણ બતાવ્યું. તેણે કહ્યું કે કરાચીના જે વિસ્તારમાં તે રહે છે ત્યાં યોગ્ય વીજળી નથી. 556 યુનિટનું વીજ બિલ 15 હજાર 560 રૂપિયા આવ્યું છે. મને કહો કે ક્યાંથી ચૂકવણી કરૂ બાળકોની દવા મોંઘી થઈ ગઈ છે. તેમણે સરકારમાં બેઠેલા લોકોને પ્રશ્ન કર્યો – શું તેમને ભગવાનનો ડર નથી. શું બાળકોને ઇંડા અને દૂધ આપવાનું બંધ કરી નાખુ? શું તમને નિર્દોષોના આંસુનો હિસાબ કબરમાં પૂછવામાં નહીં આવે?

Next Article