પાકિસ્તાને F-16 વિમાનથી હુમલો ભલે ભારતમાં કર્યો પણ દુશ્મની સીધી અમેરીકા સાથે કરી લીધી છે

|

Feb 28, 2019 | 5:13 PM

પાકિસ્તાને ભારત સાથે પોતાના આધુનિક F-16 વિમાન સાથે ભારતના સૈનિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે તેનું એક F-16 વિમાન તોડી પાડ્યું છે. અમેરીકાએ પાકિસ્તાને અત્યાધુનિક F-16 વિમાનો આપ્યા છે અને તેની તાકાતને લઈને પાકિસ્તાન વાયુસેના સામે મોટી ડંફાસો હાંકે છે. આ વખતે ભારતીય વાયુસેનાએ તેને વળતો જવાબ આપ્યો […]

પાકિસ્તાને F-16 વિમાનથી હુમલો ભલે ભારતમાં કર્યો પણ દુશ્મની સીધી અમેરીકા સાથે કરી લીધી છે

Follow us on

પાકિસ્તાને ભારત સાથે પોતાના આધુનિક F-16 વિમાન સાથે ભારતના સૈનિક ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે તેનું એક F-16 વિમાન તોડી પાડ્યું છે.

અમેરીકાએ પાકિસ્તાને અત્યાધુનિક F-16 વિમાનો આપ્યા છે અને તેની તાકાતને લઈને પાકિસ્તાન વાયુસેના સામે મોટી ડંફાસો હાંકે છે. આ વખતે ભારતીય વાયુસેનાએ તેને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાનને અમેરીકાએ અમુક શરતોના આધારે આ પ્રકારના વિમાનો આપ્યા છે જેમાં સૌથી મોટી શરત એ છે કે પાકિસ્તાન ક્યારેય પણ આ વિમાનનો ઉપયોગ લડાઈમાં નહીં કરે અથવા તેના પહેલાં પાકિસ્તાન અમેરીકાની પરવાનગી માગશે અને આ વિમાનો ફક્ત આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જ વાપરશે.

અમેરીકી બનાવટનું F-16 વિમાન

પ્રેસ કોન્ફરસમાં ભારતે પાકિસ્તાનની એક મિસાઈલના પુરાવા આપીને જણાવી દીધુ કે આ મિસાઈલ માત્ર એફ-16 પ્રકારના વિમાનમાં ઉપયોગમાં લાવી શકાય છે. જેનો સીધો અર્થ એ થાય છે કે ભારત પર કાર્યવાહી કરવા પાકિસ્તાનની પરવાનગી વગર પાકિસ્તાને એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો. અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રંપ પર આ વિમાનને પરવાનગી વગર ભારતની સામે ઉપયોગ કરવા માટે કાર્યવાહી કરી શકે છે અને તેનો જવાબ પણ માગી શકે છે. પાકિસ્તાન અમેરીકાના એફ-16 વિમાનોના આધારે ભારત પર પોતાની શેખી હાંકે છે અને ભારતને ડરાવવાનો પ્રયત્ન કરે છે.

[yop_poll id=1882]

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article