નુડલ્સ પ્રેમીઓ આ સમાચાર ખાસ વાંચે, જુના નુડલ્સ આરોગવાથી પરીવારના નવ સભ્યોના મોત

નુડલ્સ જુના થઇ ચુક્યા હોય તો તે જોખમકારક સાબિત થઇ શકે છે. ચીનમાં કંઇક આવુ જ થયુ છે. અહી નુડલ્સ ના કારણે એક જ પરીવારના નવ સદસ્યના મોત નિપજ્યા છે. આ લોકોએ ફ્રિઝરમાં સ્ટોર કરેલા એક વર્ષ જુના નુડલ્સનો ઉપયોગ ખાવામાં કર્યો હતો. તબીબોએ આ ઘટનાને લઇને કહ્યુ છે કે સ્ટોર કરેલા જુના નુડલ્સને લઇને […]

નુડલ્સ પ્રેમીઓ આ સમાચાર ખાસ વાંચે, જુના નુડલ્સ આરોગવાથી પરીવારના નવ સભ્યોના મોત
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 22, 2020 | 1:00 PM

નુડલ્સ જુના થઇ ચુક્યા હોય તો તે જોખમકારક સાબિત થઇ શકે છે. ચીનમાં કંઇક આવુ જ થયુ છે. અહી નુડલ્સ ના કારણે એક જ પરીવારના નવ સદસ્યના મોત નિપજ્યા છે. આ લોકોએ ફ્રિઝરમાં સ્ટોર કરેલા એક વર્ષ જુના નુડલ્સનો ઉપયોગ ખાવામાં કર્યો હતો. તબીબોએ આ ઘટનાને લઇને કહ્યુ છે કે સ્ટોર કરેલા જુના નુડલ્સને લઇને તેમને ફુડ પોઇઝનીંગ થઇ ગયુ હતુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હવે સલાહ આપવામાં આવી રહી છે કે, તેઓ નુડલ્સનો ઉપયોગ કરવા થી પહેલા તેની એક્સપાયરી ડેટ જરુર જાણી લે. ચીનના જે પરીવારે નુડલ્સ એક વર્ષ બાદ પોતાના ફ્રિઝમાંથી નિકાળ્યુ હતુ, જે કોર્નફ્લેવર ના હતા. ખાસ વાત એ પણ હતી કે તે નુડલ્સ પણ અજીબ સ્વાદ ધરાવતા હતા, જેને લઇને પરીવારના ત્રણ સભ્યોએ તેને ખાવા થી ઇન્કાર કરી દીધો હતો. સદનસીબે તે ત્રણ સભ્યોનો જીવ બચી ગયો હતો. આ પ્રકારની ઘટના સામે આવવાને લઇને ચીનમાં જાણે કે હડકંપ મચી ગયો હતો. સરકારે પણ હવે ખુબ જુના નુડલ્સનો ઉપયોગ નહી કરવા માટે પણ લોકોને અપીલ કરી છે.

આવી જ રીતે બગડેલા નુડલ્સ ખાવાને લઇને ભારતમાં પણ મોતનો મામલો અગાઉ નોંધાઇ ચુક્યો છે.  પાંચેક વર્ષ અગાઉ, એક ઘટનામાં બેંગ્લોરમાં માતા અને પુત્રીનુ સંદિગ્ધ મોત નિપજ્યુ હતુ. તપાસ દરમ્યાન સામે આવ્યુ હતુ કે માતા અને પુત્રીએ આગળની રાત્રી દરમ્યાન નુડલ્સ આરોગ્યા હતા અને બીજી સવારે તેમનુ સ્વાસ્થ ખરાબ થયુ હતુ. ત્યારે પચાસ વર્ષી માતા અને 22 વર્ષીય પુત્રીના મોતના પાછળનુ કારણ ફુડ પોઇઝનીંગ દર્શાવાયુ હતુ. પુત્રી બી.એ. ફાઇનલ વર્ષની વિધ્યાર્થીની હતી.

ત્રણ વર્ષ અગાઉ પણ આવી જ પ્રકારનો મામલો હરીયાણામાં સામે આવ્યો હતો. શિવનગરમાં ઘટેલી આવી જ એક ઘટનામાં પચાસ વર્ષીય સોમદત્તના પરીવારજનોનો આક્ષેપ હતો કે, તેઓ નજીકની દુકાનમાં થી નુડલ્સ ખરીદી ને લાવ્યા હતા અને બાદમાં તેને ખાવા થી તબિયત લથડી હતી. તેઓને તાત્કાલિક હોસ્પીટલ લઇ જવાયા હતા.

મોટાભાગના નુડલ્સ મેદામાંથી બનેલા હોય છે. વધુ પડતી માત્રામાં તેનુ સેવન કરવાને લઇને નુકશાન કારક સાબિત થઇ શકે છે. જોકે આજકાલ બજારમાં આટા નુડલ્સ પણ મળવા લાગ્યા છે. પરંતુ એ વાતની ચોક્કસ સતર્કતા દાખવો કે નુડલ્સ જુના ના હોય, આ માટે એક્સપાયરી ડેટ ઉપયોગમાં લેતા અગાઉ અવશ્ય ચકાસી લો. જે આપના અને આપના પરીવાર ના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી નિવડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">