New ethanol projects : શેરડીમાંથી ઇથેનોલ બનાવવાનો મોટો નિર્ણય, 5 ઇથેનોલ પ્રોજેક્ટ્સથી દેશના કરોડો ખેડૂતોને થશે લાભ

New ethanol projects : ખાદ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી અપૃવલ સમિતિએ 5 નવા ઇથેનોલ પ્રોજેક્ટને સસ્તી લોન માટે મંજુરી આપી દીધી છે.

New ethanol projects : શેરડીમાંથી ઇથેનોલ બનાવવાનો મોટો નિર્ણય, 5 ઇથેનોલ પ્રોજેક્ટ્સથી દેશના કરોડો ખેડૂતોને થશે લાભ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 5:11 PM

New ethanol projects : સરકારે શેરડીમાંથી ઇથેનોલ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી દેશમાં શેરડીની ખેતી કરતા કરોડો ખેડૂતોને લાભ થશે. કારક કે શેરડીમાંથી ઇથેનોલ બનાવવાના પ્રોજેક્ટ્સ સાથે સરકારે ઇથેનોલ ખરીદ ગેરેંટીની યોજના પણ બનાવી છે.

5 ઇથેનોલ પ્રોજેક્ટ્સને અપાઈ મંજુરી ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેની અધ્યક્ષતા હેઠળ ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. ખાદ્ય સચિવની અધ્યક્ષતામાં મળેલી અપૃવલ સમિતિએ 5 નવા ઇથેનોલ પ્રોજેક્ટ(5 New ethanol projects)ને સસ્તી લોન માટે મંજુરી આપી દીધી છે. સરકારના આ 5 નવા પ્રોજેક્ટ્સથી રૂ .1000 કરોડનું વધારાનું રોકાણ થશે અને આશરે 50 કરોડ લિટર ઇથેનોલનું ઉત્પાદન થશે. શેરડીમાંથી ઇથેનોલ બનાવવાના પ્રોજેક્ટ્સ સાથે સરકારે ઇથેનોલ ખરીદ ગેરેંટીની યોજના પણ બનાવી છે. ઈથેનોલના વધતા ઉત્પાદનમાં સીધો લાભ શેરડીની ખેતી કરતા દેશના કોરોડો ખેડૂતોને મળશે. કારણ કે આ ખેડૂતોને ખંડની મિલોમાંથી સરળતાથી પાકનું વળતર મળશે.

આવી રીતે થશે ખેડૂતોને લાભ સરકારે નવા ઇથેનોલ પ્લાન્ટની મંજૂરી આપતા હવે કંપનીઓ સસ્તા દરે લોન લઈને પ્લાન્ટ સ્થાપિત કરી શકશે. આવી સ્થિતિમાં શેરડીની માંગ વધશે. તેથી તેનો સીધો ફાયદો શેરડીની ખેતી કરતા દેશના કોરોડો ખેડૂતોને થશે.હવે શેરડી, મકાઈ, તૂટેલા ચોખા અને સડેલા અનાજમાંથી ઇથેનોલ બનવવામાં આવશે.તાજેતરમાં જ બિહારના ઉદ્યોગ પ્રધાન શાહનવાઝ હુસેને કહ્યું હતું કે આ નીતિ હેઠળ બિહારના 38 જિલ્લાઓમાં પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. બિહાર ઉપરાંત દેશના શેરડી અને મકાઈની ખેતી કરતા કરોડો ખેડૂતો માટે આ નીતિ ખૂબ ફાયદાકારક સાબિત થશે. સરકાર આ માટે વિશેષ પ્રોત્સાહન આપશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

200 કરોડ લિટર ઇથેનોલ ઉત્પાદનનું લક્ષ્ય વર્ષ 2018-19 દરમિયાન ખાંડ મિલો અને અનાજ આધારિત ભઠ્ઠીઓ દ્વારા લગભગ 189 કરોડ લિટર ઇથેનોલ સપ્લાય કરવામાં આવ્યું હતું.જેના કારણે 5% સંમિશ્રણ તૈયાર થયું અને વર્ષ 2019-20 માં 5.6% સંમિશ્રણના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે 190-200 કરોડ લિટર ઇથેનોલ ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

જાણો ઇથેનોલ વિશે  ઇથેનોલ આલ્કોહોલનો એક પ્રકાર છે જેને પેટ્રોલમાં ભેળવી શકાય છે અને વાહનોમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઇથેનોલ મુખ્યત્વે શેરડીના પાકમાંથી ઉત્પન્ન થાય છે. આ સાથે જ મકાઈ, ચોખા વગેરે સહિતના અન્ય ઘણા પાકમાંથી પણ તૈયાર કરી શકાય છે.

ઇથેનોલ પર્યાવરણને અનુકૂળ છે. તેનો ઉપયોગથી કાર્બન મોનોક્સાઇડનું 35 ટકા ઓછું ઉત્સર્જન થાય છે. એટલું જ નહીં, તે સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનના ઉત્સર્જનને પણ ઘટાડે છે. ઇથેનોલમાં 35 ટકા ઓક્સિજન હોય છે. ઇથેનોલ ઇંધણનો ઉપયોગ કરવાથી નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">