25 હજાર કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર બૅન્ક કૌભાંડ કેસમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર પર FIR
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ EDએ પવાર પરિવારને મોટો ઝટકો આપ્યો છે. EDએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય 75 લોકોની વિરૂદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્ક કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ EDએ પવાર પરિવારને મોટો ઝટકો આપ્યો છે. EDએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય 75 લોકોની વિરૂદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્ક કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો.
EDએ NCPના મોટા નેતાઓની વિરૂદ્ધ આ પગલુ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગયા મહિને આપેલા નિર્ણય પછી લેવામાં આવ્યુ છે. જેમાં મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી શાખાને કથિત કૌભાંડમાં શરદ પવાર, અજીત પવાર અને અન્ય 75 લોકોની વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
EDએ મુંબઈ પોલીસની FIRના આધાર પર કેસ દાખલ કર્યો છે. જેને ગયા મહિને કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો હતો. અરજીકર્તા સુરેન્દ્ર અરોડાએ બોમ્બે હાઈકોર્ટમાં NCP નેતાઓના નિયંત્રણવાળી મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કની તપાસ માટે કેસ દાખલ કર્યો હતો, જેની પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.
Sharad Pawar, NCP, on his nephew&he named in money laundering case investigated by Enforcement Directorate: Case has been registered. I've no problem if I've to go to jail. I'll be pleased as I've never had this experience. If someone plans to send me to jail,I welcome it. pic.twitter.com/RLHiUnDbxu
— Tv9 Gujarati (@tv9gujarati) September 25, 2019
નેતાઓ પર આરોપ છે કે કો-ઓપરેટિવ બૅન્કના અધિકારીઓની વચ્ચે મિલીભગત હતી. આ મિલીભગતથી સુગર મિલો અને યાર્ન મિલોના સંચાલકો અને અધિકારીઓએ નિયમો ધ્યાનમાં રાખીની 25 હજાર કરોડ રૂપિયાનું દેવુ વિતરણ કરવામાં આવ્યું.
રિપોર્ટ મુજબ તપાસમાં સામે આવ્યું કે ઘણા લોકોને ફાયદો પહોંચાડવા માટે સુગર મિલની આર્થિક સ્થિતી સારી ન હોવાની અને દેવું હોવા છતા બૅન્કોએ લોન આપી. ઘણા મામલામાં ગિરવી રાખીને લોન આપવામાં આવી અને ઘણી વખત ગિરવી રાખેલી સંપતિ કરતા વધારે લોન આપવામાં આવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગેરવહીવટ, વધતા ખર્ચા અને ક્ષમતાનો પુરો ઉપયોગ ન થવાને કારણે સુગર મિલો આર્થિક તંગીનો શિકાર થઈ ગઈ અને તેમને ખુબ જ ઓછા પૈસામાં વેચી દેવામાં આવી. સાથે જ રિઝર્વ કિંમતથી ઓછા ભાવે વેચીને ખરીદનારને પણ ફાયદો પહોંચાડવામાં આવ્યો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]