25 વર્ષીય યુવકે PUBG રમતા-રમતા પાણીની જગ્યાએ પી લીધું એસિડ અને પછી…

|

Mar 05, 2019 | 8:31 AM

                                             PUBG ગેમમાં ડુબેલા યુવકે પાણીના બદલી પી લીધુ એસિડ. PUBG ગેમ દિવસેને દિવસે જીવલેણ સાબિત થઈ રહી છે કારણ કે PUBG રમતા યુવકો સાથે અણબનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ભોપાલમાં […]

25 વર્ષીય યુવકે PUBG રમતા-રમતા પાણીની જગ્યાએ પી લીધું એસિડ અને પછી...

Follow us on

                                             PUBG ગેમમાં ડુબેલા યુવકે પાણીના બદલી પી લીધુ એસિડ.

PUBG ગેમ દિવસેને દિવસે જીવલેણ સાબિત થઈ રહી છે કારણ કે PUBG રમતા યુવકો સાથે અણબનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ મધ્ય પ્રદેશના ભોપાલમાં એક કિસ્સો સામે આવ્યો જેમાં યુવકે PUBG ગેમ રમતા- રમતા પાણીના બદલે એસિડ પી લીધુ જોકે યુવકને સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચાડતા તેનો જીવ બચી ગયો.

સ્થાનિક મીડિયા રિપોર્ટના આધારે મળતી માહિતી મુજબ, મૂલત નામનો યુવક છિંદવાડાનો છે અને ભોપાલમાં રહે છે. 25 વર્ષિય યુવક પોતાના ઘરની બહાર PUBG ગેમ રમતો હતો અને ગેમમાં તલ્લિન થયેલા યુવકે પાણીના બદલે એસિડ પી લીધુ. જોકે યુવકની સારવાર કરતા ડોક્ટર મનન ગોગિયાના કહેવા પ્રમાણે, યુવકની સારવાર ચાલુ છે જોકે હવે તેના જીવને કોઈ જોખમ નથી.

PUBGની રમતમા યુવકે એસિડ પી લીધુ જેના કારણે તેના આંતરડાને ગંભીર નુકશાન થયું છે. યુવકને નાગપુરની હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતી સારી હોવાની માહિતી સામે આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

સારવાર દરમિયાન પણ યુવક રમતો હતો PUBG

ચોંકાવનારી વાત તો એ છે કે યુવક સાથે અણબનાવ બન્યો હોવા છતાં તેણે કોઈ શીખ ન લીધી અને સારવાર દરમિયાન પણ તે PUBG રમતો રહ્યો. ડોક્ટરોએ પણ યુવકને આ ગેમ ન રમવા અંગે સલાહ આપી હોવા છતાં યુવક ન માન્યો અને ગેમ રમતો રહ્યો.

TV9 Gujarati

 

MP વિઘાનસભામાં PUBG ગેમ પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી

મહત્વનું છે કે, તામિલનાડુ બાદ મધ્યપ્રદેશમાં પણ PUBG ગેમ પ્રતિંબધ કરવાની માંગ ઉઠી રહી છે. ભારતીય જનતા પાર્ટીના મંદસૌર વિધાનસભાના ધારાસભ્ય યશપાલ સિસોદિયાએ બજેટ સત્રના છેલ્લા દિવસે PUBG ગેમ પર પ્રતિંબંધ મુકવાની માગ રજૂ કરી હતી કારણે ગેમ રમવાથી વિદ્યાર્થીઓના ભણતરમાં નુકસાન થાય છે ઉપરાંત ગેમમાં બાળકો હથિયારનો ઉપયોગ કરતા હોવાથી માનસિક રીતે હિંસક થઈ રહ્યા હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 8:23 am, Tue, 5 March 19

Next Article