Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 ને પાર, જાણો અમદાવાદ સહીત ક્યાં ડીઝલના ભાવમાં સેન્ચુરી નોંધાઈ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 100.04 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : પેટ્રોલ બાદ હવે ડીઝલ પણ 100 ને પાર, જાણો અમદાવાદ સહીત ક્યાં ડીઝલના ભાવમાં સેન્ચુરી નોંધાઈ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 8:27 AM

Petrol Diesel Price Today: સતત છઠ્ઠા દિવસે તેલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને બીપીસીએલએ 10 ઓક્ટોબર એટલે કે રવિવારે તેલના ભાવમાં વધારો કર્યો હતો. આજે ડીઝલની કિંમતમાં 47 પૈસા અને પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. દિલ્હીમાં પ્રથમ વખત પેટ્રોલની કિંમત 104 રૂપિયાને પાર કરી ગઈ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 104.14 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે એક લિટર ડીઝલ માટે, 92.82 રૂપિયા ખર્ચવા પડશે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.04 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 100.04 રૂપિયા પ્રતિ લીટર છે.

પેટ્રોલ અને ડીઝલ કેમ મોંઘુ થઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. તેની અસર ભારતીય બજારો પર પડી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વના બજારોમાં વધી રહ્યા છે. અમેરિકામાં 7 વર્ષમાં પેટ્રોલ સૌથી મોંઘુ છે. વર્ષ 2014 પછી, અમેરિકામાં એક ગેલન પેટ્રોલની કિંમત વધીને 5 ડોલરની નજીક પહોંચી ગઈ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એક અહેવાલ અનુસાર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં રાહત મળવાની કોઇ આશા નથી કારણ કે, ભારત અને ચીન જેવા મોટા દેશોમાંથી માંગ અકબંધ છે. તે જ સમયે પુરવઠો એટલો વધતો નથી. ઓપેક દેશોએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ધીમે ધીમે વધારવાની વાત કરી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 104.14 92.82
Mumbai 110.12 100.66
Chennai 101.53 97.26
Kolkata 104.80 95.93

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

અહીં ઇંધણ 100 રૂપિયાને પાર  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.રાજસ્થાનના ગંગાનગર, ભોપાલ અને  મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે. અમદાવાદમાં પણ પેટ્રોલ – ડીઝલ બંનેની કિંમત 100 રૂપિયાથી વધુ છે.તમને જણાવી દઈએ કે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તફાવત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલા કર અને પરિવહન ખર્ચને કારણે બદલાય છે.

આ પણ વાંચો : China Power Crisis : ચાલબાઝ ચીન ઘૂંટણીએ પડયું, ઈમ્પોર્ટર્સને સમયસર Solar Equipment પૂરા પાડવા અસમર્થ હોવાની આજીજી શરૂ કરી

આ પણ વાંચો : TCS Hiring : દેશની સૌથી મોટી IT કંપનીમાં નોકરી મેળવવાની ઉજ્જવળ તક, કંપની 6 મહિનામાં 35 હજાર લોકોની ભરતી કરશે

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">